મીની ઇન્ડિયા કહેવામાં આવે છે આ સુંદર દેશને, અહીંયાની ૩૭ ટકા વસ્તી છે હિન્દુસ્તાની, અહીંયાની ભાષા પણ છે હિન્દી

વિશ્વના દરેક ખૂણામાં ભારતીય મળી આવે છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયાના દ્વિપીય દેશ ફીજી માં તો ભારતીયોની ૩૭ ટકા વસ્તી રહે છે. તેવામાં આ દેશને મીની હિન્દુસ્તાન પણ કહેવામાં આવે છે. આ દેશમાં ભારતીય પાછલા ઘણા વર્ષોથી રહે છે. તેવામાં અહીંયાની સ્થાનીય ભાષામાં હિન્દીને પણ સામેલ કરવામાં આવી છે.

ફીજી દેશમાં વધારે માત્રામાં જંગલ, ખનીજ અને જળ સ્ત્રોત મળી આવે છે. આ કારણથી તે પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં સૌથી અદ્યતન દેશ છે. અહીંયા પર્યટન અને ખાંડની નિકાસથી સૌથી વધારે વિદેશી મુદ્રા આવે છે. આ દેશની સુંદરતા સંપૂર્ણ વિશ્વમાં ફેમસ છે. જેના લીધે પર્યટકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીયા ફરવા આવે છે.

ભારતીયોની આ ટાપુ પર આવીને વસવાની કહાની પણ ખૂબ જ દિલચસ્પ છે. હકીકતમાં વર્ષ ૧૮૭૪માં બ્રિટનએ આ ટાપુ પર કબજો કરી લીધો હતો. તેમણે અહીંયા હજારો ભારતીય મજદૂરોને પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર શેરડીના ખેતરમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સામે શરત રાખવામાં આવી હતી કે પાંચ વર્ષ પુરા થવા પર તે પોતાના ખર્ચે ભારત પરત ફરી શકે છે. જોકે તે પાંચ વર્ષ વધારે કામ કરે છે તો બ્રિટિશ જહાજ તેમને ભારત પહોંચાડી દેશે. આ પરિસ્થિતિમાં મોટાભાગના મજૂરોએ વધારે કામ કરવું યોગ્ય સમજ્યું.

હવે આટલા વર્ષો સુધી એક જ દેશમાં રહ્યા બાદ તે લોકો ફિજી માં જ રહેવા લાગ્યા અને ભારત પરત ફરી શક્યા નહી. વળી અમુક હજાર ભારતીય પોતાની ઇચ્છાથી ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં ભારતથી આવીને ફિજીમાં વસવાટ કરવા લાગ્યા.

આમ તો ફીજી આઈલેન્ડમાં કુલ ૧૨૨ ટાપુઓ છે પરંતુ ફક્ત ૧૦૬ ટાપુઓ જ પરમેનેન્ટ વસવાટ કરે છે. તેમાંથી પણ વિતી લેવું અને વનુઆ લેવુ બે એવા મુખ્ય ટાપુઓ છે, જ્યાં ફીજીની ૮૭ ટકા વસ્તી રહે છે. ફીજીનાં મોટાભાગના ટાપુ ૧૫ કરોડ વર્ષ પહેલા જ્વાળામુખી વિસ્ફોટોના લીધે બની ગયા હતા. અહીં આજે પણ ઘણા એવા ટાપુઓ છે, જ્યાં જ્વાળામુખી વિસ્ફોટ થતા રહે છે.

જોકે આ દેશમાં આટલી મોટી સંખ્યામાં ભારતીય રહે છે તેથી અહીંયાં હિન્દુ મંદિર પણ બનેલા છે. ફિજીનું સૌથી મોટું મંદિર શિવ સુબ્રમન્યા હિંદુ મંદિર છે. તે નાદી શહેરમાં આવેલું છે. અહીંયા રહેવાવાળા હિન્દુ ભારતના લોકોની જેમ જ રામનવમી, હોળી અને દિવાળી જેવા બધા જ તહેવાર ઉજવે છે.

જ્યારે અહીંયા બનેલા ટાપુઓનું ખોદકામ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ૧૦૦૦ ઈસા પૂર્વનાં સમયે પણ ફિજીમાં લોકો રહેતા હતા પરંતુ આ સંબંધમાં કોઈ વિશેષ જાણકારી પ્રાપ્ત થઇ શકી નહી. અમુક લોકો તો એવું પણ કહે છે કે પ્રાચીન ફીજી નરભક્ષી આદિવાસી આદમખોર રહેતા હતા. આ લોકો યુદ્ધમાં લડનાર લોકોનું માંસ ખાતા હતા.

અમે આશા રાખીએ છીએ કે ફિજી નામના આ દેશની જાણકારી તમને પસંદ આવી હશે. શું તમે પણ ક્યારેય આ દેશની મુલાકાત લેવા માંગશો ?.