MBBS ડોક્ટરે ખાધું છાણ, જણાવ્યા ઘણા બધા ફાયદાઓ, કહ્યું, “હું વર્ષોથી છાણ અને ગૌમુત્ર ખાઈ રહ્યો છું”

ગાયને આપણા દેશમાં પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ગાયમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે આપણે ગાયની પુજા અને સેવા કરવી જોઈએ. ધાર્મિક એંગલ હટાવવામાં આવે તો ગાયથી મળવા વાળું દુધ અને તેનાથી બનેલા ઉત્પાદન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. ગાયનું દુધ હેલ્ધી હોય છે. આ વાતને દરેક લોકો એગ્રી કરે છે પરંતુ તેનાં છાણ અને ગૌમુત્રનું શું ?.

ઘણા લોકો ગાયનાં છાણ અને ગૌમુત્રને સ્વાસ્થ્ય માટે લાભકારી જણાવે છે. અમુક લોકો તો તેનું સેવન કરવાની પણ સલાહ આપે છે. જોકે તેને લઈને ઘણીવાર સોશિયલ મીડિયા પર વાતચીત પણ સ્ટાર્ટ થઈ જાય છે. કોઈ આ ચીજની મજાક ઉડાવે છે તો કોઈ તેના ફાયદા સાથે સહમત થાય છે. હવે આ વિષય પર એક MBBS ડોક્ટરનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ડોક્ટર ગાયનાં છાણનાં ફાયદાઓ જણાવવા માટે તેને કેમેરાની સામે ખાઈને પણ બતાવે છે.

MBBS ડોક્ટરે આપી છાણ ખાવાની સલાહ

જો તમને કોઇ કહે કે ભાઈ ગાયનું છાણ ખાઈ લો તો કદાચ આ વાત સાંભળીને તમે હસવા લાગશો. ગૌ-મુત્રનું સેવન કરતા તો આપણે પણ ઘણા લોકોને જોયા છે પરંતુ ગાયનું છાણ ખાતા ખુબ જ ઓછા લોકો જોવા મળે છે. જો કોઈ એવું કરે પણ છે તો આપણે તેને અંધવિશ્વાસ કહીને તેની મજાક ઉડાવીએ છીએ. વિચારીએ છીએ કે તેનામાં અક્કલ હશે કે પછી કોઈ ભણેલો વ્યક્તિ નહિ હોય પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પાસે MBBS ની ડિગ્રી છે પરંતુ તેમ છતાં તે લોકોને છાણ ખાવાની સલાહ આપે છે.

છાણ ખાવાના ફાયદા

હકિકતમાં હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને કરનાલ નાં રહેવાસી MBBS ડોક્ટર મનોજ મિત્તલનો છે. તે વીડિયોમાં એક ગૌશાળાની અંદર ઉભા હોય છે અને ગાયનાં છાણને ખાવાના ફાયદાઓ જણાવે છે. આ દરમિયાન તે દર્શકોને છાણ ખાઈને પણ બતાવે છે. તેમણે છાણનાં લાભ ગણાવતા કહ્યું કે, તેમાં વિટામિન બી-૧૨ હોય છે. તે આપણને રેડિયેશનથી સેઇફ રાખે છે.

મોબાઈલ, ફ્રીઝ, એસી જેવી ચીજો દરરોજ ઉપયોગ કરવાથી આપણે રેડિએશનનાં સંપર્કમાં આવી જઈએ છીએ. આ રેડિએશનથી તમને કેન્સર થવાનું જોખમ પણ રહે છે એટલા માટે જો તમે છાણ ખાઓ છો તો આ જોખમ ઓછું થઇ જાય છે. ડોક્ટર મિત્તલે જણાવ્યું કે તે ઘણા વર્ષોથી જમીન પર સુવે છે. તે ક્યારેય પંખા કે એસી નો ઉપયોગ કરતા નથી. તેમનું કહેવાનું છે કે ગાયના છાણમાં ૨૮% ઓક્સિજન હોય છે, જે હેલ્થ માટે લાભકારી છે.

નોર્મલ ડિલિવરી માટે ખાવું જોઈએ છાણ


ડોક્ટર મિત્તલે છાણને ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી જણાવ્યું છે. તેમણે કહ્યું કે નોર્મલ ડિલિવરી માટે ગર્ભવતી મહિલાઓએ છાણનો રસ પીવો જોઈએ. તેમના અનુસાર ગાયનું છાણ શરીરને ઘણી બિમારીઓથી દુર રાખે છે. તમને જણાવી દઈએ કે ડોક્ટર મિત્તલ કરનાલમાં ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને તેમની પોતાની હોસ્પિટલ છે.