મલાઈકાએ અર્જુન કપૂરને લઈને તોડ્યું મૌન, કહ્યું યુવતીઓ પોતાનાથી નાની ઉંમરના યુવકો સાથે લગ્ન કરે છે તો…

Posted by

એક જૂની કહેવત છે કે, “પ્રેમ ના તો રંગ જુએ છે કે ના તો ઉંમરનો ભેદ જુએ છે”. પ્રેમ દુનિયાની સૌથી સારી ફિલિંગ્સ છે અને તે કોઈપણ વ્યક્તિ માટે ક્યારેય પણ પેદા થઈ શકે છે. આમ તો ભારતમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે કે લગ્ન કરવા માટે યુવકો મોટા અને યુવતીઓ નાની હોવી જોઈએ. પરંતુ આજે યુવતીઓ પોતાનાથી નાના યુવકોને પોતાનો લાઈફ પાર્ટનર બનાવવાનું પસંદ કરે છે. જોકે મોટી ઉંમરની યુવતીઓ માટે પોતાનાથી નાની ઉંમરના યુવક સાથે ઘર વસાવવું અને જીવન પસાર કરવું સરળ હોતું નથી.

ભારતમાં જ્યારે યુવતીઓ પોતાનાથી નાની ઉંમરના યુવકો સાથે લગ્ન કરે છે કે રિલેશનશિપમાં રહે છે તો તેમણે સમાજના ટોણા સાંભળવા પડે છે. હાલના દિવસોમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ આ વાતનું ચલણ વધી ગયું છે. મલાઈકા અરોડાનું નામ ટોપ પર સામેલ છે, જે હાલનાં દિવસોમાં પોતાનાથી નાની ઉંમરના અર્જૂન કપુર સાથે રિલેશનશિપમાં રહે છે અને આ જ કારણથી તેમને દરરોજ સોશિયલ મીડિયા પર ટોણા સાંભળવા પડે છે. આ વિશે મલાઈકાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલીને પોતાના વિચારો સામે રાખ્યા હતાં. ચાલો જાણી લઈએ આખરે તેમણે શું કહ્યું હતું.

સંબંધમાં ના જોવું જોઈએ ઉંમરનું અંતર

એક લીડિંગ એન્ટરટેઇન્મેન્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ ઉંમરના અંતરને લઈને કહ્યું હતું કે જ્યારે કોઈની સાથે તમે સંબંધમાં હોવ છો તો તમારે ઉંમરનું અંતર ના જોવું જોઈએ, પરંતુ આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં માણસ બદલતા સમયની સાથે પ્રગતિ કરવાની મનાઈ કરી દે છે. મલાઈકા કહે છે કે જ્યારે જ્યારે મોટી ઉંમરનું કોઈ વ્યક્તિ કોઈ નાની યુવતી સાથે રોમાન્સ કરે છે તો સોશિયલ મીડિયાથી લઈને મેનસ્ટ્રીમ મીડિયા સુધી દરેક જગ્યાએ છવાયેલ રહે છે, વળી જો કોઈ મોટી ઉંમરની યુવતી પોતાનાથી નાની ઉંમરના યુવકની સાથે સંબંધમાં આવે છે તો તેને ડેસ્પેરેટ કહીને મેણા-ટોણા મારવામાં આવે છે.

બદલવી પડશે સમાજની વિચારસરણી

મલાઈકા કહે છે કે જો અમુક લોકોને એવું લાગે છે કે મોટી ઉંમરની યુવતીઓ પોતાનાથી નાની ઉંમરના યુવકોને સાથે તાલમેલ યોગ્ય રીતે બેસાડી નહી શકે તો તેમનું આવું વિચારવું ખોટું છે કારણકે સંબંધને નિભાવવા માટે ઉંમર નહી પણ સમજણની જરૂરિયાત હોય છે. તે કહે છે કે પ્રેમ કરવો સરળ છે પરંતુ તેમને નિભાવવો ખૂબ જ વધારે કઠીન હોય છે. યુવતીની મોટી ઉંમરના લીધે સંબંધોમાં અંતર આવતું નથી પરંતુ સમજણ ના હોવાને લીધે સંબંધો તૂટે છે.

મોટી ઉંમરની મહિલાઓ રિલેશનશિપમાં હોય છે મેચ્યોર

મલાઈકા કહે છે કે જ્યારે રિલેશનશિપમાં યુવતી યુવકોથી ઉંમરમાં મોટી હોય છે તો સંબંધ ખૂબ જ સારી રીતે ચાલે છે કારણ કે મોટી ઉંમરની મહિલાઓ વધારે સમજદાર હોય છે અને સંબંધોને સંભાળી શકે છે.

પાર્ટનરનાં મહત્વને સમજે છે

સંબંધમાં મોટી ઉંમરની યુવતીઓ પોતાના પાર્ટનરનાં મહત્વને ખૂબ જ સારી રીતે સમજે છે અને તે તેમના માટે દરેક ચીજ કરવા તૈયાર રહે છે, જેનાથી તેમનો સંબંધ મજબૂત બને છે. મોટી ઉંમરની યુવતીઓ વધારે અનુભવી હોય છે અને તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો હોય છે. આ જ કારણ છે કે યુવકો મોટી ઉંમરની મહિલાઓને પોતાનો લાઈફ પાર્ટનર બનાવવાનું પસંદ કરે છે.

મજબૂત હોય છે આર્થિક પક્ષ

મોટી ઉંમરની યુવતીઓ આર્થિક રૂપથી ખૂબ જ મજબૂત હોય છે, જેના લીધે યુવકો પર થોડું ભારણ ઓછું રહે છે અને તે પોતાના જીવનને લઈને વધારે ચિંતામાં રહેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *