મહાદેવનાં આ મંદિરમાં શિવલિંગની પુજા મનુષ્ય નહી પરંતુ નાગદેવતા કરે છે, આ મંદિરનાં દર્શન કરવાથી મનુષ્યની તમામ મનોકામના થાય છે પુરી

“સત્ય હી શિવ હૈ… શિવ હી સુંદર હૈ… દેવો કે દેવ મહાદેવ” નું હિન્દુ ધર્મમાં સર્વશ્રેષ્ઠ સ્થાન છે. શિવનાં અદ્ભુત રૂપનાં લીધે તેમને ઘણા નામથી જાણવામાં આવે છે. જેમકે નીલકંઠ, રુદ્ર, શંકર, મહાકાલ, મહેશ વગેરે. ભગવાન શિવ લાંબા સમયથી મનુષ્યનાં પાપ, દુઃખ-દર્દ દુર કરી રહ્યા છે. શિવ પોતાના સૌમ્ય અને રૌદ્ર રૂપ માટે ત્રણેય લોકમાં જાણીતા છે. કહેવામાં આવે છે કે જ્યારે-જ્યારે પૃથ્વી પર સંકટ આવ્યું છે તો ભગવાન શિવજી એ અલગ-અલગ અવતારમાં મનુષ્યની રક્ષા કરી છે અને આ જ ધાર્મિક માન્યતા હિન્દુ ધર્મમાં હજુ સુધી પ્રચલિત છે, એટલા માટે તેમની પુજા-અર્ચના ખુબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે.

૧૫ વર્ષથી નાગ કરી રહ્યા છે પુજા

ભગવાન શિવ ચારેય દિશામાં નિવાસ કરે છે. ભગવાન શિવની પુજા શિવલિંગ તથા મુર્તિ બન્ને રૂપમાં કરવામાં આવે છે. ભારતમાં મહાદેવનાં ઘણા પ્રાચીન શિવલિંગ છે, જે હવે ભવ્ય મંદિરમાં બદલાઇ ચુક્યા છે, જેની પુજા સવાર-સાંજ મંદિરોમાં મહંત-પંડિતો દ્વારા કરવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવા શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની પુજા કોઈ પંડિત નહી પરંતુ નાગ કરે છે. નાગ દ્વારા પુજા કરવાની આ પરંપરા લગભગ ૧૫ વર્ષોથી ચાલી રહી છે.

દર પાંચ કલાકે શિવજીની પુજા

આ અદભુત શિવલિંગ ઉત્તરપ્રદેશનાં આગ્રા સ્થિત સાલેમાવાદ નામનાં એક ગામમાં છે. જ્યાં એક નાગ ભગવાન શિવની પુજા ૫ વર્ષથી કરી રહ્યો છે. સ્થાનીય લોકો અનુસાર આ નાગ દરરોજ પાંચ કલાક અહી રોકાય છે અને ભગવાન શિવની પુજા કરે છે. ગામનાં લોકો માટે આ સામાન્ય ઘટના છે પરંતુ જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિ આ બધું પોતાની આંખોથી જુએ છે તો તે ખરેખર આશ્ચર્યચકિત રહી જાય છે. ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો પણ તેની પાછળ છુપાયેલા રહસ્યને સમજી શક્યા નથી.

આસ્થાનું કેન્દ્ર

આ પ્રાચીન શિવ મંદિર હિન્દુઓ માટે મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. શિવલિંગનાં દર્શન માટે દરરોજ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે અને જ્યારથી લોકોને નાગની શિવ ભક્તિ વિશે ખબર પડી છે ત્યારથી અહી પર્યટકોનું આવવાનું શરૂ થઈ ગયું છે. જોતજોતામાં સલેમાવાદ ગામ પોતાના અદભુત શિવ મંદિર માટે પ્રસિદ્ધ થઈ ગયું છે. જે લોકોને આ વાત પર વિશ્વાસ આવતો નથી તેઓ એકવાર શિવજીનાં આ મંદિર પર જઈને દર્શન જરૂર કરી લેવા.

પુરી થાય છે તમામ મનોકામના

સ્થાનીય લોકોનું માનવું છે કે અહી ભગવાન શિવજીની પુજા કરવાથી તમામ મનોકામનાઓ પુરી થાય છે એટલા માટે અહીં સવારથી જ પુજાપાઠ શરૂ થઈ જાય છે. આ મંદિર એટલું લોકપ્રિય થઇ ચુક્યું છે કે હવે તો દુરદુર થી શ્રદ્ધાળુઓ પુજા કરવા માટે આવે છે. પોતાની ઘણી બધી ઈચ્છાઓ તથા દુઃખ-દર્દ લઈને દરરોજ ઘણા લોકો અહીં આવે છે.

નાગ નો આવવાનો સમય

સ્થાનીય લોકોનું માનવું છે કે શિવજીની પુજા કરવા નાગ સવારે ૧૦ વાગ્યે આવે છે અને ૫ કલાક બાદ એટલે કે ૩ વાગ્યે ચાલ્યો જાય છે. ધ્યાન આપવાની વાત છે કે આ નાગ કોઈને નુકસાન પહોંચાડતો નથી. જેના લીધે શ્રદ્ધાળુઓને ભયની અનુભુતિ થતી નથી. નાગ ખુબ જ શાંત મુદ્રામાં શિવલિંગની પાસે બેસી રહે છે.

મંદિરના દ્વાર થઈ જાય છે બંધ

જે સમયે નાગ મંદિરમાં પ્રવેશ કરે છે તે સમયે મંદિરનાં દ્વારને બંધ કરવામાં આવે છે. આ દરમિયાન કોઈને પણ મંદિરમાં પ્રવેશની પરવાનગી હોતી નથી. જ્યારે નાગ ૫ કલાકની અવધિ પુરી કરી લે છે ત્યારબાદ જ લોકો માટે મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે. ત્યારબાદ ભક્તો ભગવાન શિવનાં દર્શન કરી શકે છે. નાગ દ્વારા ભગવાન શિવની પુજાને સ્થાનીય લોકો શ્રદ્ધાની નજરથી જુએ છે. કોઈપણ વ્યક્તિ નાગને છંછેડવાની કે મારવાની હિંમત કરતું નથી.

કેવી રીતે કરવો પ્રવેશ

ભગવાન શિવનું આ અદભુત મંદિર આગરા પાસે સ્થિત સાલેમાવાદ ગામમાં છે. ત્યાં સુધી તમે આગરાથી પ્રાઇવેટ ટેક્સી કે સ્થાનિય પરિવહનનો સહારો લઇ શકો છો. આગરા ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ ઐતિહાસિક શહેર છે. જ્યાં તમે રેલ્વે કે હવાઈ માર્ગથી પહોંચી શકો છો. અહીં નજીકનું એરપોર્ટ ખેરીયા એરપોર્ટ છે. રેલ્વે માર્ગ માટે તમે આગરા રેલવે સ્ટેશનનો સહારો લઇ શકો છો. તમે ઈચ્છો તો આગરા સડક માર્ગથી પણ પહોંચી શકો છો. દિલ્હી તથા ઉત્તર પ્રદેશનાં ઘણા મોટા શહેરમાંથી તમને આગરા માટે સરળતાથી બસ સેવા ઉપલબ્ધ થઈ જશે.