માસ્કને લઈને રવિન્દ્ર જાડેજાની પત્નીએ પોલીસ સાથે કરી ઉગ્ર દલીલો, બાદમાં રસ્તા પર જ થઈ ગઈ બેભાન

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્નીને માસ્ક ના પહેરવા પર જ્યારે પોલીસ તરફથી અટકાવવામાં આવ્યા. તો તેમણે પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી હતી અને તે દરમિયાન તે બેભાન પણ થઈ ગઈ. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. જાણવા મળ્યું છે કે રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબા જાડેજા પોતાના પારિવારિક મિત્રો સાથે એક કારમાં જઇ રહી હતી. આ દરમિયાન પોલીસે તેમને રોકી લીધા.

જાડેજા કાર ચલાવી રહ્યા હતાં અને તેમણે માસ્ક પહેરી રાખ્યું હતું. પરંતુ તેમની બાજુમાં બેસેલ પત્નીએ માસ્ક પહેર્યું નહોતું. જેના લીધે પોલીસે તેમને માસ્ક પહેરવાનું કહ્યું હતું. આ વાતને લઈને રિવાબાની મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર દલીલો ચાલુ થઈ ગઈ હતી. ત્યાં જ દલીલો કરતાં સમયે રિવાબાનું બ્લડ પ્રેશર વધી ગયું અને તે બેભાન થઈ ગઈ હતી.

દંડ ભરવાની ના પાડી

રાજકોટના કિશનપરા ચોક પર મહિલા પોલીસકર્મી સોનલ ગણેશ્વરીએ જાડેજાની ગાડીને રોકી હતી મને માસ્ક ના પહેરવા પર દંડ ભરવાની વાત કરી હતી. જેના પર રિવાબાએ વાંધો ઉઠાવ્યો હતો અને મહિલા પોલીસકર્મી સાથે ઉગ્ર દલીલો કરવા લાગી હતી. આ દલીલો ખૂબ જ લાંબા સમય સુધી ચાલી હતી અને આ દરમિયાન તેમનું બ્લડ પ્રેશર વધી ગયું અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બેભાન થઈ ગયા બાદ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બ્લડપ્રેશર વધી જવાના કારણે તે બેભાન થઈ ગયા હતાં.

હવે છે એકદમ સ્વસ્થ

પોતાના સ્વાસ્થય વિશે જાણકારી આપતા રિવાબાએ જણાવ્યુ હતું કે તે હવે બિલકુલ સ્વસ્થ છે. આ મામલામાં પોલીસ ઉપનિરીક્ષક એ.જે.લાઠીયા તરફથી પણ નિવેદન આવ્યું છે અને તેમણે જણાવ્યુ કે દલીલ દરમિયાન રિવાબાનું બ્લડપ્રેશર વધી ગયું હતું. તેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતાં. હવે તે એકદમ સ્વસ્થ છે અને તેમને અડધા કલાક પછી રજા આપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં તેમની પાસેથી કોઈપણ જાતનો ચાર્જ વસૂલવામાં આવ્યો નથી અને ખૂબ જ જલ્દી આગળની તપાસ પણ પૂરી કરી લેવામાં આવશે. આ મામલામાં સોનલે અસહજતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર છે અને તેમણે ઘણી મેચો ભારત તરફથી રમી છે. તે ગુજરાત રાજ્યમાં રહે છે. તેમણે વર્ષ ૨૦૧૬માં રિવાબા સાથે લગ્ન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *