મહેન્દ્ર સિંહ ધોનીને લઈને આવ્યા સારા સમાચાર, એમ.એસ. ધોનીનાં ઘુંટણનું થયું સફળ ઓપરેશન, જાણો ક્યાં ડોક્ટરે કરી તેની સર્જરી, હોસ્પિટલમાંથી મળી ગઈ રજા

Posted by

પુર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઘુંટણની સર્જરી કરાવી છે. આઈપીએલ ૨૦૨૩ માં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ની કેપ્ટનશીપ કરતી વખતે ધોનીને ડાબા ઘુંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા બાદ પણ તે સતત રમી રહ્યા હતાં. તેની કેપ્ટનશિપમાં ટીમે ૫ મી વખત આઇપીએલ લીગ ટાઇટલ પણ જીત્યું હતું. ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ ૪૧ વર્ષીય ધોનીએ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) હોસ્પિટલ અને સુત્રોએ ક્રિકબઝને જણાવ્યું છે કે ઓપરેશન સ્વસ્થ રીતે થઈ ગયું છે અને ભુતપુર્વ ભારતીય કેપ્ટન સંપુર્ણપણે ફિટ છે. રજા આપતા પહેલા તે થોડા વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રહેશે. સીએસકેનાં સીઈઓ કાશી વિશ્વનાથે ખુલાસો કર્યો હતો કે ગુરુવારે સવારે સર્જરી બાદ તેણે ધોની સાથે વાત કરી હતી. સીએસકેના એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, ઓપરેશન પછી મેં તેની સાથે વાત કરી હતી.

શસ્ત્રક્રિયા શું છે તે હું સમજાવી શકતો નથી પરંતુ અમને કહેવામાં આવ્યું છે કે તે કીહોલ સર્જરી છે. અમારી વાતચીતમાં તેની તબિયત સારી લાગતી હતી. સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દિનશા પારડીવાલાએ ધોનીની સર્જરી કરી છે. આ પહેલા તેણે ભારતીય ટીમના વિકેટકીપર રિષભ પંતનું પણ ઓપરેશન કર્યું હતું. કાર અકસ્માતમાં પંતને ઘુંટણમાં ઈજા થઈ હતી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ધોનીની સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ધોનીની પત્નિ સાક્ષી તેની સાથે હતી.

ગઈકાલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મહેન્દ્ર સિંહ ધોનીને સંપુર્ણ ફિટ થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. હકિકતમાં ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમે છે. ફાઇનલ જીત્યા બાદ તેણે કહ્યું હતું કે, તે આગામી સિઝનમાં રમવા માટે પણ પોતાનાં શ્રેષ્ઠ પ્રયાસ કરશે. એમ.એસ. ધોનીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેને ફિટ થવામાં લગભગ ૨ મહિનાનો સમય લાગશે. હકિકતમાં ૫ મી વખત આઈપીએલ ચેમ્પિયન બન્યા બાદ તરત જ ધોનીએ ઘુંટણની સર્જરી કરાવી હતી.

તે આખી ટુર્નામેન્ટમાં ઘુંટણનાં દુખાવાથી પરેશાન હતાં. ધોની ઘુંટણની કેપ પહેરીને મેદાન પર આવ્યા હતાં અને તેણે ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ફાઇનલમાં ચેન્નઇએ ગુજરાતને હરાવ્યું હતું. ત્યારબાદ જ્યારે આખી ટીમ જીતની ઉજવણી કરી રહી હતી તો બીજી તરફ ધોની પોતાના પરિવાર સાથે મુંબઈ પહોંચી ગયો હતો, જ્યાં તેના ઘુંટણની સર્જરી કરવામાં આવી હતી. ધોનીનું ઓપરેશન સફળ રહ્યું હતું. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતાં કે સર્જરી બાદ તેણે બે દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. હવે સમાચાર આવી રહ્યા છે કે તેમને મોડી સાંજે રજા આપવામાં આવી છે. ક્રિકબઝ અનુસાર ધોનીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.