મિથુન રાશિફળ ૨૦૨૧ : મિથુન રાશિ માટે વર્ષ ૨૦૨૧નું રાશિફળ, જાણો શું કહે છે નવા વર્ષના તમારા નવા સિતારાઓ

રાશિચક્રમાં મિથુન રાશિ ત્રીજા નંબર પર આવે છે. આ રાશીના જાતકો ખૂબ જ હાજર જવાબી અને સ્ફૂર્તિલા સ્વભાવના હોય છે. તે આકર્ષક અને મિત્રતા સ્વભાવના હોય છે, તે જે પણ વ્યક્તિને મળે છે તેમની સાથે સરળતાથી મળી જાય છે. તે ખૂબ જ સામાજિક હોય છે અને પોતાના મિત્રો અને પરિવારનાં લોકોની સાથે ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે. મિથુન રાશિ વાળા લોકોની સ્મરણશક્તિ સારી હોય છે અને તે વાંચન-લેખનમાં રુચિ રાખે છે. સાથે જ તેમને પોતાના ઘરની સજાવટનો ખૂબ જ શોખ હોય છે.

જો તમારી રાશિ મિથુન છે અને તમારા મગજમાં એવો પ્રશ્ન ફરી રહ્યો હોય કે વર્ષ ૨૦૨૧માં તમારું આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમ જીવન કેવું રહેશે, તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત મિથુન રાશિ ૨૦૨૧ રાશિફળ તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

માર્ચનાં મહિનામાં પૈસાના કારણે કામકાજમાં અડચણો આવી શકે છે. નવા વર્ષના પ્રારંભમાં બોસની સાથે અશાંતિ અને મતભેદ થઈ શકે છે. આ વર્ષે આર્થિક બાબતોમાં ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેશો તો તમારા માટે સારું રહેશે. તમને ભાગ્યનો પૂરતો સાથ મળશે. અડધું વર્ષ પસાર થયા બાદ આવકના નવા સ્ત્રોત મળશે. સ્થાયી સંપત્તિ વધવાના પણ યોગ છે. નવા વર્ષમાં તમે કમાઈ શકશો, બચાવી શકશો અને સારું રોકાણ પણ કરી શકશો. આ વર્ષે આત્મવિશ્વાસના દમ પર તમે દરેક ક્ષેત્રમાં જોખમ લઈ શકશો અને સફળતા પણ મળશે. તમારે સમજ્યા કે વિચાર્યા વગર ખર્ચાઓ કરવાથી બચવું પડશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેવાની આશા છે.

સ્વાસ્થ્ય

આ વર્ષે ૨૦૨૧નાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાઓમાં તમે પોતાના શારીરિક બળને વધારવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓ માટે નવેમ્બર-ડિસેમ્બર મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે નહી, જેના લીધે તેમને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મે મહિનામાં તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જળવાઈ રહેશે, જેના લીધે તમે થોડા પરેશાન રહેશો. જાન્યુઆરી અને ફેબ્રુઆરીનાં મહિનામાં શરીર અને માથાનાં દુખાવા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. જૂની બીમારીઓ પણ થઈ શકે છે, જેના લીધે તમારે કોઈ ચિકિત્સકની સલાહની આવશ્યકતા રહેશે.

પારિવારિક જીવન

પરિવારમાં પ્રેમ વધશે પરંતુ કોઇ કારણનાં લીધે પારિવારિક મતભેદ થવાથી અશાંતિ પણ ઉત્પન્ન થઇ શકે છે. વડીલોની સલાહથી તમે આ સમસ્યામાંથી બહાર નીકળી શકશો. સંતાન પક્ષથી પ્રસન્નતા થશે. પરિવારમાં થોડી ગેરસમજણ પણ થઈ શકે છે. વૈવાહિક જીવન માટે વર્ષ ૨૦૨૧ સામાન્ય રહેશે. જીવનસાથીને પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ મળશે, જેના લીધે તમારી ખુશીમાં વધારો થશે. સાથીની સાથે પરસ્પર સહયોગ અને સહમતીની પણ સ્થિતિ રહેશે.

પ્રેમ જીવન

વર્ષ ૨૦૨૧માં તમારા રોમેન્ટિક સંબંધોમાં નવી ગતિ આવી શકે છે. નવેમ્બર મહિનામાં જીવનસાથીની સાથે સારો સમય પસાર કરી શકશો. ફેબ્રુઆરીમાં લવ-લાઈફ પાર્ટનરની સાથે કોઈ રોમેન્ટિક જગ્યા પર ફરવા જઈ શકો છો. વર્ષના અંતિમ થોડા મહિના સંબંધોને લઈને તણાવયુક્ત રહેશે. તમારા લગ્ન માટે સૌથી સારો સમય એપ્રિલ પછી આવશે. પ્રેમિકાને પોતાના કાબુમાં કરવા વિશે ના વિચારો તો સારું રહેશે. પાર્ટનર સાથે વાતચીત કરતા સમયે પણ સાવધાની રાખવી, કારણ કે અમુક વાતોને લઈને સંબંધોમાં તણાવ પણ રહી શકે છે.

કરિયર

વર્ષ ૨૦૨૧માં વિદ્યાર્થીઓએ અભ્યાસના ક્ષેત્રમાં પોતાની જાણકારીને વધારવાની જરૂરિયાત પડશે. માર્ચ મહિનામાં કોઈ ઈન્ટરવ્યૂ માટે પણ પોતાને તૈયાર કરવા પડશે. ડોક્ટર અને એન્જિનિયર વગેરે વિશેષ ઉપલબ્ધિઓ મેળવી શકશે. વ્યવસાયમાં ફાયદો અને નોકરિયાત લોકોને અધિકારીઓ તરફથી મદદ મળી શકે છે. ૨૦૨૧માં વ્યવસાયમાં ફાયદો થવાની આશા છે. વ્યવસાયમાં નવી ઓફર પણ મળી શકે છે. માહિતી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા લોકો માટે આ વર્ષ અવસરોથી ભરપૂર રહેશે. નોકરીમાં નાની મોટી અડચણોથી ગભરાવું નહી. નોકરિયાત લોકોને કામનું ભારણ અને કામ સમયસર પૂરું ના થઇ શકવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. વિદ્યાર્થીઓને માર્ચમાં મોટી સફળતા મળશે. યુવાનોને ઇન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. નોકરિયાત લોકોને જૂનમાં પ્રમોશન મળી શકે છે.

વૈદિક ઉપાય

શનિવારના દિવસે ચણા અને ગોળનું દાન કરવું. ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને કપડાંનું દાન કરવું, તેનાથી ઘરમાં માં લક્ષ્મી નિવાસ કરશે અને તમને ધનની પ્રાપ્તિ થશે. વૈવાહિક જીવનની પરેશાનીઓ દૂર કરવા માંગતા હોય તો શુક્રવારનાં દિવસે સવારે ઘરના પશ્ચિમ-ઉત્તર દિશામાં એક સફેદ કપડું લઈને તેમાં ચોખા બાંધીને લટકાવી દો.

શુભ મહિનો અને શુભ રંગ

મિથુન રાશિના જાતકો માટે વર્ષ ૨૦૨૧ માં જુલાઈ અને ઓક્ટોબર મહિનો ખૂબ જ વધારે શુભ રહેશે. આ મહિનાઓમાં કોઈ મોટી સફળતા મેળવી શકો છો, જ્યારે પીળો રંગ તમારા માટે શુભ રહેશે. તમે પીળા વસ્ત્રો ધારણ કરવાની સાથે-સાથે દાન પણ કરી શકો છો.