મંદિરમાંથી ચપ્પલ ચોરી થવા અશુભ નહિ પરંતુ જીવનમાં બદલાવનો આપે છે સંકેત, જાણો તેનો અભિપ્રાય

Posted by

આપણા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ થતી રહેતી હોય છે, જે આપણને વિચલિત કરે છે. કારણકે તેનો મતલબ આપણે સમજી શકતા નથી અને મૂંઝવણમાં પડી જઈએ છીએ, પરંતુ વાસ્તવમાં જોવામાં આવે તો તેની પાછળ અમુક વિશેષ અભિપ્રાય હોય છે. તેવી જ એક સામાન્ય ઘટના છે મંદિરમાંથી ચપ્પલનું ચોરી થવું. આપણે એવું ક્યારેય નથી ઈચ્છતા કે આપણી કોઈ ચીજ ચોરી થઈ જાય કારણ કે કોઈપણ પ્રકારની ચોરી અશુભ માનવામાં આવે છે પરંતુ જ્યોતિષનાં અનુસાર ચપ્પલનું ચોરી થવું અશુભ નહી પરંતુ શુભ માનવામાં આવે છે અને તેની સાથે જ માન્યતા છે કે ઘણીવાર આવું થાય તો તેની પાછળ કંઈક અભિપ્રાય હોય છે અને આજે અમે તમને તે વાત જ જણાવીશું કે વાસ્તવમાં મંદિરમાંથી ચંપલ ચોરાઇ જવા કઈ વાતનો સંકેત છે.

આમ તો ચોરી થવું તમારા ધનની હાનિ દર્શાવે છે પરંતુ ચંપલની ચોરી થવી શુભ હોય છે. ખાસકરીને જો શનિવારનાં દિવસે ચામડાનાં ચંપલ ચોરી થાય તો તેને ખૂબ જ સારું માનવામાં આવે છે. જેના ઉપર શનિની સાડાસાતી અને શનિ દોષ હોય છે, તે લોકો પોતાના દોષ ઉતારવા માટે શનિવારનાં દિવસે પોતાના ચપ્પલ મંદિરમાં જાતે જ મૂકી આવે છે, જેના લીધે તેમની ઉપરની દરેક પરેશાની દૂર થઈ જાય છે.

શું કહે છે જ્યોતિષ

હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિને વિપરીત ફળ આપે છે ત્યારે તેને ખૂબ જ મહેનત કરાવે છે અને નામ માત્રનું પ્રતિફળ પ્રદાન કરે છે. જે લોકોની કુંડળીમાં સાડાસાતી હોય છે અથવા જેની રાશિમાં શનિ સારા સ્થાન પર ના હોય તે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ શનિના આ ક્રૂર દ્રષ્ટિથી રાહત મેળવવા માટે તમારે અમુક ઉપાયો કરવા પડે છે.

જેમ કે શનિકારક ચીજોનું દાન કરવું. ચપ્પલને પણ શનિકારક માનવામાં આવે છે કારણ કે આપણી ત્વચા અને પગનો કારક ગ્રહ શનિ છે તેથી શનિવારે ઘણા લોકો શનિ મંદિર જઈ ચપ્પલ દાન કરે છે. તેવામાં જો તમારા ચપ્પલ ચોરી થઈ જાય તો પરેશાન થવાની જરૂર નથી કારણ કે શનિની ક્રૂર દ્રષ્ટિથી રાહત મળવાનો આ સંકેત છે. મતલબ કે હવે તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે. શનિ હવે વધારે પરેશાન નહી કરે. તેથી શનિવારનાં દિવસે મંદિરમાં ચપ્પલ મૂકી આવવાથી શનિના કષ્ટો દૂર થાય છે.

આશા કરીએ છીએ કે આગળથી તમે પણ ચપ્પલ ખોવાઈ જાય તો દુઃખ કરશો નહી પરંતુ ખુશ થશો કારણ કે ચપ્પલની સાથે જ તમારી ઉપરથી દરેક સમસ્યાઓ પણ તેની સાથે જતી રહેશે અને તમારા જીવનનાં દરેક સંકટ દૂર થઇ જશે. તેની સાથે જ તમારા ઘરમાં ખુશી આવશે અને દરેક કાર્ય પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *