મહાશિવરાત્રીના દિવસે જન્મેલા બાળકોનું ભવિષ્ય હોય છે ઉજ્જવળ, સ્વભાવથી હોય છે થોડા ગરમ

Posted by

શિવ ભક્તો માટે ફાલ્ગુન માસની ચતુર્દશી તિથિ અત્યંત ખાસ માનવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતાં, જેના કારણે આ દિવસે મહાશિવરાત્રી એટલે કે શિવ વિવાહની મહારાત્રિ. હિન્દુ ધર્મ સાથે સંબંધ ધરાવતા અને પ્રત્યેક શિવ ભક્ત માટે આ દિવસ ખૂબ જ મહત્વ રાખે છે. દેશ-દુનિયામાં આ પાવન દિવસે ઘણા પ્રકારના વિશેષ આયોજન સંપન્ન કરવામાં આવે છે. મંદિરોમાં આ દિવસે શિવજીની જય-જયકાર ગુંજે છે. આ વર્ષે મહાશિવરાત્રિની વાત કરવામાં આવે તો ૧૧ માર્ચ ૨૦૨૧ ને ગુરુવારના દિવસે આ તિથિ આવી રહી છે. તે દિવસે સનાતન ધર્મનો સૌથી મોટો મેળો મહાકુંભનો પ્રારંભ થશે.

જો કે શાસ્ત્રોમાં આ દિવસને વધારે પાવન માનવામાં આવે છે, તેથી લોકો આ દિવસે ધાર્મિક કાર્ય તો કરાવે જ છે સાથે જ આ દિવસે અમુક લોકો વિવાહ વગેરે જેવા માંગલિક કાર્યો પણ કરતા હોય છે કારણ કે તેમનું ગૃહસ્થ જીવન સુખી અને ખુશિઓથી પરિપૂર્ણ રહે. આ બધી વાતો પરથી આપણે ખૂબ જ સારી રીતે જાણી શકીએ છીએ કે આ તિથિનું કેટલું મહત્વ છે. તો તેવામાં એક સવાલ ઉઠે છે કે જો આ દિવસે લગ્ન કરવા આટલા શુભ હોય છે તો આ દિવસે જન્મેલા બાળકો કેટલા ગુણવાન હશે.

તો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં તેમના વિશે ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈએ કે આ દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર મહાશિવરાત્રીના દિવસે એટલે કે ફાલ્ગુન માસના ચતુર્દશી તિથિના દિવસે જન્મેલા જાતકો ખૂબ જ દયાળુ અને દાની હોય છે. તે જીવનમાં ખૂબ જ યશ પ્રતિષ્ઠા મેળવે છે. જોકે આ જાતકો વધારે ખર્ચાળ પણ હોય છે. દાન પુણ્ય માટે પણ તે ખુલ્લા દિલથી પૈસા ખર્ચ કરે છે. આ તિથિના દિવસે જન્મેલા બાળકો શાસન અને પ્રશાસનમાં રહે છે.

આ દિવસે જન્મેલા દિકરાઓ યોગ્ય સાબિત થાય છે તો વળી આ દિવસે જન્મેલી દિકરીઓ વધારે યશ મેળવે છે. તે અચળ સંપત્તિની પણ પ્રાપ્તિ કરે છે. દેખાવમાં ખૂબ જ સુંદર અને સુયોગ્ય હોય છે પરંતુ સ્વભાવથી થોડા ક્રોધી પણ હોય છે. કામકાજની વાત કરવામાં આવે તો માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે જન્મેલા બાળકો કલા, પત્રકારિતા અને ફિલ્મ ઉદ્યોગના ક્ષેત્રમાં ખૂબ જ યશ મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *