ગુજરાતી ભાષાનો ચમત્કાર… એક ભજીયા વાળાએ મને વિચારતો કરી દીધો, એણે કહ્યું : અમારી ચટણીનો સ્વાદ તમને…

Posted by

જોક્સ
ભુરો : તું દિવસમાં આરામ ક્યારે કરે છે?.
ચકો : બપોરે ૧ કલાક.
ભુરો : અચ્છા તો તું બપોરે સુઈ જાય છે એમ ને?.
ચકો : ના, ૧ કલાક મારી પત્નિ સુઈ જાય છે.

જોક્સ
મોલમાં બિસ્કિટ ચોરી કરતી એક સુંદર મહિલા પકડાઈ ગઈ.
જજ : તમે બિસ્કિટનું એક પેકેટ ચોર્યું, તેમાં 30 બિસ્કિટ હતાં. તેના માટે તમને ૩૦ દિવસની સજા સંભળાવવામાં આવે છે.
મહિલાનો પતિ બોલ્યો : જજ સાહેબ, મારી પત્નિ એ મેંદાનું પેકેટ પણ ચોર્યું છે.
જજ મુંઝવણમાં મુકાઈ ગયો કે હવે કેટલી સજા આપવી.

જોક્સ
સ્કુલમાં એક બાળકનાં એડમિશન માટે ઇન્ટરવ્યુ ચાલતું હતું.
શિક્ષક : બેટા, તારા પપ્પા શું કરે છે?.
બાળક : મમ્મી જે કહે તે બધું જ કરે છે.

જોક્સ
આપણા શરીરમાં પાણી છે, એનો મતલબ એવો છે કે જાડું માણસ જાડું નથી,
ફક્ત એમના શરીરમાં પુર આવેલું છે.

જોક્સ
મગનની નવી ઓફીસમાં નોકરી લાગી ગઈ.
માં એ પુછ્યું : દિકરા કેવું ચાલી રહ્યું છે તારું ઓફીસનું કામ?.
મગન : માં, હું ઘણો જવાબદાર કર્મચારી બની ગયો છું.
માં : અચ્છા, તે કઈ રીતે?.
મગન : ઓફીસમાં જ્યારે પણ કોઈ કામ બગડે છે તો બધા કહે છે, આના માટે મગન જ જવાબદાર છે.

જોક્સ
મહિલા : સર તમે તો કીધુ હતું કે ગેમ રમવાથી હું પાતળી થઇ જઈશ પણ કંઇ ના થયું.
ડોક્ટર : કઇ ગેમ રમો છો?.
મહિલા : સર, કેન્ડી ક્રશ.

જોક્સ
એ વાત સાંભળીને તો થોડીવાર પૃથ્વીએ પણ ફરવાનું બંધ કરી દીધું.
જ્યારે પત્નિએ પુછ્યું કે, “એ સાંભળો છો, તમે કારમાં જે AC વાપરો છો, એનું બિલ ઘરે આવે છે કે દુકાને??.

જોક્સ
એક વિમાન હવામાં ખરાબ થઈ ગયું.
પાયલટ (મુસાફરોને) : કોઈને બચવાની દુઆ આવડે છે?.
એક બાબાએ ખુશ થઈને કહ્યું : હા મને આવડે છે.
પાયલટ : ઠીક છે બાબા, તમે દુઆ કરો કારણ કે એક પેરાશુટ ઓછું છે.
(બાબા બેભાન).

જોક્સ
કંજુસ વેપારીને એક દિવસ ભુત વળગ્યું.
થોડા દિવસ પછી ભુત જાતે ઓઝા પાસે જઇને કહે,
“પ્લીઝ મને આ શરીરની બહાર કાઢો, હું ભુખે મરી જઇશ.

જોક્સ ૧૦
શિક્ષક : ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કયો સમય થયો કહેવાય?.
ભુરો : ઘડિયાળ રિપેર કરાવવાનો.

જોક્સ ૧૧
પત્નિ : શું તમે જાણો છો સંગીતમાં એટલી શક્તિ હોય છે કે તેનાથી પાણી ગરમ થઈ શકે છે.
પતિ : હા જરૂર, એવું શક્ય છે. તારું ગીત સાંભળીને મારુ લોહી ઉકળી શકે છે તો પાણી કેમ નહિ.

જોક્સ ૧૨
મારો ૧ ચીની મિત્ર આઈસીયુમાં એડમિટ હતો એટલે હુ તેને મળવા ગયો.
હજુ તો ત્યાં જઇ ને તેની બજુમા ઉભો જ હતો કે તે
“ચીન વોંગ મિન તાંગ ડંગ ડુ”
આટલુ બોલીને બેભાન થઈ ગયો.
મને સમજાયું નહી કે, તે શુ બોલી ને બેભાન થઈ ગયો, એટલે તે જાણવા મેં ગુગલમાં સર્ચ કર્યું, તો તેનો મતલબ જાણવા મળ્યો કે,
“ગધેડા, તું મારી ઓક્સિજનની પાઇપ પર ઉભો છે, હેઠો ઉતર…”.

જોક્સ ૧૩
શિક્ષક : રાત્રે તમને મચ્છર કરડી જાય તો શું કરવું જોઈએ?.
ભુરો : છાનુમનું ખજવાળીને સુઈ જવાનું. તમે કાઈ રજનીકાંત નથી કે મચ્છર પાસે “સોરી” બોલાવડાવી દો.

જોક્સ ૧૪
ગોલુ પરેશાન બેઠો હતો.
ભોલુ : શું થયું યાર?.
ગોલુ : શું કહું યાર, આજે અમારા માસ્તર કહી રહ્યા હતાં કે, જીંદગી ફક્ત ચાર દિવસની જ હોય છે.
ભોલુ : તો?.
ગોલુ : પણ મેં રીચાર્જ ૮૪ દિવસનું કરાવી દીધું છે.

જોક્સ ૧૫
શિક્ષક : તું બહુ તોફાન કરે છે, જો હું એક દિવસ માટે તારી મમ્મી હોત તો તો તને સીધો કરી દેત…
બાઘો : સારું ટીચર, કાલે મારા પપ્પા ને પુછતો આવીશ.

જોક્સ ૧૬
ગુજરાતી ભાષાનો ચમત્કાર…
એક ભજીયા વાળાએ મને વિચારતો કરી દીધો,
એણે કહ્યું : અમારી ચટણીનો સ્વાદ તમને પાછળથી આવશે.

નોંધ : આ તમામ જોક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇપણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગનાં લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવાનો નથી, કોઈને આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.