મળો બોલિવૂડના એ ૧૦ સિતારાઓને જે પોતાના જીવનમાં ક્યારેય નથી કરતા નશો

જ્યારે પણ આપણે બોલિવુડ સિતારાઓની લાઈફ સ્ટાઈલના વિશે વિચારીએ છીએ તો આપણને મનમાં તો એવો જ વિચાર આવે છે કે તેમના જીવનમાં ફક્ત એશો-આરામ જ છે. તે દરરોજ પાર્ટી કરે છે અને ખુબ જ શરાબ પીતા હશે. આ વાત જેટલી સાચી છે એટલી ખોટી પણ. એ વાતને નકારી શકાય નહી કે બોલિવૂડ સ્ટાર્સને પાર્ટીઝનો ખૂબ શોખ હોય છે પરંતુ તે વાત પણ સાચી નથી કે દરેક બોલિવૂડ સ્ટારને શરાબ પીવાનો શોખ હોય છે. બોલિવૂડમાં અમુક સિતારાઓ એવા પણ છે કે જેમણે મોટા પડદા પર ક્યારેય પણ શરાબને હાથ ના લગાવ્યો હોય પરંતુ તે પોતાના અસલ જીવનમાં હંમેશા નશો કરતા હોય છે અને અમુક સિતારાઓ એવા પણ છે જે મોટા પડદા પર શરાબીની ખૂબ જ સારી એક્ટિંગ કરતા હોય છે પરંતુ પોતાના અસલ જીવનમાં તે શરાબથી ખૂબ જ દૂર રહેતા હોય છે.

બોલિવૂડના સિતારાઓ બદલાતા સમય સાથે ખૂબ જ બદલાઇ ગયા છે. આજના સિતારાઓ જવાબદાર વ્યક્તિ બની ગયા છે. તે શરાબ અને પાર્ટીઝ થી વધારે મહત્વ તેમના સ્વાસ્થ્ય અને તેમના જીવનને આપે છે અને તેથી હવે ઘણા સિતારાઓ શરાબ પીતા નથી અને શરાબની જાહેરાતો કરવાનું પણ પસંદ કરતા નથી. તો ચાલો જાણી લઈએ ક્યા છે એ બોલીવુડ સિતારાઓ.

અમિતાભ બચ્ચન

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઘણી ફિલ્મોમાં શરાબીનું પાત્ર નિભાવી ચુક્યા છે. તેમણે તો શરાબી નામની એક ફિલ્મમાં પણ કામ કર્યું છે પરંતુ જો તેમના અસલ જીવનની વાત આવે તો બીગ-બી એ શરાબને તો હાથ પણ લગાવ્યો નથી.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનું કરિયર ભલે તેમના પિતાની જેમ ચમકી શક્યું ના હોય પરંતુ આ મામલામાં તે પોતાના પિતાને બરાબરની ટક્કર આપે છે. અભિષેક ના તો સિગરેટ પીવે છે કે ના તો શરાબનું સેવન કરે છે. ત્યાં સુધી કે તેમણે તો શરાબની જાહેરાતમાં કામ કરવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે.

જોન અબ્રાહમ

જોન અબ્રાહમ ના તો શરાબનું સેવન કરે છે કે ના તો તેમની જાહેરાત કરવાનું પસંદ કરે છે. તેમનું માનવું છે કે આવી જાહેરાતો આજની યુવા પેઢીને ખોટો મેસેજ આપે છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ ખૂબ જ મોર્ડન છે પરંતુ તે પોતાને શરાબથી દૂર રાખવાનું પસંદ કરે છે. તેમના માટે તેમનું સ્વાસ્થ્ય અને ફિટનેસ વધારે મહત્વની છે.

સોનાક્ષી સિંહા

શત્રુઘ્નસિંહાની લાડલી એ બોલિવૂડમાં કામ કરવા માટે પોતાનું વજન લગભગ ૩૦ કિલો સુધી ઘટાડ્યું હતું. તે પોતાને શેપમાં રાખવા માટે શરાબનું સેવન કરતી નથી.

સોનમ કપૂર

સોનમ કપૂરને પણ ફિટ રહેવું પસંદ છે. તેમણે પણ બોલીવુડ માટે પોતાને બદલી નાખી છે અને તેથી જ તે શરાબ પીવાનું પસંદ કરતી નથી.

પરિણીતી ચોપડા

હાલમાં જ પરિણીતી ચોપડાએ પોતાનું વજન ખૂબ જ ઘટાડ્યું છે. પોતાને ફિટ રાખવા માટે તે હાલમાં તો શરાબનું સેવન કરતી નથી.

સિદ્ધાર્થ મલ્હોત્રા

જ્યાં એક બાજુ સિદ્ધાર્થ મલ્હોત્રાની ઉંમરના ઘણા યુવકો શરાબ અને બીજા નશાની આદતના શિકાર થયેલ છે તો બીજી તરફ સિદ્ધાર્થને શરાબનું સેવન કરવું પસંદ નથી. તેમના માટે તેમનું સ્વાસ્થ્ય મહત્વનું છે.

અક્ષય કુમાર

અક્ષય કુમારની લાઇફ સ્ટાઇલ બોલીવુડના દરેક સ્ટારથી અલગ છે. તે આલ્કોહોલ અને સિગરેટથી તો દૂર રહે જ છે પરંતુ સાથે સાથે તેમને સવારે વહેલા ઉઠવું અને રાતે વહેલા સુઈ જવું પસંદ છે.

બિપાશા બાસુ

બિલ્લો રાની પોતાની ફિટનેસને ધ્યાનમાં લઈને આલ્કોહોલથી દૂર રહેવાનું પસંદ કરે છે.