મકરસંક્રાંતિ પર આ ૬ માંથી કોઈ એક ચીજ કરો દાન, ઘરમાં ક્યારેય નહી રહે પૈસાની કમી

આ વર્ષે ૧૪ જાન્યુઆરીનાં રોજ સંપૂર્ણ દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ જ કારણ છે કે આ દિવસને મકરસંક્રાંતિ નામ આપવામાં આવ્યું છે. જોકે મકરસંક્રાંતિ પર સૂર્ય દેવતાઓની દિશા એટલે કે ઉત્તર દિશાની તરફ ભ્રમણ કરે છે તો દેવલોકનાં દરવાજા ખુલી જાય છે. આ દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થઈ જાય છે. તેવામાં આ દિવસે દાન-પુણ્ય કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિ પર તમે જેટલું દાન કરો છો, ભગવાન તમને તેનાથી ૧૦૦ ગણું પરત કરે છે. તેવામાં આ દિવસે અમુક વિશેષ ચીજોનું દાન કરવાનું પોતાનું અલગ મહત્વ હોય છે, તેથી મકરસંક્રાંતિ પર આ ચીજોનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ.

તલનું દાન

મકરસંક્રાંતિ પર તલનું ખૂબ જ મહત્વ હોય છે. અમુક લોકો તેને તલ સંક્રાંતિ પણ કહે છે. આ દિવસે તલનું દાન કરતાં ભગવાન વિષ્ણુ, સૂર્ય અને શનિ દેવની તલથી પૂજા પણ થાય છે. આ દિવસે બ્રાહ્મણોને તલથી બનાવેલી ચીજો દાન કરવી શુભ હોય છે. તેનાથી શનિદોષ ખતમ થાય છે. હકીકતમાં શનિ દેવતાએ પોતાના ક્રોધિત પિતા સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલથી તેમની પૂજા કરી હતી. તેથી સૂર્યદેવે તેમને વરદાન આપ્યું હતું કે જ્યારે પણ તે મકર રાશિમાં પ્રવેશ કરશે તો તલથી તેમની પૂજા કરનાર અને દાન કરનાર લોકોથી પ્રસન્ન થશે.

ધાબળાનું દાન

મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવાથી રાહુનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

ગોળનું દાન

શનિવારના દિવસે ગોળનું દાન કરવાથી શનિ, ગુરુ અને સૂર્યના દોષ સમાપ્ત થઈ જાય છે, તેથી આ દિવસે ગોળના લાડુનું અથવા મમરાનાં લાડુનું દાન કરી શકાય છે. આ દિવસે તમારે પણ ગોળ ખાવો જોઈએ.

ખીચડીનું દાન

મકરસંક્રાંતિ પર ચોખા કે અડદની કાળી દાળને ખીચડીનાં રૂપમાં દાન કરવું શુભ હોય છે. અડદનો સંબંધ શનિદેવ સાથે હોય છે તેથી તેનું દાન કરવાથી શનિ દોષ સમાપ્ત થાય છે, વળી ચોખાનું દાન કરવાથી અક્ષય ફળ મળે છે.

કપડાનું દાન

મકરસંક્રાંતિ પર નવા કપડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે તમારે કોઈને જુના કે ફાટેલા કપડાં દાન કરવા ના જોઈએ. આ દિવસે તમે કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને નવા કપડાનું દાન કરી શકો છો.

દેશી ઘી નું દાન

શાસ્ત્રોમાં ઘી નો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે માનવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ પણ ગુરુવારનાં દિવસે આવી રહી છે, તેથી આ દિવસે ઘીનું દાન કરવાથી કરિયરમાં લાભ અને ભૌતિક સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. વળી મોક્ષને પણ પ્રાપ્ત કરી શકાય છે.