મકરસંક્રાંતિ પર આ ૨ રાશિઓની ખુલી જશે કિસ્મત, ક્યાંક તમારી રાશિ તો નથી ને સામેલ

વર્ષ ૨૦૨૧માં સૂર્ય પહેલીવાર ગોચર કરશે. ૧૪ જાન્યુઆરીનાં રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનની આ ઘટનાને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર વર્ષ ૨૦૨૧માં મકરસંક્રાંતિ ૨ રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે. તો ચાલો જાણી લઈએ ક્યાં રાશિના જાતકોને મકરસંક્રાતિનો વધારે લાભ મળશે.

મેષ રાશિ

આ વર્ષે મકરસંક્રાંતિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ સારી રહેશે. કાર્યક્ષેત્રમાં સારા પ્રદર્શનથી તમારા સિનિયર અધિકારીઓ ખુશ રહેશે. કોઈ નવી પરિયોજના પર કામ શરૂ કરી શકો છો. જો નોકરી બદલવા વિશે વિચાર કરી રહ્યા હોય તો તમારા માટે સારો સમય છે. આ દરમિયાન સૂર્યનું શનિથી યુતી થશે, તેવામાં તમારે પોતાના પિતા સાથે વિચારો બાબતે તકરાર થઇ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને આ વખતે મકરસંક્રાંતિમાં મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. પોતાની માતાનાં સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે. પ્રેમી જાતકોને પોતાના પાર્ટનરની સાથે વિવાદ થઈ શકે છે. અમુક મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો કે વ્યવસાય અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ યાત્રાથી તમને ફાયદો મળશે. વધારે ધન ખર્ચ થશે, તેવામાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ

આ રાશિથી અષ્ટમ ભાવમાં સૂર્યનું ગોચર થશે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. આ દરમિયાન તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે, તેનાથી તમારા સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું રહેશે. જે જાતકો પરણીત છે, તેમને સાસરીયા પક્ષ તરફથી મદદ મળવાની સંભાવના રહેલી છે.

કર્ક રાશિ

સૂર્યનું કર્ક રાશિથી સપ્તમ ભાવમાં ગોચર થઈ રહ્યું છે. તેનાથી તમારા જીવનની સમસ્યાઓમાં વધારો થશે. જો તમે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હોય તો હજુ તમારે થોડી વધારે લાંબી રાહ જોવી પડી શકે છે. ખર્ચાઓમાં વધારો થશે, જો કે કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થવાના અણસાર છે.

સિંહ રાશિ

આ રાશીના સ્વયં સૂર્ય છે. આ રાશિથી ષષ્ઠમ ભાવમાં સૂર્યનું ગોચર થશે. વિદ્યાર્થીઓ માટે સૌથી સારો સમય રહેશે. ધનની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં પ્રશંસા અને પ્રગતિ મળશે વળી વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને પણ લાભ મળશે.

કન્યા રાશિ

સૂર્યના આ ગોચરથી કન્યા રાશિના જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થશે. બિનજરૂરી યાત્રા કરવી નહી. નોકરી અને ભવિષ્યની ચિંતાઓથી તમે પરેશાન રહી શકો છો. સંતાનનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, જેના લીધે તમારા માનસિક તણાવમાં વધારો થશે. જોકે તમારા પાર્ટનરને કોઈ મોટા પુરસ્કારની પ્રાપ્તિ થઇ શકે છે.

તુલા રાશિ

હાલના સમયમાં સૂર્ય આ રાશિમાંથી ચતુર્થ ભાવમાં ગોચર કરશે તેનાથી તમારા માતા નાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. જોકે આર્થિક બાબતોમાં અમુક ચીજો સુધરશે. ઘરે મહેમાનોનું આગમન થઇ શકે છે. આ દરમિયાન તમે જમીન ખરીદી કે વહેંચી શકો છો. ગોચર કાળમાં સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

વૃશ્ચિક રાશિ

મકરસંક્રાંતિ એટલે કે વૃશ્ચિક રાશિથી સૂર્ય ત્રીજા ભાવમાં રહેશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું તમને સારું ફળ પ્રાપ્ત થશે. જોકે તમારા શત્રુઓ આ દરમિયાન સક્રિય થઇ શકે છે પરંતુ સતર્ક રહેશો તો તમે પોતાના શત્રુઓને પરાજિત કરવામાં સફળ રહેશો. દૂરની યાત્રા કરવાથી બચવું પડશે. ગોચર કાળમાં તમને અંગત લોકોનો સહયોગ મળશે.

ધન રાશિ

આ રાશિમાંથી દ્વિતિય ભાવમાં સૂર્યનું ગોચર થશે. આર્થિક દ્રષ્ટિથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે કારણકે તમારી રાશિમાં ધન યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જોકે આ દરમિયાન ખર્ચાઓમાં વધારો પણ થઈ શકે છે તેવામાં તમારા માટે રોકાણ કરવું અતિ લાભદાયક સાબિત થશે.

મકર રાશિ

સૂર્યનું ગોચર મકર રાશિમાં જ થવા જઈ રહ્યું છે, તેવામાં તમારા માટે સૂર્યનું આ પરિવર્તન ખૂબ જ ખાસ રહેશે. તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ અમુક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે આ દરમિયાન નોકરી બદલવાનો કઠિન નિર્ણય પણ લઈ શકો છો. જો કે વ્યવસાયમાં સક્રિય જાતકો માટે આ ગોચર ખૂબ જ શુભ રહેશે. વિદ્યાર્થીઓનાં પ્રદર્શનમાં પણ સુધારો આવશે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જે કોઈ નવા કોર્સ, વિષય કે અધ્યયનની શરૂઆત કરવા માંગે છે. આવા લોકો માટે ગોચરનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિમાંથી આ ગોચર ૧૨માં ભાવમાં થવા જઈ રહ્યું છે. ૧૨મો ભાવ ખર્ચાનો ભાવ હોય છે, તેવામાં તમારા ખર્ચા વધી શકે છે સાથે જ અમુક પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હોય તો હાલમાં તો તમારે આ યોજનાને થોડા દિવસો માટે મુલત્વી રાખવી. ગોચર કાળ દરમિયાન તમારે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે કોઈપણ પ્રકારની ગતિવિધિઓ અને કાયદાકીય બાબતોનું ઉલ્લંઘન ના કરવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને લઈને ગંભીર રહેવું પડશે.

મીન રાશિ

એકાદશ ભાવમાં સૂર્યનું ગોચર તમારા માટે શુભ ફળદાયી રહેશે. તમને આ દરમિયાન સફળતા મળશે. સાથે જ વેપારી વર્ગના લોકો માટે હાલમાં નફાનો સમય રહેશે. તમારા અધુરા રહેલા કાર્યો પૂર્ણ થશે અને કાર્યક્ષેત્રમાં લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારી પ્રશંસા કરવામાં આવશે. મીન રાશિમાં અન્ય ગ્રહો પણ રહેલા છે, જેના લીધે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે તેથી તમારી આવકમાં પણ વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં મકરસંક્રાંતિ રાશિફળ ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.