મંદિરની દાનપેટીમાં નાખી હતી આપત્તિજનક ચીજો, એક ને થવા લાગી લોહીની ઉલ્ટી, બાકીના યુવકોએ ડરીને કરી લીધો ગુનો કબૂલ

મંદિર એક પવિત્ર જગ્યા હોય છે, તેમાં આપત્તિજનક ચીજોની કોઈ જગ્યા હોતી નથી. અહીંયા બધા જ લોકો ભગવાનને પવિત્ર સામગ્રીઓ ચઢાવે છે પરંતુ કર્ણાટકના મંગલુરુ જિલ્લામાં એક ખૂબ જ અનોખો મામલો સામે આવ્યો છે. અહીંયા ૩ યુવકો મંદિરની દાનપેટીમાં આપત્તિજનક ચીજો નાખતા હતાં. જોકે થોડા દિવસો બાદ એક યુવકને લોહીની ઉલ્ટી થવા લાગી અને ત્યારબાદ તેનું નિધન થઈ ગયું. આ ઘટનાથી તેમના અન્ય બે સાથી યુવકો એટલા બધા ડરી ગયા કે તેમણે પોતે જ સામે આવીને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

હકીકતમાં મંગલુરુ જિલ્લાના બે મુસ્લિમ યુવકોએ પોતે આગળ આવીને પોતે કરેલ ગુનાની માફી માંગી છે. આવું તેમણે એટલા માટે કર્યું કારણ કે તેમને એક ડર સતાવી રહ્યો હતો. તેમને એવો ડર હતો કે ભગવાન તેમને પણ એવી જ સજા આપશે, જેવી સજા તેમના ત્રીજા સાથીને મળી છે. ભગવાનના મંદિરમાં આપત્તિજનક સામગ્રી ચડાવ્યા બાદ ત્રીજા યુવકને લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી, જેના લીધે તેમનું નિધન થઈ ગયું.

હવે આ બંને યુવકોને પણ એવા જ કંઈક લક્ષણ જોવા મળી રહ્યા હતાં અને આ ઘટનાથી તે ખૂબ જ ડરી ગયા હતાં. તેમના સાથી યુવકના નિધન બાદ આ બંને યુવકો દરરોજ મંદિર આવીને ભગવાન પાસે માફી પણ માંગતા હતાં. શરૂઆતમાં તો મંદિરના પૂજારીને એવું લાગ્યું કે તે ભગવાનનો ઉપહાસ ઉડાવી રહ્યા છે પરંતુ જ્યારે તેમણે પોતાની હરકતોનાં વિશે પૂજારીને જણાવ્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂજારીએ તેમને ભગવાન પાસે માફી માંગવાની રીત પણ જણાવી. ખૂબ જ જલ્દી આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો.

હવે પોલીસે તૌફીક અને અબ્દુલ લતીફ નામના આ ૨ યુવકોની ધરપકડ કરી છે. તેમણે પોલીસની સામે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. તેમણે જણાવ્યું કે કઈ રીતે તેમણે કારગાજા મંદિરના નમોઉત્સવ દરમિયાન મંદિરની દાનપેટીમાં આપત્તિજનક ચીજો નાખી હતી. પોતાનાં જ સાથી નવાજનાં નિધન બાદ બાકીના બન્ને યુવકોના મનમાં એવો જ ડર હતો કે ભગવાન તેમને તેમની ભૂલની સજા આપી રહ્યા છે.

આ મંદિર સિવાય અન્ય મંદિરોમાં પણ પોલીસને આવી જ ફરિયાદ મળી હતી કે મંદિર પરિસરમાં કોઈ આપત્તિજનક સામગ્રી ચઢાવી રહ્યું છે. પોલીસે આ મામલાની તપાસ પણ કરી હતી પરંતુ તે કોઈ ખાસ નિષ્કર્ષ પર પહોંચી શકી ના હતી. તેમની વચ્ચે આ બંને યુવકો સામે આવીને પોતાનો ગુનો સ્વીકાર કરી લે છે. જોકે પોલીસને ફક્ત ગુનો સ્વીકાર કરી લેવાથી જ વિશ્વાસ નથી. તેઓ સાક્ષી અને સ્થિતિના આધારે આ મામલાની તપાસ કરશે.