મીઠું બતાવશે તમે પ્રેગ્નેન્ટ છો કે નહી, ઘરે બેઠા કરો પ્રેગ્નેન્સીનો અનોખો ટેસ્ટ

માં બનવાનું સપનું લગભગ દરેક મહિલા જોતી હોય છે જ્યારે તેમને પોતે પ્રેગ્નેંટ હોવાની ખબર મળે છે તો તેમના ચહેરાનું સ્મિત ખીલી ઊઠે છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાની પ્રેગનેન્સીની તપાસ ડોક્ટરની પાસે જઈને કરાવતી હોય છે. આમ તો પ્રેગ્નન્સી કીટ પણ બજારમાં મળે છે પરંતુ તેમને દરેક મહિલા ખરીદી શકતી નથી. તેવામાં આજે અમે તમને ઘરે બેઠાં મીઠાથી જ પોતાની પ્રેગ્નન્સી ટેસ્ટની એક અનોખી રીત બતાવવા જઈ રહ્યા છીએ. આમ તો સામાન્ય રીતે જો તમારા પિરિયડ રોકાઈ જાય તો તે પણ પ્રેગ્નેન્ટ હોવાનો સંકેત માનવામાં આવે છે. જોકે તે નિયમ દરેક સ્થિતિમાં લાગુ થતો નથી. ઘણીવાર કોઈ અન્ય કારણોથી પણ મહિલાના પિરિયડ રોકાઈ કે મોડું થઈ શકે છે. તેવામાં મીઠાનાં માધ્યમથી તમે તે સુનિશ્ચિત કરી શકો છો કે તમે હકીકતમાં પ્રેગ્નેન્ટ છો કે નહી.

Advertisement

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પ્રકારનો હોમ પ્રેગ્નન્સી ટેસ્ટ તમારી ગર્ભાવસ્થાની તપાસ નોન મેડિકલ રીતે થાય છે. જો તમારી પાસે પ્રેગ્નન્સી કીટ ના હોય તો તમે પોતાના ઘરે જ ખાંડ, બ્લીચ અને મીઠા જેવી ચીજોની મદદથી પોતાની ગર્ભાવસ્થાની તપાસ કરી શકો છો. આ બધા ટેસ્ટની પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે અને તે છે યુરિનમાં HCG હાર્મોનના લેવલની તપાસ કરવી.

ક્યારે કરી શકો છો મીઠાનો ટેસ્ટ

જો તમને શંકા કે આશા હોય કે તમે ગર્ભવતી છો તો આ ટેસ્ટને ઓવ્યુલેશનનાં પાંચમા દિવસે કરવો જોઈએ. આ દિવસે મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાથી વધારે ઇફેક્ટિવ પરિણામ પ્રાપ્ત થાય છે. જોકે તેના માટે તમારે પહેલાથી જ પોતાની ઓવ્યુલેશનની તારીખ ટ્રેક કરવી પડી શકે છે.

મીઠાથી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની પ્રક્રિયા

મીઠાથી પોતાની ગર્ભાવસ્થાની તપાસ કરવા માટે તમારે વહેલી સવારે એક ખાલી કન્ટેનર (ડબ્બી)માં પોતાના પેશાબનું સેમ્પલ લો. હવે તેમાં ચમચીનો ચોથો ભાગ મીઠું ભેળવી દો. ત્યારબાદ એક થી બે મિનિટ સુધી રાહ જુઓ. આ દરમિયાન મીઠું અને તમારું યુરીન (પેશાબ)માં રિએક્શન થશે. જો તમારા યુરિનમાં ઉપસ્થિત HCG હાર્મોન મીઠાની સાથે પ્રતિક્રિયા કરીને ફીણા બનાવી દે છે તો તેનો મતલબ છે કે તમે પ્રેગ્નેન્ટ છો. જોકે મીઠું અને યુરિનની વચ્ચે પણ રિએક્શન થતું નથી તો તેનો મતલબ થાય છે કે તમે ગર્ભવતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તો જો તમારો પેશાબ મીઠાની સાથે મળીને ફીણા બનાવી લે છે તો તમે ગર્ભવતી છો. આ સ્થિતિમાં તમારે એકવાર ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરી લેવી જોઇએ.

કેટલો અસરદાર છે મીઠાનો ટેસ્ટ

મીઠાનાં માધ્યમથી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો ખૂબ જ કારગર માનવામાં આવે છે પરંતુ મોટાભાગના કપલ્સને પ્રેગ્નન્સી કીટનાં પરિણામ પર વધારે ભરોસો હોય છે. જોકે તે પ્રેગ્નન્સી કીટ પણ ૧૦૦ ટકા સટીક પરિણામ આપે તે જરૂરી નથી. તેથી પોતાની પ્રેગનેન્સી કન્ફર્મ કરવા માટે તમારે ડોક્ટર પાસે જઈને અલ્ટ્રાસાઉન્ડ કરાવવું પડે છે.

અમે આશા રાખીએ છીએ કે તમને અમારી જાણકારી પસંદ આવી હશે. તેની સાથે જ તમે મીઠાથી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની આ રીત પોતાના મિત્રો અને સંબંધીઓને પણ જણાવી શકો છો.

Advertisement