મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરી રહ્યા હતાં ચોર, ભગવાને જ આપી એવી સજા કે જીવનભર યાદ રાખશે

કોરોના કાળમાં ચોરીના બનાવો ખૂબ જ વધી ગયા છે. હવે તો પરિસ્થિતિ એ છે કે ચોર ભગવાનને પણ છોડી રહ્યા નથી. તેમના મંદિરમાં પણ ચોરી થઈ રહી છે. હાલમાં જ છત્તીસગઢ ના કોરબામાં જ્યારે બે ચોર એ મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરવાની કોશિશ કરી તો ભગવાને તેમને તરત જ સજા આપી દીધી. ત્યારબાદ આસપાસના લોકો કહેવા લાગ્યા કે “જૈસી કરની વૈસી ભરની”. તો ચાલો આ આખા વિષયને વિસ્તારથી જાણી લઈએ.

હકિકતમાં આ મામલો પાવર હાઉસ રોડ કોરબા સ્થિત નવનિર્મિત શનિ મંદિરનો છે. અહીયા સોમવારે સવાર સવારમાં બે ચોર અંદર ચોરી કરવાનાં ઈરાદાથી દાખલ થયા. તે ભગવાનની દાનપેટીમાંથી પૈસા ચોરવા માંગતા હતાં. તેના માટે પહેલા તેમણે દાન પેટીનું તાળું તોડી નાખ્યું. ત્યારબાદ દાનપેટીમાં હાથ નાખીને પૈસા ચોરવાની કોશિશ કરવા લાગ્યા. જોકે એ દરમિયાન તેમનો હાથ દાન પેટીમાં જ ફસાઈ ગયો.

તેની વચ્ચે મંદિરના પૂજારીનો પરિવાર જાગી ગયો. તેમણે ચોરને મંદિરની અંદર જોઈ લીધા. પૂજારીએ અવાજ કરી આસપાસના લોકોને બોલાવી લીધા. બાદમાં દાન પેટીને તોડીને ચોરનો હાથ બહાર કાઢ્યો. બીજી તરફ પોલીસને પણ જાણ કરી દેવામાં આવી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બંને ચોરની ધરપકડ કરી લીધી.

પોલીસની પૂછતાછમાં બન્ને ચોર એ તે વાત સ્વીકારી લીધી કે તે મંદિરમાં ચોરીનાં ઈરાદાથી જ આવ્યા હતાં. આ પહેલા પણ તેઓ ઘણી જગ્યાએ ચોરી કરી ચૂક્યા હતાં. પૂછતાછ અને અન્ય લોકોના નિવેદનનાં આધાર પર પોલીસ તેમની વિરુદ્ધ કેસ બનાવી રહી છે.

જાણકારી પ્રમાણે બન્ને ચોરોએ મંદિરની દાનપેટીમાંથી પૈસા કાઢવા માટે મંદિરનું ત્રિશુલ પણ તોડી નાખ્યું હતું. તેમણે ત્રિશુલના ટુકડાને ઝાડુ સાથે જોડી દાનપેટીમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બસ એ ચક્કરમાં જ એક ચોરનો હાથ દાનપેટીમાં ફસાઈ ગયો. બંનેએ હાથ બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પરંતુ કોઇ ફાયદો થયો નહી.

હવે આ સંપૂર્ણ મામલો આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ છે. લોકોનું એવું જ કહેવું છે કે ભગવાનના ઘરે જે ચોરી કરશે, તેને તેની સજા તો મળશે જ. અમુક લોકો તો એવું પણ કહેવાનું હતું કે ચોરો એ ઓછામાં ઓછું ભગવાનનું ઘર તો છોડી જ દેવું જોઈએ. જો કે આ સંપૂર્ણ બાબત પર તમારું શું મંતવ્ય છે ? શું તમે પણ ક્યારેય પહેલા આવો કોઈ મામલો જોયો છે, જેમાં ચોરોને તાત્કાલિક સજા મળી હોય ?.