રવિન્દ્ર જાડેજાને ઉંચકીને રડી પડ્યા મહેન્દ્રસિંહ ધોની, ધોનીને આ પહેલા તમે ક્યારેય રડતા નહિ જોયા હોય, તમે પણ જોઈ લો મેચની અંતિમ ક્ષણનો આ વિડીયો

Posted by

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ નો રોમાંચ ખતમ થઈ ગયો છે. ૨૯ મે ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં એમ.એસ. ધોનીની યલ્લો આર્મીનો પાંચ વિકેટે વિજય થયો હતો. તેની સાથે જ થાલા (CSK) ની ટીમ પાંચમી વખત આઇપીએલની ચેમ્પિયન બની હતી. સાથે જ આ અભિયાન જીત્યા બાદ આખી ટીમ ખુશીથી ઉછળ-કુદ કરતી જોવા મળી હતી.

આ દરમિયાન ધોનીએ રવિન્દ્ર જાડેજાને ઉંચકીને જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન કેપ્ટન ધોની ખુબ જ ભાવુક જોવા મળ્યો હતો. સંઘર્ષપુર્ણ મુકાબલા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) એ ગુજરાત ટાઇટન્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ૨૯ મે ના રોજ રમાયેલી ફાઇનલ મેચમાં એમ.એસ.ધોનીની યલ્લો આર્મીએ પાંચ વિકેટથી જીત મેળવી હતી.

CSK ની આ પાંચમી વખત હતી જ્યારે તેઓએ આઈપીએલનાં ટોચના સ્થાને પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. આ મેચમાં ચેન્નઈને ૧૦ રનની જરુર હતી ત્યારે રવિન્દ્ર જાડેજાએ આખરી ઓવરમાં પાંચમાં અને છઠ્ઠા બોલ પર છગ્ગા-ચોગ્ગા ફટકારીને ટીમની જીતની ઝલક દેખાડી હતી. ધોની ઉત્સાહિત થઈને મેદાન પર આવી ગયો હતો અને જાડેજાને ઉંચકીને પોતાની જીતની ઉજવણી કરી હતી.

ધોની આ દરમિયાન ભાવુક થઈને રડતો પણ જોવા મળ્યો હતો. ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફે જાડેજાને તેના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતાં અને ધોની ટીમને ભેટી પડ્યો હતો. આ જીતની ખુશી ચેન્નઈનાં ચાહકોની આંખોમાં પણ જોવા મળી હતી. આ મેચની શરૂઆતમાં ધોનીએ ટોસ જીતીને ગુજરાત ટાઇટન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

ગુજરાત ટાઇટન્સે ચેન્નઈને જીતવા ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં સાઇ સુદર્શન અને રિદ્ધિમાન સહાએ અડધી સદી ફટકારી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ ટાર્ગેટ તરફ આગળ વધતાં મેદાન પર ઉતરી હતી પણ વરસાદને કારણે મેચમાં મુશ્કેલી સર્જાઈ હતી. બાદમાં ચેન્નઈ ટીમને જીતવા માટે ૧૫ ઓવરમાં ૧૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો અને તેમણે છેલ્લા બોલ પર તેને હાંસલ પણ કરી લીધો હતો, જેનાં કારણે તેઓ ૫ વિકેટથી જીતી ગયા હતાં.