માતા-પિતા સાવધાન રહે : સુરતનાં વરાછા વિસ્તારમાં બાળકો ઘર પાસે ફોડી રહ્યા હતાં ફટાકડા પરંતુ ગેસ ના લીધે લાગી આગ અને…

Posted by

દિવાળી ખુબ જ નજીક આવી ગઈ છે. બાળકો ઘરની અંદર અને બહાર જ્યાં મન કરે ત્યાં ફટાકડા ફોડી રહ્યા છે. સુરતની એક કોલોનીમાં અમુક બાળકો ડ્રેનેજ નાં ઢાંકણા પર ફટાકડા ફોડી રહ્યા હતાં ત્યારે અંદરથી નીકળેલ ગેસનાં લીધે આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ઝડપથી લાગી ગઈ કે ફટાકડા ફોડી રહેલા બાળકો દાઝી ગયા હતાં. જોકે નસીબજોગે કોઈપણ બાળકને ગંભીર ઇજા પહોંચી નથી. આગ ની જ્વાળાઓ એટલી તેજ હતી કે ઘણી મિનિટ સુધી ત્યાં આગ લાગેલી રહી હતી. બાદમાં મકાન માલિકે આવીને આગને ઓલવી હતી.

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સીસીટીવીનાં આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘટનાસ્થળ પર શું થયું હતું. ન્યુઝ એજન્સીનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના ગુજરાતમાં સુરતનાં વરાછા વિસ્તારની છે. જ્યાં ઘણા બધા બાળકો ગટરની અંદર ફટાકડા ફોડવાનાં પ્રયાસ કરી રહ્યા હતાં. તેમની પાસે જ એક મહિલા પણ ઊભી હતી. બાળકો આ ગટરની અંદર નાખીને ફટાકડા ફોડી રહ્યાં હતા પરંતુ બાદમાં જે થયું તેમના વિશે કોઈએ પણ વિચાર્યું પણ નહોતું.

ગટરમાં રહેલ ગેસનાં લીધે આગ ખુબ જ ઝડપથી લાગી ગઈ હતી અને આગની જ્વાળા ઘણા ફુટ ઉપર સુધી ફેલાઈ હતી. બાળકો ગભરાઇ ગયા અને જીવ બચાવીને ભાગવા લાગ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે બે બાળકો તો ખુબ જ ગભરાઈ ગયા હતાં. મહિલાઓમાં ચર્ચા થવા લાગી કે બાળકોને આવા ફટાકડા ના ફોડવા દેવા જોઈએ. હવે બધા જ માતા-પિતાએ સાવચેત થવું જરૂરી છે કારણ કે દિવાળી દરમિયાન નાની ભુલ પણ બાળકોનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. તમે આ વીડિયોમાં સ્પષ્ટ રૂપે જોઈ શકો છો કે મોટી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ છે.

સોસાયટીમાં ગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બુધવારનાં રોજ ગલી નંબર ૭ ની પાસે એક પાઈપલાઈન ડેમેજ થઈ ગઈ હતી. તેનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બાળકો રમત-રમતમાં ગટરનાં ઢાંકણા પર ફટાકડા રાખીને ફોડવા લાગ્યા હતાં. ત્યાં ગેસ જમા હતો જેના લીધે આગ લાગી ગઈ હતી. જો કે અહીંયા ગેસ ઓછી માત્રામાં હતો આ કારણથી આ આગ ખુબ જ ઝડપથી ઓલવાઈ પણ ગઈ હતી.

આ દુર્ઘટના બાદ તરત જ તમામ બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જોકે કોઈપણ બાળક ગંભીર રૂપથી ઘાયલ થયું નથી. અમુક બાળકોને હાથ અને પગમાં હળવા દાઝી જવાની ફરિયાદ હતી. તેમની સારવાર કરવામાં આવી હતી. અમુક બાળકોનાં તો વાળ પણ બળી ગયા હતાં પરંતુ કોઈપણ બાળકના ચહેરા પર ઇજા પહોંચી નથી.