માર્કેટમાં ધમાલ મચાવવા આવી રહી છે મારુતિની આ નવી કાર, માત્ર ૧.૫ રૂપિયામાં ૧ કિલોમીટરની કરી શકશો મુસાફરી

ભારતમાં મારુતિ સુઝુકીનાં પસંદગીનાં ડીલર્સે Maruti Dzire CNG નું અનઓફિશિયલ બુકિંગ શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં સામે આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર કંપની ખુબ જ જલ્દી Maruti Dzire CNG માર્કેટમાં ઉતારી શકે છે. આ રિપોર્ટ અનુસાર કંપની VXi અને ZXi ને CNG વેરિએન્ટનાં રૂપમાં ઉતારી શકે છે. હાલમાં Dzire LXi, VXi, ZXiઅને ZXi Plus સહિત ૪ વેરિએન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે.

CNG વેરિએન્ટ પર કંપનીનું જોર

Dzire CNG ની લોન્ચ સાથે જોડાયેલા સમાચાર એવા સમયમાં સામે આવ્યાં છે જ્યારે લોકો પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી પરેશાન છે. બીજી તરફ Russia Ukraine યુદ્ધનાં કારણે ક્રુડ ઓઇલનાં ભાવમાં ઉછાળા બાદ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘણો વધારો થવાની સંભાવના છે. હાલમાં જ કંપનીએ શાનદાર માઇલેજ વાળી WagonR લોન્ચ કરી છે. જાન્યુઆરીમાં કંપનીએ New Celerio CNG લોન્ચ કરી હતી. જોકે એ વાતનો ખુલાસો થઈ શકતો નથી કે Maruti Dzire CNG ક્યાં દિવસે લોન્ચ થશે.

સંભવિત ફિચર્સ વિશે જાણો

મારુતિ સુઝુકીની નવી CNG કાર Dzire CNG ને ફેકટરી ફીટેડ CNG કીટ સાથે જ ૧.૨ લીટર K12M VVT પેટ્રોલ એન્જિન સાથે બજારમાં લોન્ચ થઈ શકે છે. આ કાર 71 BHP નો પાવર અને 95 NM નો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. Dzire CNG ની એવરેજ ૩૪ કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની હોય શકે છે.

જાણો કેટલી હશે કિંમત

Dzire CNG ની પ્રાઈઝની વાત કરવામાં આવે તો તેને ૬.૫ લાખ રૂપિયા એક્સ શો-રૂમની શરૂઆતની કિંમત સાથે રજુ કરી શકાય છે. Dzire CNG નો મુકાબલો Tata Tigor CNG અને Hyundai Aura CNG જેવી જાણીતી કાર સાથે થશે.