મળી ગયો પતિને કાબૂમાં કરવાનો રામબાણ નુસખો, પત્નિઓ એકવાર જરૂર વાંચે

કોઈપણ યુવતી માટે લગ્ન તેમના જીવનનો સૌથી મોટો બદલાવ હોય છે. સાત ફેરા ફર્યા બાદ તે પોતાના ઘર પરિવારને છોડીને એક નવા ફેમિલીમાં રહેવા માટે આવી જાય છે. આ નવું ઘર એટલે કે સાસરિયામાં તેમનો સૌથી મોટો સાથી તેમનો પતિ હોય છે. તમે તેમની સાથે સુખ-દુખ અને દરેક પરેશાની શેર કરો છો. જોકે પતિ જ તમારી વાત ના માને, કેર ના કરે, બીજાની વાતોમાં આવીને તમને દુઃખ આપે કે તેમનો પ્રેમ તમારા પ્રત્યે ઓછો થઈ જાય ત્યારે ખૂબ જ દુઃખ થાય છે.

ઘણા પતિઓ લગ્ન બાદ વફાદાર પણ રહેતા નથી. પત્ની સાથે ચીટિંગ કરવી કે ખોટું બોલવું તેમના માટે સામાન્ય વાત હોય છે. તેવામાં પત્ની એવું જ વિચારે છે કે કાશ તેમનો પતિ તેમની દરેક વાત માને, તેમના ઈશારા પર ચાલે. સરળ શબ્દોમાં કહીએ તો પતિને પોતાના કાબુમાં રાખવાનું સપનું દરેક પત્ની જરૂર જુએ છે. તેવામાં આજે અમે તમને પતિને કાબુમાં કરવાની અમુક ટ્રિક્સ જણાવીશું.

  • પતિની સાથે વધારે અને સારો સમય પસાર કરો. તેનાથી તે તમારી વાતોમાં ખોવાયેલા રહેશે અને તેને કોઈ અન્ય મહિલા સાથે અફેર ચલાવવાનો સમય મળશે નહી અને મનમાં વિચાર પણ આવશે નહી.
  • સુંદરતાની પાછળ દરેક પુરુષ પાગલ હોય છે. તેથી લગ્ન બાદ પોતાના સ્વાસ્થ્યને ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખવું. હેર કટ, મેકઅપ અને સારા કપડાઓથી તમે લગ્ન બાદ પણ પતિની ફેવરિટ મહિલા બનીને રહી શકો છો. ત્યારબાદ એ તમારી કોઈપણ વાત ટાળશે નહી.

  • પ્રેમ અને વિનમ્રતા સૌથી મોટું હથિયાર હોય છે. પતિ સાથે હંમેશા પ્રેમ અને વિનમ્રતાથી વાત કરવી. તેમને પુરુ માન અને સન્માન આપો. તેમના સ્વાભિમાનને ક્યારેય ઠેસ ના પહોંચાડવી. ત્યારબાદ તે તમારી દરેક વાત માનવા લાગશે અને ક્યારેય પણ તમને કોઈ પણ વાતમાં ના કહેશે નહી.
  • ઘણી પત્નીઓની આદત હોય છે કે તે વાત વાતમાં પતિને ટોણા મારે છે. જેના લીધે તે તમને નફરત કરવા લાગે છે અને તમારી દરેક વાત માનવાથી ઇનકાર કરી દે છે. તેથી આ આદત તમારે અત્યારે જ છોડી દેવી જોઈએ.

  • અમુક પત્નીઓ તો પતિ પર વારંવાર શંકા પણ કરતી હોય છે. જો પતિ કોઈની સાથે પણ વાત કરે છે તો તે શંકાશીલ સ્વભાવથી ખૂબ જ ઊંડાણપૂર્વક બધું જ પૂછે છે. તેનાથી સંબંધોની વચ્ચે વિશ્વાસ કમજોર પડતો જાય છે. આવું ના કરવું જોઈએ નહીંતર પતિ તમારાથી ખૂબ જ દૂર થઈ જશે.
  • એક મહિલાએ પતિનાં સુખ અને દુઃખ બંને સમયમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જ્યારે તેને અહેસાસ થશે કે તમે તેમની કેટલી કાળજી રાખો છો તો તે તમારી દરેક વાત માનવા લાગશે.

  • પતિને કાબુમાં રાખવા માટે થોડી સ્વતંત્રતા પણ આપવી જરૂરી હોય છે. તેને થોડી પર્સનલ સ્પેસ પણ આપવી જોઈએ. તેને દરેક વાત પર રોક-ટોક ના કરવી જોઈએ.
  • જૂની વાતોને ભૂલી જવામાં જ સારું હોય છે. તેને વારંવાર યાદ કરાવીને પતિ સાથે લડાઈ કરવી નહી.