પ્રભુ શ્રીરામજીના પરમ ભક્ત મહાબલી હનુમાનજીને માનવામાં આવે છે. ધાર્મિક અને જ્યોતિષદ્રષ્ટિથી પણ હનુમાનજીને બધા જ દેવતાઓમાં સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. તેમની પૂજા-અર્ચનાનો વિશેષ દિવસ મંગળવાર છે. મંગળવારનો દિવસ હનુમાનજીને અતિપ્રિય છે. જો ભક્ત આ દિવસે હનુમાનજીની સાચા મનથી પૂજા-આરાધના કરે છે તો તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એટલું જ નહી પરંતુ મંગળવારના દિવસે પૂજા કરવાથી મંગળ ગ્રહના અશુભ પ્રભાવ પણ વ્યક્તિના જીવનમાંથી ઓછા થઈ જાય છે.
વ્યક્તિ હંમેશા એવું ઈચ્છે છે કે તેમનું ભાગ્ય પ્રબળ હોય અને દરેક ક્ષેત્રમાં તેમને નસીબનો સાથ મળે, પરંતુ દરેક વ્યક્તિને નસીબનો સહયોગ મળી શકતો નથી પરંતુ જો તમે પોતાનું નસીબ ચમકાવવા માંગતા હોય તો મંગળવારના દિવસે અમુક નાના-નાના ઉપાયો અપનાવી શકો છો. આ સરળ ઉપાયોથી બજરંગબલી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જશે અને તમારા જીવનના તમામ કષ્ટ દૂર થઈ જશે. આ ઉપાયોને કરવાથી તમારું ભાગ્ય પણ મજબૂત બનશે.
હનુમાન મંદિરમાં પૂજા કરો
સૌથી પહેલો ઉપાય એ છે કે તમે મંગળવારના દિવસે સવારના સમયે સ્નાન કર્યા બાદ પોતાના ઘરની આસપાસ કોઈપણ હનુમાન મંદિરમાં અવશ્ય જાઓ અને ત્યાં હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીની પૂજા કરવા દરમિયાન તેમને પાન અને લાલ ફૂલ અર્પિત કરો. જો તમે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરો છો અને તેનું ધ્યાન કરશો તો તેનાથી હનુમાનજીની કૃપા દૃષ્ટિ તમારા ઉપર જળવાઈ રહેશે અને મંગળ દોષનો પ્રભાવ પણ દૂર થશે.
ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવો
મંગળવારનાં દિવસે બજરંગબલીની પૂજા દરમિયાન ગોળ અને ચણાનો પ્રસાદ અર્પિત કરવામાં આવે તો તેનાથી મહાબલી હનુમાનજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. પ્રસાદ અર્પિત કર્યા બાદ લોકોમાં આ પ્રસાદ વહેંચી દો અને વાંદરા કે ગાયને પણ આ પ્રસાદ ખવડાવી શકો છો.
સુંદરકાંડનો પાઠ કરો
ભક્તોએ મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી તમને ઘણા બધા ફાયદા થશે. જે ભક્ત મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરે છે તેમનો ખોવાયેલો આત્મવિશ્વાસ પરત મળે છે એટલું જ નહી પરંતુ તમામ રોકાયેલા કાર્યો ધીરે ધીરે પુરા થવા લાગે છે. તેના સિવાય બજરંગબાણ અને હનુમાન અષ્ટકનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. જેનાથી જીવનમાં દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે અને જીવનમાં બધું જ યોગ્ય રીતે ચાલવા લાગે છે.
હનુમાનજીને લાલ રૂમાલ ચઢાવો
જો ભક્ત કોઈપણ મંગળવારના દિવસે સંકટ મોચન મહાબલી હનુમાનજીને લાલ રંગનો રૂમાલ અર્પિત કરે છે અને પ્રસાદની જેમ જ આ રૂમાલને પોતાની પાસે હંમેશા રાખે છે તો તેનાથી તેમને પોતાનાં કામકાજમાં સફળતા મળે છે. જો તમે ઘરથી બહાર કોઈ કાર્ય માટે જોઈ રહ્યા હોય તો તમે આ રૂમાલને પોતાની સાથે જરૂર રાખી લો તેનાથી તમારું કાર્ય સફળ થશે પરંતુ તમારે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તમારે દૈનિકરૂપથી આ રૂમાલનો ઉપયોગ ના કરવો જોઈએ. કોઈ જરૂરી કાર્યથી ઘરની બહાર જવા દરમિયાન જ આ રૂમાલને પ્રયોગમાં લાવવાનો છે.