માત્ર આ ૭ અભિનેત્રીઓને ફોલ્લો કરે છે સલમાન ખાન, ત્રીજા નંબરની અભિનેત્રીનું નામ જાણીને લાગશે જોરદાર ઝટકો

Posted by

સલમાન ખાન બોલિવુડમાં એક મોટું નામ છે. તે એક ફિલ્મના ૬૦ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તેમની દરેક ફિલ્મ ૧૦૦ થી ૩૦૦ કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી લે છે. સલમાન ખાનની માર્કેટ વેલ્યુ આટલી વધારે હોવાના કારણે ખૂબ જ મોટો ફેન્સ બેઝ છે. તેમને કરોડો લોકો ફોલ્લો કરે છે. તેઓ માત્ર સલમાનની ફિલ્મો જ જોતા નથી પરંતુ તેમના અંગત જીવન સાથે જોડાયેલી દરેક ચીજો પણ જાણવા માંગે છે. આ જ કારણ છે કે ભાઈજાનના સોશિયલ મીડિયા પર કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ છે.

ખાલી ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો અહીય સલમાન ખાનને ૪ કરોડથી વધારે લોકો ફોલ્લો કરે છે. સલમાન સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે. તે અહીં પોતાના અંગત અને પ્રોફેશનલ લાઈફની અપડેટ ફેન્સ સાથે શેર કરતા રહે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સલમાનની એક અલગ ઓળખાણ છે. તે લોકો પાછળ ભાગતા નથી પરંતુ લોકો તેમની પાછળ આવે છે. તેમની દરેક વસ્તુને ફોલ્લો કરે છે. સલમાન ખાનનાં સ્થિતિનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે તે ઇન્સ્ટાગ્રામ પર માત્ર ૨૭ લોકોને જ ફોલ્લો કરે છે. તેમાંથી પણ ફિલ્મી અભિનેત્રીઓ માત્ર ૭ જ છે.

સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીનાં ગોડફાધર કહેવામાં આવે છે. કહેવાય છે કે તે એકવાર જેના માથા પર હાથ રાખી દે છે તો તેનું નસીબ ચમકી જાય છે. હકિકતમાં જો કોઈ સલમાન ખાનનું ફેવરિટ હશે તો તેને ઇન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ જાતનું કામ મળી જશે. તેવામાં સલમાન  ઇન્સ્ટાગ્રામ પર જે ૭ અભિનેત્રીઓને ફોલ્લો કરે છે, તે ખૂબ જ નસીબદાર હોય છે કારણકે તેમના માથા પર સલમાન ખાનનો હાથ છે. કારણ કે તે સ્પષ્ટ વાત છે કે સલમાન તેમને પસંદ કરે છે, એટલા માટે તેમણે તેમને ફોલ્લો લિસ્ટમાં રાખી છે.

રસપ્રદ વાત એ છે કે સલમાન જે અભિનેત્રીઓને ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લો કરે છે, તેમાંથી મોટાભાગની તો તેમની એક્સ ગર્લફ્રેન્ડ કે પછી તેમની સાથે સલમાન ખાનનું નામ જોડાઈ ચૂક્યું છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ કેટરીના કૈફનું આવે છે. સલમાન અને કેટરીનાનું અફેર ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. વર્તમાન સમયમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ તેમ છતાં બંને વચ્ચે મિત્રતા જળવાયેલી છે.

બીજી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છે, જેને સલમાન ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લો કરે છે. જૈકલીન સાથે પણ સલમાનના લવ અફેરની ખબરો સામે આવી ચૂકી છે. ગયા વર્ષે કોરોના કાળમાં તે પોતાના ફાર્મહાઉસ પર જૈકલીન સાથે લાંબા સમય સુધી રહ્યા હતાં.

ત્રીજા નંબર પર સલમાન જેને ફોલ્લો કરે છે, તે એક જમાનામાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ સંગીતા બિજલાની છે. આ સિવાય સલમાન ડેઇઝી શાહ, વલુષ્ચા ડીસુજા, યુલિયા વંતુર અને કેટરીના કેફની બહેન ઈસાબેલ કૈફને પણ ફોલ્લો કરે છે. યુલિયા સાથે પણ સલમાનના લવઅફેરની ઘણી ખબરો સામે આવી ચૂકી છે.

અભિનેત્રીઓ સિવાય સલમાન પોતાના પરિવારનાં લોકો જેમ કે ભાઈ અરબાઝ ખાન અને સોહેલ ખાન, બહેન અર્પિતા શર્મા, અલવીરા અગ્નિહોત્રી અને બનેવી અતુલ અગ્નિહોત્રી સહિત વગેરેને પણ ફોલ્લો કરે છે, એટલું જ નહીં સલમાન પોતાના બોડીગાર્ડ શેરાને પણ ફોલ્લો કરે છે. અભિનેતાઓમાં તે માત્ર આદિત્ય પંચોલીનાં દિકરા સૂરજ પંચોલીને ફોલ્લો કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન આપણને ખૂબ જ જલ્દી ફિલ્મ “અંતિમ : ફાઈનલ ટ્રુથ”, પઠાણ અને ટાઈગર-૩ જેવી ફિલ્મોમાં નજર આવશે.