માથાની નીચે ઓશીકું રાખીને બિલકુલ પણ સૂવું ના જોઈએ, શરીરને પહોંચે છે આ નુકસાન

Posted by

દિવસભરની ભાગદોડ અને કામકાજ કર્યા બાદ રાતના સમયે દરેક લોકો એક સારી અને મીઠી ઉંઘ ઈચ્છતા હોય છે અને આ ઊંઘ આપણને હંમેશા પથારી પર જ આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પથારી પર સૂવે છે તો તેમના માથાની નીચે ઓશીકું જરૂર રાખે છે. ઘણા લોકો તો એવા હોય છે જેમને ઓશીકા વગર ઊંઘ આવતી નથી. કોઈ મોટું ઓશીકું રાખીને સૂવાનું પસંદ કરે છે તો કોઈને પાતળું ઓશીકું પસંદ હોય છે. વળી અમુક એવા લોકો પણ હોય છે, જેમને પોતાના માથાની નીચે ૩ થી ૪ ઓશીકા રાખીને સૂવાની આદત હોય છે. જો તમને પણ ઓશીકું રાખીને સૂવાની આદત હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તમારી આ નાની એવી આદત તમને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઓશીકું રાખીને સૂવાથી ઘણા નુકસાન થાય છે. આ ઓશીકું તમારા શરીરમાં ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. તેથી તમારે તેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. તો ચાલો જાણી લઈએ કે ઓશીકું લઈને સુવાથી ક્યાં-ક્યાં નુકશાન થાય છે.

કરોડરજ્જુના હાડકા ત્રાસા થવાનું જોખમ

ઓશીકાનો સતત ઉપયોગ કરવાથી એક સમયે તમારા કરોડરજ્જુના હાડકાઓ ધીરે-ધીરે ત્રાસા થવા લાગે છે. જો તમે તેમનો ઉપયોગ બંધ કરી દો છો તો તમારા કરોડરજ્જુના હાડકાને તો નુકસાન થવાથી બચાવી શકાય છે પરંતુ સાથે સાથે તમને કમરના દુખાવામાં પણ આરામ મળશે.

ગરદનની સમસ્યા

જે લોકો રાતે દરરોજ ઓશીકું લઇને સૂવે છે, તેમને ગરદનમાં ખેંચાણ અથવા તો દુખાવો થવા લાગે છે. આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેનાથી બચવા માટે તમારે રાતના સમયે માથાની નીચે ઓશીકું રાખીને સૂવાનું બંધ કરી દેવું જોઈએ. આવું કરવાથી તમારી બોડીમાં રક્ત સંચાર પણ સારી રીતે થશે.

જલ્દી વૃદ્ધ થઈ જવું

તમને જાણીને આશ્ચર્ય થશે કે રાતે ઓશીકું લઈને સૂવાથી તમે ખૂબ જ જલ્દી વૃદ્ધ દેખાવા લાગો છો. તેનું કારણ એ હોય છે કે ઓશિકા પર સૂવાથી ચહેરા પર કરચલીઓ જલ્દી પડવા લાગે છે, તેથી જો તમે લાંબા સમય સુધી સુંદર રહેવા માંગતા હોય તો રાતે ઓશીકું લઇને સૂવાનું બંધ કરી દેવું જોઈએ.

બાળકોની શ્વાસનળી દબાઈ જવાનું જોખમ

ઘણા લોકો પોતાના બાળકોનાં માથા નીચે પણ ઓશીકું રાખી દેતા હોય છે. તમારે આવી ભૂલ કરવી ના જોઈએ. તેનાથી બાળકોની શ્વાસનળી દબાઈ જવાનું અથવા વળી જવાનું જોખમ રહે છે. આવું દર વખતે થાય તે જરૂરી નથી પરંતુ તેમનું જોખમ રહેતું હોય છે. જો તમે આ રિસ્ક ના લો તો જ સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *