માતા લક્ષ્મીની કૃપા પોતાના ઘર અને પરિવાર પર થાય એવું કોણ ઇચ્છતું નથી. માં લક્ષ્મીજીને ખુશ કરવા માટે લોકો અલગ અલગ પ્રકારની પૂજા-અર્ચના કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર શાસ્ત્રમાં અમુક એવી ચીજો જણાવવામાં આવી છે જેમને ઘરમાં રાખવાથી માં લક્ષ્મીજીની કૃપા આપણા બધા પર જળવાઈ રહે છે. કહેવામાં આવે છે કે દક્ષિણાવર્તી શંખ, પારદ લક્ષ્મી પ્રતિમા, કોડી, માં લક્ષ્મીના ચરણ પાદુકા, કુબેર પ્રતિમા, કમળગટ્ટા અને શ્રી યંત્ર અમુક એવી ચીજો છે. જે માં લક્ષ્મીનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
તેમાંથી જો કોઈ એક ચીજ પણ તમે તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં ધનની ક્યારેય પણ ખોટ પડતી નથી. જો તમારા ઘરમાં આમાંથી કોઈપણ ચીજ નથી તો પરેશાન થવાની જરૂર નથી કારણકે આ મહિને માતા લક્ષ્મી આ ૫ રાશિઓ પર ખુબ જ પ્રેમ વરસાવશે. બસ તમે આગળ જુઓ કે આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં પરંતુ જો તમે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા પોતાના ઘર પર જાળવવા માંગતા હોય તો ઉપર જણાવવામાં આવેલી ચીજોમાંથી એક ચીજ પોતાના ઘર પર અવશ્ય રાખવી જોઈએ.
મીન રાશિ
માં લક્ષ્મીજીની કૃપાથી આ મહિનાના અંત સુધીમાં નોકરી અને વ્યવસાય કરવાવાળા લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. તેમના રોકાયેલા કામો ખૂબ જ જલ્દી પૂરા થશે. મન પ્રસન્ન અને સકારાત્મક રહેશે. કામને અલગ રીતે કરવાની તમારી કોશિશ રહેશે. વ્યવસાયમાં રોકાણ વધવાની સંભાવના છે. કોઈ જગ્યાએથી અચાનક ધન લાભ થઈ શકે છે.
કુંભ રાશિ
નોકરી કરનાર લોકો અને વ્યવસાય કરવાવાળા લોકોને ખૂબ જ મોટો ધનલાભ થવાની સંભાવના રહેલી છે. જો તમારા પૈસા કોઈ જગ્યાએ અટવાયેલા હોય તો આ મહિનાના અંત સુધીમાં તમને પરત મળી જશે. તમારાથી દૂર રહેતા લોકો પાસેથી મહત્વપૂર્ણ કામમાં મદદ મળશે. માતા લક્ષ્મીજીની કૃપાથી આ મહિનાના અંતમાં તમે વિચારેલા કામો પૂરા થઈ જશે. આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સારો સુધારો થશે. ધન સંચયમાં પણ વધારો થશે.
વૃશ્ચિક રાશિ
નોકરી અને વ્યવસાય કરવા વાળા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરીયાત લોકો માટે આ મહિનાના અંત સુધીમાં પ્રમોશન થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. નોકરી કરનાર જગ્યાએ માન-સન્માનમાં વધારો થશે. નવા પ્રોજેક્ટ પર શરૂ થયેલું કામ સફળતાપૂર્વક સંપન્ન થશે. વિપરીત પરિસ્થિતિઓ છતાં પણ તમારા નિર્ણયો સાચા સાબિત થશે. દુશ્મનો પર જીત મળશે. આ મહિનાના અંત સુધીમાં તમારું સંતાન તમને કોઈ ખુશખબરી આપી શકે છે.
કન્યા રાશિ
મહેનત પહેલાની તુલનામાં વધી જશે પરંતુ મહેનતનું ફળ પણ ખૂબ જ જલદી પ્રાપ્ત થશે. તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. તમારા ઘરે અચાનક આવેલ કોઇ મહેમાન તમને કોઈ ખુશખબરી આપી શકે છે. મોટા વડીલો તરફથી મળેલા આશીર્વાદનું ફળ પ્રાપ્ત થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ મામલાઓ ઉકેલાઈ જશે. પાર્ટનર સાથે રોમાન્સ કરવાનો અવસર મળશે. મિત્રો પાસેથી પણ આ મહિનામાં પૂરો સહયોગ મળશે. વ્યર્થના વિવાદોથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવે છે.
મેષ રાશિ
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. જમીન સાથે જોડાયેલ મામલાઓમાં નફો મળશે. સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું જળવાઈ રહેશે. હવે તમે નવા કામ શરૂ કરવાના વિશે વિચારી શકો છો. જુના વિવાદો ખતમ કરવામાં તમને સફળતા મળશે પરંતુ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું નહિતર અમુક જરૂરી કામ બગડી શકે છે. લગ્નજીવન પહેલાથી વધારે સારું પસાર થશે. કુવારા લોકોને લગ્ન કરવા માટે યોગ્ય જીવનસાથી મળી શકે છે.