મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. મકરસંક્રાંતિનાં તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ વખતે ગ્રહોનાં વિશેષ સંયોગનાં કારણે મકરસંક્રાંતિનો તહેવાર વિશેષ બનવા જઈ રહ્યો છે. પંચાંગ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિનો તહેવાર ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ નાં રોજ ઉજવવામાં આવશે. વર્ષ દરમિયાન લોકો મકરસંક્રાંતિનાં આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની સાથે સાથે પૂજા અને દાનનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે
મકરસંક્રાંતિ ક્યારે છે
જ્યોતિષ ગણતરીઓ મુજબ જયારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ આખી પ્રક્રિયાને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. મકર રાશિમાં સૂર્ય પ્રવેશનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સૂર્ય ભગવાન મકરસંક્રાંતિનાં દિવસે ઉત્તરાયણ હોય છે. તેને સૂર્યનું રાશિ પરિવર્તન પણ કહેવામાં આવે છે.
આ વખતે મકરસંક્રાંતિ કેમ વિશેષ છે
આ વખતે મકરસંક્રાંતિ ઘણી રીતે વિશેષ છે. આ વર્ષે ગુરુવારે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. દેવગુરુ બૃહસ્પતિ મકર રાશિમાં જ બિરાજમાન રહેશે તેથી તે એક વિશેષ યોગ બની રહ્યો છે.
મકરસંક્રાંતિ પર ૫ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે
આ વખતે મકરસંક્રાંતિ પર ૫ ગ્રહોનો સંયોગ બનવા જઈ રહ્યો છે. મકરસંક્રાંતિનાં શુભ પ્રસંગે મકર રાશિમાં ૫ ગ્રહો એકસાથે રહેશે. મકરસંક્રાંતિ પર મકર રાશિમાં સૂર્ય, શનિ, ગુરુ, બુધ અને ચંદ્રનું ગોચર રહેશે.
મકરસંક્રાંતિનો શુભ સમય
૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાન સવારે ૮.૨૦ વાગ્યે ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. પંચાંગ મુજબ મકરસંક્રાંતિનો શુભ સમય સૂર્યાસ્ત સુધી રહેશે.
મકરસંક્રાંતિ પર સૂર્યોદયનો સમય
પંચાંગ મુજબ મકરસંક્રાંતિ પર સૂર્યોદય સવારે ૭ કલાક ૧૫ મિનિટ અને ૧૩ સેકન્ડે થશે. તે જ રીતે સૂર્ય ભગવાન સાંજે ૫:૪૫ કલાકે અસ્ત થશે. મકરસંક્રાંતિ પર શુભ સમય ૯ કલાકથી વધુનો રહેશે.
મકરસંક્રાંતિનાં દિવસે શું કરવું
મકરસંક્રાંતિનાં દિવસે સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં સ્નાન કરો. જો પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ના હોય તો પછી ગંગાજળનાં થોડાંક ટીપાં પાણીમાં નાખીને સ્નાન કરો. આ પછી પૂજા કરો અને ઉગતા સૂર્યને ત્રણ વખત જળ અર્પણ કરો. દાનનું પણ આ દિવસે ખૂબ જ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરો.