મહિલાનાં શરીરમાં ઘુસી ગયું મોર્ડન ભુત, તાંત્રિક સાથે કરી ખુબ જ મજેદાર વાતો, વિડીયો જોઈને તમે પણ લોટપોટ થઇ જશો

Posted by

ભુત, ચુડેલ, આત્મા જેવી ચીજો હકિકતમાં હોય છે કે નહી તેના પર એક લાંબી દલીલ ચાલી શકે છે. અમુક લોકો આ ચીજો પર વિશ્વાસ કરે છે તો અમુક લોકો તેને બિનજરૂરી વાતો જણાવે છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે તેમના શરીર પર કોઈ ભુત-પ્રેત એ કબજો કરેલ છે. આ ભુત-પ્રેતને દુર કરવા માટે તેઓ તાંત્રિક પાસે પણ જાય છે. ગામડામાં આવી ચીજો ખુબ જ વધારે હોય છે.

આજનાં સોશિયલ મીડિયાનાં જમાનામાં ભુત-પ્રેત ભગાડવા વાળા તાંત્રિકનાં વિડીયો પણ ખુબ જ વાયરલ થાય છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ તાંત્રિક, કોઈ મહિલા કે પુરુષનાં શરીર માંથી ભુત ભગાવે છે તો તેને જોવા વાળા ગંભીર થઇ જાય છે પરંતુ આજે અમે તમને એક એવો વિડિયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે પોતાનું હસવાનું રોકી શકશો નહી.

આ વીડિયોમાં એક તાંત્રિક મહિલાની અંદર છુપાયેલા ભુતને ભગાડવાની કોશિશ કરે છે. જોકે મહિલા તાંત્રિકને જે રીતની વાતો કરે છે, તેને સાંભળીને ખુબ જ હસવું આવે છે. મહિલાની અંદરનું ભુત તાંત્રિકને જણાવે છે કે, “તે એ વાતથી નારાજ છે કે કોઈ તેના વિડીયો પર કોમેન્ટ કરી રહ્યું નથી”. તેવામાં તાંત્રિક તેને પુછે છે કે, “કોણ તેના વિડીયો  પર કોમેન્ટ કરતું નથી?”. તેના પર મહિલાનું ભુત કહે છે કે, “પુજા સેની”.

આ જવાબ સાંભળીને તાંત્રિક પુજાને કોમેન્ટ કરવા માટે આભાર વ્યક્ત કરે છે. તાંત્રિકની આ વાત સાંભળીને મહિલા ખુબ જ વધારે ગુસ્સે થવા લાગે છે. તે જોર-જોરથી બુમો પાડવા લાગે છે અને કહે છે કે, “તેણે રાત્રે બધી જ તસ્વીરો લાઇક કરી છે. પુજા વગર જોયે જ  બધા વિડીયો લાઈક કરે છે અને કહે છે કે પહેલા લાઇક કરશે ત્યારબાદ તે વિડીયો જોશે”. મહિલાની આ વાત સાંભળીને જોવા વાળા પોતાનું હસવાનું કંટ્રોલ કરી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે, તેને લઈને હાલમાં કોઇ જાણકારી નથી. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામનાં એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. થોડા જ સેકન્ડનો આ વિડીયો લોકોને ખુબ જ હસાવી રહ્યો છે. લોકો વિડીયો પર દિલચસ્પ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ મોર્ડન ભુત છે”. વળી બીજા યુઝરે લખ્યું કે, “આજકાલનાં ભુત સોશિયલ મીડિયા પણ ચલાવે છે કે શું ?”. એક બીજી કોમેન્ટ આવે છે કે, “સોશિયલ મીડિયાનો નશો જ કંઈક એવો હોય છે કે ભુત પણ તેનાથી બચી શકતા નથી”. અન્ય એક વ્યક્તિ કોમેન્ટ કરે છે કે, “આ તાંત્રિકનો દરબાર છે કે ધ કપિલ શર્મા શો”.