મનીષા કોઈરાલા થી લઈને સોનાલી બેન્દ્રે સુધી આ પાંચ ફિલ્મી સિતારાઓ કેન્સરને કરાવી ચુક્યા છે

Posted by

“કેન્સર” આ બીમારીનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. આ એવી બીમારી છે જેના વિશે જો જલદી ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે. તમારે બસ પોઝિટિવ વિચારધારા રાખવાની હોય છે અને હાર માનવાની હોતી નથી. હાલના દિવસોમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પણ કેન્સરના કારણે ચર્ચામાં બનેલ છે. તેમને સ્ટેજ ૩ લીવર કેન્સર હોવાનું સામે આવ્યું છે. તેવામાં ૬૧ વર્ષીય અભિનેતા પોતાની સારવાર કરાવવા માટે અમેરિકા રવાના થઈ ગયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને તે સૂચના પણ આપી હતી કે તે તબીબી સારવાર માટે એક નાનકડો બ્રેક લઇ રહ્યા છે. નોંધનીય છે કે સંજય દત્તની માતા નરગીસના નિધનનું કારણ પણ કેન્સર હતું. તે ૩૯ વર્ષ પહેલાની વાત છે જ્યારે સંજયદત ૨૨ વર્ષના હતા.

આપણે આશા રાખીએ છીએ કે સંજય દત્ત કેન્સરને હરાવીને ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જાય. જણાવી દઈએ કે તેના પહેલાં પણ ઘણા બોલીવુડ સિતારાઓને કેન્સર થઈ ચૂક્યું છે. તેમાંથી ઘણા લોકો કેન્સરને હરાવીને સ્વસ્થ પણ થઈ ગયા છે. તેવામાં આજે અમે તમને એવા પાંચ ફિલ્મી સિતારાઓના સંઘર્ષ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમણે કેન્સર થઈ જવા પર હાર માની ના હતી અને આ બીમારીને જડમૂળમાંથી ખતમ કરી નાખી હતી.

સોનાલી બેન્દ્રે

સોનાલી એક જમાનામાં બોલિવૂડની ફેમસ અભિનેત્રી હતી. તેમને વર્ષ ૨૦૧૯ માં કેન્સર થયું હતું. તે એક હાઈ ગ્રેડ કેન્સર હતું. જ્યારે સોનાલી એ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી તો તેમના પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો હતો અને તે નિરાશ થઇ ગયા હતા. સોનાલીએ ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી હતી. તે હવે સંપૂર્ણ રીતે કેન્સર મુક્ત છે.

લિસા રે

૨૦૦૧ માં કસુર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવાવાળી અભિનેત્રી લિસા રે પણ કેન્સરની શિકાર બની ચૂકી છે. તેમને ૨૦૦૯ માં મલ્ટીપલ માઈલોમાં નામનું કેન્સર થયું હતું. તેમણે આ કેન્સર સામે જંગ તો જીતી લીધી હતી પરંતુ તેમની સારવાર આજે પણ ચાલી રહી છે. આ કેન્સર ફરી પાછું ના આવે તે માટે તે ફક્ત જ્યુસ અને શાકભાજી ખાઈને જ જીવન વિતાવી રહી છે.

મનીષા કોઇરાલા

મનીષા કોઈરાલા વીતેલા જમાનાની એક ફેમસ અભિનેત્રી છે. તેમને ૨૦૧૨ માં ઓવેરિયન કેન્સર હોવાનું સામે આવ્યું હતું. તેમણે છ મહિના અમેરિકામાં રહીને તેમની સારવાર કરાવી હતી. ૪૯ વર્ષીય મનીષા આજે કેન્સર મુક્ત છે. તેમણે કેન્સરની સામે આ જંગ પોતાની ઇચ્છા શક્તિ અને હિંમત ના જોરે જીતી બતાવી છે. બીજા લોકોને પણ તેના પ્રતિ પ્રેરિત કરવા માટે તેમણે પોતાના સંઘર્ષની વાત ને એક પુસ્તક “Healed : How Cancer Gave Me A New Life” મા પણ લખી છે.

તાહિરા કશ્યપ

તાહિરા કશ્યપ બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની છે. તેમને બ્રેસ્ટ કેન્સર હતું. દુર્ભાગ્યપૂર્ણ થી તાહીરા જ્યારે કેન્સરની સારવાર કરાવીને પરત ફરી હતી તો તેમને બીજી વાર કેન્સર થયું હતું. જોકે તેમણે બીજી વાર પણ હાર માની નહોતી અને કેન્સરને હરાવીને બતાવ્યું હતું. તેમણે તો પોતાના કેન્સર સર્જરીના ફોટોઝ પણ લોકો સાથે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી શેર કર્યા હતા.

અનુરાગ બાસુ

બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ મેકર અનુરાગ બાસુ પણ કેન્સર સામે જંગ જીતી ચૂક્યા છે. તેમને ૨૦૦૪ માં લ્યુકેમિયા નામનું કેન્સર થયું હતું. તેમણે પોતાની આ બીમારી પ્રતિ પોઝિટિવ વિચારધારા અપનાવી હતી. જ્યારે તે પોતાની સારવાર કરાવી રહ્યા હતા ત્યારે તેમણે ગેંગસ્ટર અને લાઇફ ઇન અ મેટ્રો ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *