માસિક રાશિફળ : ડિસેમ્બરમાં આ ૫ રાશિઓના જીવનમાં આવશે ખુશીની પળો, સુખી થઈ જશે જીવન

મેષ રાશિ

આ મહિને તમે એક કુશળ અને સ્માર્ટ કાર્યકર્તાના રૂપમાં લોકપ્રિયતા મેળવી શકશો. વડીલોનાં સહયોગથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે. નવા કાર્યોની રૂપરેખા બનશે. કાર્યોમાં આવી રહેલી અડચણો દૂર થશે. જીવનની સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં તમને પોતાના જીવનસાથી તરફથી પૂર્ણ સહયોગ મળશે. પરિવારના સદસ્યોની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે.

Advertisement

પ્રેમનાં વિષયમાં : પ્રેમ જીવન માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. દાંપત્યજીવનનાં પ્રેમમાં વધારો થશે.

કરિયરનાં વિષયમાં : કાર્યક્ષેત્રમાં કામનું ભારણ રહેશે, પરંતુ તમારા કામથી અધિકારીઓ ખુશ રહેશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : સ્વાસ્થ્ય સાથે બેદરકારી દાખવવી નહી, બહારની ખાણી-પીણીથી દૂર રહેવું.

વૃષભ રાશિ

તમે સર્જનાત્મક વિચારોનો ભરપુર લાભ ઉઠાવશો. આવક વધારવાના પ્રયાસો સફળ થશે. કામકાજમાં મન લાગશે. ઓફિસમાં માન-સન્માનમાં વધારો થશે. નોકરીમાં બદલાવ થઈ શકે છે. વાણી પર કંટ્રોલ રાખવું. જુના રોકાણનાં લીધે આ મહિને આવકમાં વધારો નજર આવી રહ્યો છે. મિત્રો તરફથી સહયોગ મળશે. સતાનાં ક્ષેત્રમાં વર્ચસ્વ વધશે. અટવાયેલું ધન પરત મળશે. નવી પ્રોપર્ટી ખરીદવાના અણસાર છે.

પ્રેમનાં વિષયમાં : પ્રેમ જીવન માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. તમે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકશો.

કરિયરનાં વિષયમાં : આ મહિને તમારે રોકાણના મામલાઓમાં સાવધાન રહેવું પડશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને જ રોકાણ કરવું.

સ્વાસ્થ્યનાં વિષયમાં : આ મહિનાનાં શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર નજર આવી રહ્યું છે.

મિથુન રાશિ

ડિસેમ્બરમાં તમારા સંબંધીઓ તમને પૂર્ણ સહયોગ કરશે. સામાજિક કાર્યોમાં પૂર્ણ ભાગીદારી રહેશે. કામકાજની બાબતમાં તમારી તેજ બુદ્ધિ તમારા ખૂબ જ કામમાં આવશે અને તમારા દરેકને કામને ખૂબ જ સરળતાપૂર્વક પૂર્ણ કરશે. તમારા અટવાયેલા કાર્યો ગતિ પકડશે. વૈવાહિક જીવન માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ સારો પસાર થશે.

પ્રેમનાં વિષયમાં : જો તમને તમારા પાર્ટનર પર વિશ્વાસ નહી હોય તો તમારો સંબંધ તૂટી શકે છે.

કરિયરનાં વિષયમાં : વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓથી આગળ નીકળી જશો. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી સફળ થશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ સંભાળીને રહેવું.

કર્ક રાશિ

તમારા ફક્ત એક નાના સારા કામ ના લીધે ઓફિસમાં તમારા દુશ્મન પણ તમારા મિત્રો બની જશે. તમારા આત્મવિશ્વાસમાં કોઇ કમી નહી હોય, જેના લીધે દરેક કાર્યને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો. વ્યવસાયમાં અમુક પરિવર્તન કરવાથી લાભ મળશે. તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો. તમારું વધેલું મનોબળ કોઈ જરૂરી કામમાં તમને સફળતા અપાવશે.

પ્રેમનાં વિષયમાં : જો તમે રિલેશનમાં હોય તો તમારો સંબંધ સારો રહેશે. તમારા બંનેની વચ્ચે તમામ ચીજો ખૂબ જ સારી રહેશે.

કરિયરનાં વિષયમાં : સારી નોકરીની ઓફર મળી શકે છે. વિદેશ સાથે જોડાયેલ કોઈ કામમાં નફો થશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : કર્ક રાશિવાળા લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, કોઈ પરેશાની થશે નહી.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતકો માટે આ મહિનો થોડો કમજોર રહી શકે છે. તમારી ચિંતામાં વધારો થશે અને તમારા ખર્ચામાં પણ તેજી આવશે. જો તમે કોઈ ખાસ પ્લાન બનાવીને રાખશો તો તેનાથી તમારી આવકમાં વધારો થશે. માતા-પિતાનાં સહયોગથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે. વેપારીઓને વેચાણ સારું થવાના સંકેત મળી રહ્યા છે. સખત મહેનતનું સારું પરિણામ મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

પ્રેમનાં વિષયમાં : પ્રેમ જીવનની દૃષ્ટિએ આ મહિનો કમજોર રહેશે. લડાઈ-ઝઘડાઓ થઈ શકે છે, સાવધાન રહેવું.

કરિયરનાં વિષયમાં : વ્યવસાયમાં વ્યસ્તતા રહેશે. અધિકારી તમારી વાતોને મહત્વ આપશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : જે લોકોને જૂની બિમારી છે, તેમને થોડી રાહત મળી શકે છે.

કન્યા રાશિ

આ મહિને તમે જે પણ કાર્યને કરવા માટે પસંદ કરશો તે તમને અપેક્ષાથી પણ વધારે ફાયદો આપશે. કામકાજની બાબતમાં કોઈ સાથે મતભેદ થઈ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે નહી અને પરિવારનાં લોકોની વચ્ચે અંતર વધી શકે છે. પોતાના ભવિષ્યની યોજના બનાવવા માટે બિલકુલ સારો મહિનો છે કારણ કે તમારી પાસે અમુક નવરાશની પળો હશે. કામકાજની બાબતમાં ઉતાર-ચઢાવ રહી શકે છે.

પ્રેમનાં વિષયમાં : આ મહિનો તમારા સંબંધ માટે ખૂબ જ સારો રહેશે. તમારા સંબંધમાં પ્રેમ અને રોમાન્સ બંને રહેશે.

કરિયરનાં વિષયમાં : આ મહિને કરિયરમાં આગળ વધવાના નવા રસ્તા ખુલશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : આ મહિને સ્વાસ્થ્ય બગડી શકે છે, સાવધાન રહેવું પડશે.

તુલા રાશિ

આ મહિનામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે પરંતુ પૈસાનું સતત પાણીની જેમ વહેતા રહેવું તમારી યોજનાઓમાં અડચણ ઉત્પન્ન કરી શકે છે. વિરોધીઓથી સાવધાન રહેવું. કામકાજની બાબતમાં તમારી મહેનત કરવાની રીત લોકોને પસંદ આવશે અને તમારી પ્રશંસા થશે. જો તમે પોતાની રચનાત્મક પ્રતિભાનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

પ્રેમનાં વિષયમાં : જો તમારો પાર્ટનર તમારાથી દૂર રહેતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, બની શકે છે કે તેમને થોડી સ્પેસની જરૂર હોય.

કરિયરનાં વિષયમાં : નોકરીમાં નવા અવસરોની પ્રાપ્તિ થશે. વેપારીઓને લાભ થશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : આ મહિનામાં તમને આંખો સંબંધીત કોઈ સમસ્યા થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

કાર્યસ્થળ પર પાછલા ઘણા સમયથી રોકાયેલા કામ પુરા થશે. સહકર્મીઓ પાસેથી અપેક્ષા પ્રમાણે સહયોગ મળશે નહી, પરંતુ ધૈર્ય જાળવી રાખવું. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે, જેના લીધે તમારા પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળશે. આ મહિને તમે પોતાને શ્રેષ્ઠ અને આત્મવિશ્વાસથી ભરપૂર મહેસૂસ કરી શકશો. પોતાના પર વિશ્વાસ રાખવાથી તમને સફળતા જરૂર મળશે.

પ્રેમનાં વિષયમાં : પોતાના પાર્ટનર સાથે કોઈપણ પ્રકારની દલીલ કરવી નહી પરંતુ પોતાના પાર્ટનરને સમજવાની કોશિશ કરવી અને તેમને પૂરતો સમય આપવો.

કરિયરનાં વિષયમાં : કાર્યસ્થળ પર પ્રમોશન કે પ્રશંસા મળવાના અણસાર છે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : મહિનાના પહેલા સપ્તાહમાં સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે.

ધન રાશિ

આ મહિને વ્યવસાયમાં સારો નફો થશે. વાણીમાં મધુરતા જાળવી રાખવી. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારી પ્રશંસા થશે પરંતુ તમારી સાથે કામ કરતા લોકો તમારા વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકે છે તેથી સાવધાન રહેવું. બની શકે છે કે તમારા લીધે ઓફિસમાં કોઈ મોટું નુકસાન થાય તેથી સમજી-વિચારીને દરેક કાર્ય કરવું. ગપ્પાબાજી અને અફવાઓથી દૂર રહેવું.

પ્રેમનાં વિષયમાં : પોતાના સંબંધોમાં ઘમંડ અને ઇગોને વચ્ચે આવવા દેશો નહી, નહીતર સંબંધ બગડી શકે છે.

કરિયરનાં વિષયમાં : તમારી આવકમાં વધારો થશે અને આર્ટ સાથે સંબંધિત કામમાં સારું કામ કરી શકશો.

સ્વાસ્થ્યનાં વિષયમાં : માનસિક તણાવ રહેશે. સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. છાતીમાં દુખાવો થઇ શકે છે.

મકર રાશિ

મકર રાશિનાં જાતકોએ સમય બરબાદ કરવાથી બચવું અને કોઈ સારું કાર્ય કરવું. મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતાથી પૂર્ણ કરી શકશો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. પરિવારના બધા જ સદસ્યો એકબીજાને પ્રેમ આપશે. કામકાજની બાબતમાં પણ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્યમાં તમને આત્મવિશ્વાસ જોવા મળશે. કોઈ ચીજમાં પૈસા રોકાણ કરતા સમયે સાવધાની રાખવી.

પ્રેમનાં વિષયમાં : તમે પોતાના પાર્ટનરને મિત્ર સમજશો અને બન્નેની વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ પણ જોવા મળશે.

કરિયરનાં વિષયમાં : વિદ્યાર્થીઓને મહેનતથી પણ વધારે સારું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : સ્વાસ્થ્ય સાથે જોડાયેલ પરેશાનીઓ આવી શકે છે તેથી નિયમિત વ્યાયામને દિનચર્યામાં સામેલ કરવી.

કુંભ રાશિ

આ મહિને તમને કોઈ જગ્યાએ અટવાયેલું ધન પરત મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આજીવિકાની સમસ્યાનું સમાધાન થશે. ઉત્સાહપૂર્વક કાર્ય કરવાથી લાભ મળશે. અન્ય લોકોની ભાવનાની કદર કરવી. કામકાજમાં તમે થોડી પરેશાનીઓ મહેસૂસ કરશો. વિરોધીઓ પરાસ્ત થશે. આગળ વધવાની તમે નિરંતર કોશિશ કરતા રહેશો. જરૂરિયાતથી વધારે પૈસા ખર્ચ કરવાથી બચવું. પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.

પ્રેમનાં વિષયમાં : આ મહિને તમે એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકશો.

કરિયરનાં વિષયમાં : વેપારીઓને કોઈ મોટો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. બિમારીમાંથી છૂટકારો મળશે.

મીન રાશિ

મીન રાશિવાળા જાતકોએ કામ પર લોકોની સાથે હળી-મળીને રહેવું અને ધૈર્ય સાથે કામ કરતા રહેવું. કાર્યક્ષેત્ર પર તમારો પ્રભાવ જળવાઈ રહેશે. ભાગ્યનો સાથ મળશે પરંતુ પરિવારનાં દબાણનાં કારણે તમારે અમુક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. માન સન્માનમાં વધારો થશે. વ્યવસાય કરતા જાતકોને પોતાના પાર્ટનરનો સાથ મળશે. ભાગીદારીનાં કાર્યોમાં મોટી સફળતા મળી શકે છે. કામકાજમા સકારાત્મક દૃષ્ટિકોણ રાખવું.

પ્રેમનાં વિષયમાં : તમારુ પ્રિય વ્યક્તિ તમારી સાથે સમય પસાર કરવા માટે અને તમારી પાસેથી ગીફ્ટ મળવાની આશા રાખી શકે છે.

કરિયરનાં વિષયમાં : આવકમાં વધારો થશે. શિક્ષા સાથે જોડાયેલ ક્ષેત્રમાં લાભ મળશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : સ્વાસ્થ્યને લઈને વધારે પરેશાની રહેશે નહી.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં માસિક રાશિફળ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Advertisement