મહર્ષિ ભૃગુ ઋષિ એ ભગવાન શ્રી વિષ્ણુની છાતી પર મારી હતી લાત, જાણો બાદમાં ભગવાન શ્રી વિષ્ણુ એ શું કર્યું

Posted by

ધર્મગ્રંથો અનુસાર મહર્ષિ ભૃગુ બ્રહ્માજીનાં માનસ પુત્ર છે. તેમની પત્નિનું નામ ખ્યાતિ હતું, જે દક્ષની પુત્રી છે. મહર્ષિ ભૃગુ સપ્તર્ષિમંડળનાં એક ઋષિ છે. શ્રાવણ અને ભાદ્રપદમાં તે ભગવાન સુર્યનાં રથ પર સવાર રહે છે. એકવાર સરસ્વતી નદીનાં તટ પર ઋષિ-મુનિ એકત્રિત થઈને એ વિષય પર ચર્ચા કરી રહ્યા હતાં કે બ્રહ્માજી, શિવજી અને વિષ્ણુજમાં સૌથી મોટા અને શ્રેષ્ઠ કોણ છે. તેનો કોઈ નિષ્કર્ષ ના નીકળતો જોઈને તેમણે ત્રિદેવની પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો અને બ્રહ્માજીનાં માનસ પુત્ર મહર્ષિ ભૃગુને આ કાર્ય માટે નિયુક્ત કર્યા.

મહર્ષિ ભૃગુ સર્વપ્રથમ બ્રહ્માજી પાસે ગયા. તેમણે ના તો પ્રણામ કર્યા અને ના તો તેમની સ્તુતિ કરી. આ જોઈને બ્રહ્માજી ક્રોધિત થઈ ગયા. વધારે ક્રોધ કરવાનાં લીધે તેમનું મુખ લાલ થઈ ગયું પરંતુ બાદમાં એવું વિચાર્યું કે તે તેમનાં પુત્ર છે. તેમણે હૃદયમાં ઉઠેલા ક્રોધનાં આવેગને વિવેકબુદ્ધિમાં દબાવી દીધો. ત્યાંથી મહર્ષિ ભૃગુ કૈલાસ ગયા. દેવાધિદેવ ભગવાન મહાદેવે જોયું કે ભૃગુ ઋષિ આવી રહ્યા છે તો તેઓ પ્રસન્ન થઈને પોતાના આસન પરથી ઉઠી ગયા અને તેમને આલિંગન કરવા માટે હાથ ફેલાવી દીધા.

પરંતુ તેમની પરીક્ષા લેવા માટે મહર્ષિ ભૃગુ તેમનાં આલિંગનને અસ્વીકાર કરતા બોલ્યા, “મહાદેવ ! તમે હંમેશા વેદો અને ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. દુષ્ટ અને પાપીઓને તમે જે વરદાન આપો છો તેનાથી સૃષ્ટિ પર ભયંકર સંકટ આવી જાય છે એટલા માટે હું તમને આલિંગન ક્યારેય કરીશ નહિ. તેમની વાત સાંભળીને ભગવાન શીવને ક્રોધ આવ્યો. તેમણે જેવું જ ત્રિશુલ ઉઠાવીને તેમને મારવા માંગ્યું તેવા જ ભગવતી સતી એ તેમને સમજાવીને કોઇ પ્રકારે તેમનાં ક્રોધને શાંત કર્યો.

ત્યારબાદ મહર્ષિ ભૃગુ વૈકુંઠલોક ગયા. તે સમયે ભગવાન શ્રી વિષ્ણુ દેવી લક્ષ્મીજીનાં ખોળામાં માથું રાખીને સુતા હતાં. મહર્ષિ ભૃગુ ઋષિ એ જતા જ તેમની છાતી પર જોરથી લાત મારી. ભક્ત-વત્સલ ભગવાન શ્રી વિષ્ણુ તરત જ પોતાના આસન પરથી બેઠા થયા અને તેમને પ્રણામ કરતા તેમના ચરણ સહેલાવતા બોલ્યા, “ હે ભગવાન, તમારા પગ પર ઇજા તો નથી પહોંચી ને ?. કૃપયા આ આસન પર વિશ્રામ કરો. ભગવાન ! મને તમારા શુભ આગમનનું જ્ઞાન ના હતું એટલા માટે હું તમારું સ્વાગત ના કરી શક્યો. તમારા ચરણોનું સ્પર્શ તીર્થોને પ્રવિત્ર કરવા વાળું છે. તમારા ચરણોનાં સ્પર્શથી આજે હું ધન્ય થઇ ગયો.

ભગવાન વિષ્ણુનો આવો પ્રેમ વ્યવહાર જોઈને મહર્ષિ ભૃગુની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ત્યારબાદ તેઓ ઋષિમુનિઓ પાસે પરત ગયા અને બ્રહ્માજી, શિવજી અને વિષ્ણુજીનાં બધા અનુભવ વિસ્તારથી કહી જણાવ્યા. તેમનાં અનુભવ સાંભળીને બધા ઋષિ-મુનિઓ ઘણા આશ્ચર્યચકિત થયા અને તેમના બધાં સંદેહ દુર થઈ ગયા. ત્યારથી તેઓ ભગવાન શ્રી વિષ્ણુને સર્વશ્રેષ્ઠ માનીને તેમની પુજા-અર્ચના કરવા લાગ્યા.