મકર રાશિ ૨૦૨૧ : જાણો મકર રાશિનાં જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ ૨૦૨૧

Posted by

રાશિચક્રમાં મકર રાશિ દસમા નંબર પર આવે છે અને આ રાશિનું ચિન્હ મગરમચ્છ છે અને તેના સ્વામી શનિ છે. મકર રાશિના જાતકો ગંભીર વ્યક્તિત્વના હોય છે અને તેમનામાં અહંકાર હોતો નથી. તેમનો આત્મવિશ્વાસ જ તેમની સૌથી મોટી તાકાત હોય છે. મકર રાશિ વાળા લોકો ખૂબ જ પ્રામાણિક, સજાગ અને વિશ્વસનીય હોય છે. તે સન્માન અને સફળતા પ્રાપ્ત કરવા માટે સતત કાર્ય કરતા રહે છે. તેમને હરવું-ફરવું ખૂબ જ પસંદ હોય છે અને તે દરેક યાત્રાનો આનંદ ઉઠાવે છે. તેમનો સ્વભાવ થોડો ગંભીર હોય છે. આ જ કારણ છે કે તે સરળતાથી કોઈ અજાણ્યા લોકોને પોતાના મિત્ર બનાવતા નથી. આ લોકો ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે અને તેમને યોજનાબદ્ધ રીતે કામ કરવું પસંદ હોય છે. મકર રાશિની યુવતીઓ નૃત્યની શોખીન હોય છે અને ઘરના કાર્યોના વિષયમાં ચિંતા કરતી નથી. જો તમારી રાશિ મકર છે અને તમારા મનમાં એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧માં તમારું આર્થિક, પારિવારિક, સ્વાસ્થય, કરિયર અને પ્રેમજીવન કેવું રહેશે ? તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત મકર રાશિ ૨૦૨૧ તમારા બધા જ સવાલોના જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

નવા વર્ષમાં તમને ઓછી મહેનતમાં પણ ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. ૨૦૨૧માં તમારો વ્યવસાય પણ ખૂબ જ સારી રીતે ચાલશે અને સાથે સાથે ધન લાભ પણ થશે. મે અને જૂન ના મહિનાની વચ્ચે વધારે ધન ખર્ચ થઈ શકે છે. તમારી અમુક યોજનાઓ પણ સફળ રહેશે. નોકરીયાત લોકો કંઈક નવું કરવા વિશે પ્રયત્ન કરતા રહેશે. વર્ષના બીજા ભાગમાં પ્રગતિ થવાની પ્રબળ સંભાવના નજર આવી રહી છે. આ વર્ષે મકર રાશિવાળા જાતકોને આગળ વધવાના ઘણા અવસર પ્રાપ્ત થશે. વ્યવસાયમાં તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

સ્વાસ્થ્ય

નવા વર્ષમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ઉતાર-ચઢાવ પણ જળવાઈ રહેશે. નવેમ્બર અને ડિસેમ્બરનાં મહિનાની વચ્ચે પાચનક્રિયા સંબંધિત કોઇ બિમારી તમને પરેશાન કરી શકે છે. ઊંઘ ના આવવાના કારણે પણ પરેશાન રહી શકો છો. ખાણીપીણી પર સંયમ રાખવું નહીતર પેટ સંબંધિત રોગ થવાની સંભાવના રહેલી છે. બિનજરૂરી યાત્રાઓ કરવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે નહી. હાઇબ્લડ પ્રેશરની સમસ્યાઓ પણ થઈ શકે છે. ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે વડીલોને સાંધાઓમાં દુખાવો અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.

પારિવારિક જીવન

પારિવારિક મામલાઓ માટે ૨૦૨૧ મકર રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. જોકે વર્ષના પ્રથમ ભાગમાં અમુક વિપરીત પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડી શકે છે. વર્ષની શરૂઆતમાં તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. પત્નિની સાથે તકરાર થઇ શકે છે. ઘરમાં અમુક વાતોને લઈને પરિવારનાં લોકોની વચ્ચે ઝઘડાઓ પણ થઈ શકે છે પરંતુ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પરિવારમાં શાંતિનું વાતાવરણ બની જશે.

પ્રેમજીવન

રિલેશનશિપમાં રહેનાર કપલ એ આ વર્ષમાં રોમેન્ટિક સમય પસાર કરવાનો અવસર મળશે. તમારે પોતાના પાર્ટનરની સાથે સંયમ રાખવું. લવ લાઇફમાં પ્રેમીની સાથે કોઈપણ પ્રકારની જબરદસ્તી કરવી નહી. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે તમારા વૈવાહિક જીવનમાં મંગલ પ્રસંગ થઈ શકે છે. પ્રેમસંબંધમાં સફળતા મળશે. પોતાની સમસ્યાઓ પાર્ટનર પર લાદવી નહી. પોતાના સ્વભાવ અને વ્યવહાર પર કંટ્રોલ કરવું. એકંદરે લવ લાઈફ માટે વર્ષ ૨૦૨૧ સામાન્ય રહેશે. જોકે થોડી પરેશાની પણ રહી શકે છે.

કરિયર

આ વર્ષે રોકાણ, નોકરી અને યાત્રા અનુકૂળ રહેશે. કરીયરને લઈને સાવધાન રહેવું. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવવું નહી. વ્યવસાયમાં વિરોધીઓ તમને નીચા બતાવવાની કોશિશ કરશે. નોકરી અને વ્યવસાયમાં તમને ભરપૂર લાભ થઈ શકે છે. આ વર્ષે તમે પોતાના વ્યવસાયમાં વધારો કરી શકો છો. આસપાસના લોકો તરફથી તમને વ્યવસાયમાં મદદ મળી શકે છે. અમુક વિદ્યાર્થીઓ ઉતાવળમાં ખોટો નિર્ણય લઈ શકે છે પરંતુ વિદ્યાર્થીઓને મોટાભાગની બાબતોમાં સફળતા મળશે. કરિયરમાં તમને નવા અવસર પ્રાપ્ત થશે.

વૈદિક ઉપાય

ગુરુવારના દિવસે ઓમ નમો: ભગવતે શ્રી વિષ્ણુ રૂપાય નમઃ મંત્રનો જાપ કરવો, તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. કાંડા પર લાલ રંગનો દોરો પહેરવાથી નકારાત્મક શક્તિઓ હાવી થતી નથી. ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે પિત્તળના વાસણમાં ઘી માં પલાળેલું કપૂર પ્રગટાવો.

શુભ મહિનો અને શુભ રંગ

વર્ષ ૨૦૨૧માં મકર રાશિના જાતકો માટે જાન્યુઆરી, મે અને ઓક્ટોબરનો મહિનો શુભ રહેશે. તમે આ મહિનાઓમાં કોઈ મોટું કામ કરી શકો છો. રંગમાં તમારા માટે સફેદ અને વાદળી રંગ લકી સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *