મિસ ઈન્ડિયા રહી ચૂકી છે આ બોલીવુડ અકટ્રેસની પત્નિ, ફિલ્મમાં બિકિની પહેરી તો થયો હતો હંગામો, જુઓ તસ્વીરો

બોલિવૂડના “બાબુ ભૈયા” એટલે કે પરેશ રાવલને આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ શું તમે તેમની સુંદર પત્ની સ્વરૂપ સંપતને મળ્યા છો ? ૩ નવેમ્બર ૧૯૫૮ નાં રોજ જન્મેલી સ્વરૂપ આજે ૬૨ વર્ષની થઇ ચૂકી છે. સ્વરૂપ ૧૯૭૯માં મિસ ઈન્ડિયા રહી ચૂકી છે. પરેશ સાથે તેમની મુલાકાત ૧૯૭૫માં થઈ હતી. બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા.

સ્વરૂપને જોતાં જ પરેશ રાવલે પોતાના મિત્રોને કહ્યું કે હું આ યુવતી સાથે લગ્ન કરીશ. સ્વરૂપને પણ પરેશનો આ અંદાજ પસંદ આવ્યો હતો. તે બંને જ થીયેટરમાં રસ દાખવતા હતા. સ્ટેજ પર પરેશની એક્ટિંગ જોઇને સ્વરૂપ એટલી બધી ઈમ્પ્રેસ થઈ ગઈ કે તેમણે પોતે સામેથી ચાલીને પરેશ રાવલ સાથે મિત્રતા કરી લીધી. બંનેએ ૧૯૮૭માં લક્ષ્મીનારાયણ મંદિર કમ્પાઉન્ડ મુંબઈમાં લગ્ન કરી લીધા હતા.

સ્વરૂપ સંપત એક અભિનેત્રી પણ રહી ચૂકી છે. તેમને આપણે નરમ ગરમ, હિમ્મતવાલા, કરિશ્મા અને સાથીયા જેવી મુખ્ય ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. ૧૯૮૪માં કમલ હસન અને રિના રોયની “કરિશ્મા” બિકિની અવતારમાં આવીને તેમણે બધાને પોતાના પરફેક્ટ ફિગરથી હેરાન કરી દીધા હતા.

તે ટીવી કોમેડી શો “યે જો હૈ જિંદગી” માં પણ જોવા મળી હતી. તેમનો આ શો હિટ પણ થયો હતો. તેના માટે તેમણે ઘણા બીજા શો ની ઓફર પણ છોડી દીધી હતી. તેમાં તે દિવંગત એક્ટર સફી ઈનામદારનાં વાઈફનાં રોલમાં નજર આવી હતી. તેના સિવાય તે યે દુનિયા ગજબ કી, ઓલ ધ બેસ્ટ જેવા શો માં પણ નજર આવી ચૂકી છે.

સ્વરૂપ સંપત અને પરેશ રાવલના બે પુત્રો આદિત્ય અને અનિરુદ્ધ છે. તેમનો મોટો પુત્ર આદિત્ય અમેરિકા અને ઇન્ડિયામાં સ્ક્રીનપ્લે રાઇટર છે. વળી તેમનો નાનો પુત્ર અનિરુદ્ધ સલમાન ખાનની ફિલ્મ સુલતાન માં સિસ્ટેટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.

વર્તમાન સમયમાં સ્વરૂપ પોતાનો મોટાભાગનો સમય બાળકોની સાથે જ પસાર કરે છે. તે મહારાષ્ટ્રનાં કોઈ ગામમાંથી આવતા જનજાતિય સમુદાયનાં બાળકોને ભણાવે છે. તેની સાથે જ સુરત-મુંબઈની ઇલિટ સ્કૂલનાં બાળકોને લાઈફ સ્કીલ એજ્યુકેશન ટેકનીકના માધ્યમથી શિક્ષા પણ આપે છે. એટલું જ નહી તે દિવ્યાંગ બાળકોને એક્ટિંગ પણ શીખવાડે છે. તે બાળકોને ભણાવવા માટે નાટક, ગીત-સંગીત, ચિત્રકલા, ગ્રૂપ ડિસ્કશન જેવી પારંપારિક શિક્ષા પદ્ધતિઓનો સહારો લે છે.

તેના સિવાય તે સેટેલાઇટ દ્વારા ગુજરાતના અઢી લાખ પ્રાઇમરિ સ્કૂલ ટીચર્સને ટ્રેનિંગ પણ આપી ચૂકી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પૂર્વ ગુજરાત સી.એમ. અને વર્તમાન પી.એમ. નરેન્દ્ર મોદીએ સ્વરૂપને એજ્યુકેશન પ્રોગ્રામનાં હેડ પણ બનાવ્યા હતા. તે કુમકુમ બનાવવા વાળી કંપની શૃંગાર માટે મોડલિંગ પણ કરી ચૂકી છે.