મહિલાઓની આ ભૂલોના લીધે ઘરમાં રહે છે અશાંતિ, માં લક્ષ્મી પણ રિસાઇને ચાલ્યા જાય છે

Posted by

કોઈપણ ઘરની ઉન્નતિમાં મહિલાઓનું મહત્વનું યોગદાન હોય છે. જો ઘરની મહિલા સારી હોય તો ઘર નરકમાંથી સ્વર્ગ પણ બની શકે છે. ધર્મ શાસ્ત્રોમાં તો મહિલાઓની તુલના માં લક્ષ્મી સાથે પણ કરવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીનું આવવું કે જવું અમુક ખાસ ચીજો પર નિર્ભર કરે છે. જો મહિલાઓથી અજાણતા કોઈ ભૂલ થઈ જાય છે તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરની પ્રગતિમાં અડચણ ઉત્પન્ન થઇ શકે છે. તેવામાં મહિલાઓએ આવી ખાસ ભુલો કરવાથી બચવું જોઈએ.

સાફ સફાઇ ના કરવી

ખૂણામાં ધૂળ જમા થવી, કરોળિયાના જાળા બનવા, દરરોજ યોગ્ય રીતે સાફ સફાઇ ના કરવી આ બધી ચીજો નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. તેનાથી ઘરની પ્રગતિમાં અડચણ ઉત્પન્ન થઇ શકે છે. ઘરમાં પણ અશાંતિ રહે છે.

સ્નાન કર્યા વગર કિચનમાં આવવું

કિચનમાં પણ માં અન્નપૂર્ણા દેવી નિવાસ કરે છે તેથી કિચનને પણ મંદિર સમાન માનવામાં આવે છે. તેવામાં જો મહિલાઓ કિચનમાં સ્નાન કર્યા વગર પ્રવેશ કરે છે તો માં અન્નપૂર્ણા દેવી નારાજ થઈ જાય છે અને ઘરની બરકત ચાલી જાય છે. તેથી હંમેશા સ્ત્રીઓએ સ્નાન કરીને જ ભોજન બનાવવું જોઈએ.

સૂર્યાસ્ત પછી સાફ-સફાઈ કરવી

સૂર્યાસ્ત સમયે ઘરમાં માં લક્ષ્મી વિરાજિત હોય છે. તેવામાં આ સમયે ઘરમાં સાફ-સફાઈ કરવી યોગ્ય હોતી નથી. તેનાથી ધનની ખોટ પડે છે. તેમ છતાં પણ જો તમારે કોઈ કારણવશ સાફ-સફાઈ કરવી પડે તો કચરો બહાર ફેંકવો નહી.

વાળના ગુચ્છા ઘરમાં ફેકવા

સ્ત્રીઓ ઘણીવાર વાળને કંધી કર્યા બાદ વાળનો ગુચ્છો જ્યાં ત્યાં ફેંકી દેતી હોય છે. મહિલાઓની આ આદત ખૂબ જ ખરાબ હોય છે. તેનાથી ધનની ખોટ પડે છે. પૈસાનું નુકસાન થવા લાગે છે. તેથી વાળના ગુચ્છાને હંમેશા કચરાપેટીમાં જ ફેંકવા જોઈએ.

સવાર-સાંજ દીવો ના પ્રગટાવવો

જે મહિલાઓ સવાર અને સાંજે ઘરમાં દીવો પ્રગટાવતી નથી ત્યાં ઈશ્વર નિવાસ કરતા નથી અને તે જગ્યાએ નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવા લાગે છે. જ્યારે દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા વધારે હોય છે.

ગેસ અને કિચનનું પ્લેટફોર્મ ગંદુ છોડી દેવું

જ્યારે પણ તમે રસોઈ બનાવો છો તો ગેસનો ચૂલો અને કિચનનું પ્લેટફોર્મ તમારે ખૂબ જ સારી રીતે સાફ કરવું જોઈએ. જો ત્યાં ગંદકી રહે છે તો ઘરમાં બરકત ઓછી થવા લાગે છે. તેનાથી ઘરની સુખ-શાંતિ પણ ભંગ થાય છે. આ સિવાય રાતે એઠ્ઠા વાસણો પણ છોડવા જોઈએ નહી. તેને પણ સાફ કરીને રાખવા જોઈએ.

ઉપર જણાવવામાં આવેલી ભૂલો જો તમે કરતા નથી તો તમારા ઘરની પ્રગતિ નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *