મહાભારતમાં જણાવવામાં આવેલ છે ખુશ રહેવાનો સૌથી સહેલો મંત્ર, જો તમે જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગતા હોવ તો જરૂર વાંચો

મહાભારતમાં ઘણા એવા પાત્ર છે, જેને આજનાં સમયમાં પણ યાદ કરવામાં આવે છે. અમે વાત કરી રહ્યાં છીએ વિદુર વિશે. જે હસ્તિનાપુરનાં પ્રધાનમંત્રીનાં રૂપમાં જાણીતા હતાં. મહાભારતમાં વિદુરે ઘણી નીતિ વિશે જણાવ્યું છે, જે આજનાં સમયમાં પણ લોકોનાં કામમાં આવી શકે છે. જો તે નીતિ નું ધ્યાન રાખવામાં આવે તો મનુષ્ય કોઈપણ મુશ્કેલીનો ઉકેલ સરળતાથી મેળવી શકે છે. વિદુરે એવી ચીજો વિશે જણાવ્યું છે, જેને મનુષ્ય જીવનનું સૌથી મોટું સુખ માનવામાં આવે છે.

શ્લોક

आरोग्या मानृण्यमविप्रवासः सद्धिर्म नुष्यैः सहस्मप्रयोगः।स्वप्रत्यया वृत्तिरभीतवासः षड् जीवनलोकस्य सुखानि राजन्।।

કોઈનાં પર નિર્ભર ના રહેવું

જે લોકો પોતાનું અને પોતાનાં પરિવારનું પાલન-પોષણ કરવા માટે પોતે ધન કમાવવા માટે આત્મનિર્ભર હોય છે, તેને ખુબ જ સુખી માનવામાં આવે છે. ઘણા લોકો પોતાનું જીવન ચલાવવા માટે બીજા પર નિર્ભર રહેતા હોય છે, આવા લોકોનું પોતાનું સ્વાભિમાન હોતું નથી અને સાથે બીજા લોકોની નજરમાં કોઈ સન્માન પણ હોતું નથી.

ઉધાર લેવું

કહેવાય છે કે મનુષ્યએ પોતાની આવક અનુસાર જ પોતાની ઈચ્છા રાખવી જોઈએ. લોકો પોતાની ઈચ્છા પુરી કરવા માટે બીજા પાસે ઉધાર લે છે અને કરજ ચુકવી શકતા નથી. આવું કરવાથી તેઓ પોતાની સાથે-સાથે પોતાના પરિવારને પણ દુઃખ પહોંચાડે છે. જે મનુષ્ય કરજ લેવાથી બચે છે. તે ખુબ જ સુખી હોય છે.

પોતાનાં દેશમાં રહેવું

ઘણા કારણોથી લોકો પોતાનો દેશ છોડીને વિદેશમાં રહેવા લાગે છે. આવું કરવાનાં લીધે ભલે જે પણ હોય પરંતુ પોતાનાં દેશમાં રહેવાનું જે સુખ છે, તે ક્યાંય બીજે મળી શકતું નથી. આ સિવાય પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવાથી દોષ લાગે છે.

સ્વસ્થ રહેવું

હંમેશા સ્વસ્થ રહેવું મનુષ્ય જીવનનું સૌથી મોટું વરદાન હોય છે. જે મનુષ્ય બિમારીઓની ઘેરાયેલો રહે છે, તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બિમાર મનુષ્ય કોઈપણ કામ યોગ્ય રીતે કરી શકતો નથી. આવા મનુષ્યને શરીરની સાથે ધનનું પણ નુકસાન સહન કરવું પડે છે. વળી બિમાર વ્યક્તિને બીજા પર નિર્ભર રહીને જીવન જીવવું પડે છે. શરીરનો સાથ ના મળવા પર આવો વ્યક્તિ પોતાની ઇચ્છા પ્રમાણે કોઈ કામ કરી શકતો નથી.

સારી સંગત

એ વાત તો બધા જ લોકો જાણે છે કે ખરાબ લોકોની સંગતનું પરિણામ પણ ખરાબ જ આવે છે. જે મનુષ્ય દુષ્ટ અને હિંસક લોકોની સાથે મિત્રતા રાખે છે, તેને આગળ જઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલા માટે જેની મિત્રતા સારા લોકો સાથે હોય છે, તે ખુબ જ સુખી હોય છે.