માટીમાં રમવાના છે ઘણા બધા ફાયદા, ફાયદાઓ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Posted by

એક જમાનો હતો જ્યારે બાળકોને આઉટડોર ગેમ પસંદ હતી. તે સમયમાં નાના બાળકો સંપૂર્ણ દિવસ બહાર ધૂળ અને માટીમાં રમતા નજર આવતા હતાં પરંતુ ધીમે ધીમે ટેકનિકલ સમય આવ્યો અને માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત થતાં ગયાં. આજના સમયમાં ખૂબ જ ઓછા લોકો હશે, જે પોતાના બાળકોને રમવા માટે સવાર-સાંજ પાર્કમાં લઈને જતા હશે. વળી હવે નાના બાળકો પણ ઇન્ડોર ગેમમાં વધારે રચ્યા પચ્યા રહે છે. હવે તેમને પણ બહાર નીકળવું ગમતું નથી. તમે પણ પોતાની આસપાસ જોતા જ હશો કે નાના બાળકો રાત- દિવસ ફક્ત મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે.

નાના બાળકો મોબાઇલમાં વ્યસ્ત રહે છે અને તેમના માતા-પિતા ખુશ રહે છે કે તેમનું બાળક તોફાન કરતું નથી. કોઈપણ રીતે પરેશાન કરી રહ્યું નથી. એટલું જ નહીં આજકાલ બહાર માટીમાં કોઈ બાળકને રમવાનું મન થાય તો પણ તેમના માતા-પિતા તેને ઠપકો આપવા લાગે છે. તેમને એવું લાગે છે કે તેનાથી બાળક પોતાના કપડા તો ખરાબ કરશે જ પરંતુ સાથી સાથે બાળક બીમાર પડવાનું પણ જોખમ રહે છે પરંતુ તમે જાણતા નહી હોય કે માટીમાં રમવાથી બાળકોને ઘણા બધા ફાયદાઓ થાય છે. તે બાળપણની યાદોનો એક સુંદર ભાગ હોય છે, જે સંપૂર્ણ જીવન બાળકના મગજમાં એક ખાસ જગ્યા બનાવીને રાખે છે, તો પોતાના બાળકોને રોકવા નહી અને ટોકવા નહી કારણકે તેમને માટીમાં રમવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે. તો ચાલો આજે તેમના પર ચર્ચા કરી લઈએ.

માટીમાં રહેલ સૂક્ષ્મ કીટાણુઓનાં સંપર્કમાં આવવાથી ઇમ્યુનિટ સિસ્ટમ મજબૂત થાય છે અને વારંવાર નાની-મોટી બિમારી થવાનું જોખમ ઘટી જાય છે, તેથી માટીમાં રમવાથી તમને અપ્રત્યક્ષ રૂપથી મજબૂત સ્વાસ્થ્ય મળે છે. માટીમાંથી બાળકોના શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે. માટીમાં રમવાથી બાળકોને પોતાની જગ્યા પ્રત્યે લાગણી મહેસૂસ થાય છે, તેનાથી તે પ્રકૃતિની વધારે નજીક જઈ શકે છે. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આવનારી પેઢીમાં પ્રકૃતિ સાથે લાગણી હોવી ખૂબ જ જરૂરી હોય છે.

માટીમાં રમવાથી બાળકોને મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રાખવામાં મદદ કરે છે, જેના લીધે તેમની આંખો અને સ્વાસ્થ્ય સારું રહે છે. માટીમાં રમવું બાળકોની રચનાત્મકતામાં વધારો કરે છે. તે મિત્રોની સાથે રમીને કોર્ડિનેશન અને સપોર્ટનું મહત્વ પણ શીખે છે. એક શોધમાં અમેરિકાની “યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ” ને જાણવા મળ્યું કે જે માં-બાપ પોતાના બાળકોને બાળપણમાં માટીમાં રમવાથી રોકે છે, તે બાળકોને આગળ ચાલીને ઘણી ખતરનાક બિમારીઓ થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે.

તેના સિવાય માટીમાં રમવાથી ત્વચાના ફોલિકલ ખુલી જાય છે, જેના લીધે સંપૂર્ણ શરીરમાં લોહી સારી રીતે ફેલાય છે. બહાર ખુલ્લા મેદાનમાં પાર્કમાં રમવાનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે માટીમાં મળી આવનાર તત્વો બાળકોની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કોરોના કાળમાં સૌથી વધારે વાત ઇમ્યુનિટીની કરવામાં આવી હતી. તેવામાં જો બાળકો માટીના સંપર્કમાં આવીને રમે છે તો તેમની રોગો સામે લડવાની શક્તિ વધી જાય છે, સાથે જ તેમને માનસિક રીતે પણ મજબૂતી મળે છે.

આમ પણ પ્રાચીન કાળથી જ ભારતનાં ગામડાઓમાં વડીલો અવારનવાર કહેતા હતા કે માનવ શરીર માટીનું બનેલું છે અને તે એક દિવસ માટીમાં જ ભળી જશે તો પછી બાળકોને માટીના સંપર્કમાં આવવાથી કેમ રોકી શકાય?. તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે બાળકો મોબાઈલથી થોડા દૂર રહેશે, જે સ્વાસ્થ્ય માટે સૌથી વધારે જરૂરી છે.