મીઠાનાં સેવનથી લઈને વાળ કપાવવા સુધી રવિવારે ના કરવા જોઇએ આ ૫ કામો, સૂર્યદેવ થઈ જાય છે નારાજ

હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તેમનું માનીએ તો સૌરમંડળમાં ઉપસ્થિત કોઈને કોઈ ગ્રહ સપ્તાહના સાતેય દિવસને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. તેથી જે દિવસે જે ગ્રહ એકટીવ રહે છે તેના અનુસાર જ બધા કાર્યો કરવા જોઈએ. તેવામાં આજે આપણે એ જાણીશું કે રવિવારના દિવસે ક્યાં ક્યાં કાર્ય કરવાથી બચવું જોઈએ.

રવિવારના દિવસે સૂર્ય ગ્રહ આપણી કુંડળીને સૌથી વધારે પ્રભાવિત કરે છે. સૂર્ય ગ્રહને સૌરમંડળના રાજા પણ કહેવામાં આવે છે. તેનાથી સૌથી વધારે ઉર્જા નીકળે છે, તેથી તમારી કુંડળીમાં તેમની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ, પરંતુ જો તમે રવિવારના દિવસે અમુક વિશેષ કામ કરો છો તો સૂર્યની સ્થિતિ કમજોર થઈ શકે છે, તેથી આ હાનિથી બચવા માટે રવિવારના દિવસે આ કામ કોઈપણ હાલતમાં કરવા જોઇએ નહી.

મીઠાનું સેવન

મીઠું દરેક ભારતીય ખોરાકનો એક ભાગ હોય છે. તેનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ. પરંતુ શાસ્ત્રોનું માનીએ તો રવિવારના દિવસે સૂર્યાસ્ત પહેલા મીઠાનું સેવન કરવું જોઈએ નહી. જો તમે આવું કરો છો તો તેને અશુભ માનવામાં આવે છે. જેના લીધે તમારા ઘરમાં ખરાબ અસર પડી શકે છે.

શારીરિક સંબંધ

રવિવારના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ. જો કે તમે રાતે શારીરિક સંબંધ બનાવી શકો છો, પરંતુ સૂર્યાસ્ત પહેલા કોઈપણ પ્રકારના સંબંધ બનાવવા શાસ્ત્રોના અનુસાર વર્જિત માનવામાં આવે છે. જો તમે આવું કરો છો તો પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

માંસ-મદિરાનું સેવન

રવિવારના દિવસે શરાબ, માંસ જેવી ચીજોનું સેવન કરવાથી બચવું જોઈએ. આ દિવસે કોઈપણ પ્રકારના નશાનું સેવન પણ ના કરવું જોઈએ.

વાળ કપાવવા

મોટાભાગના લોકો રવિવારના દિવસે જ વાળ કપાવતા હોય છે, પરંતુ શાસ્ત્રોના અનુસાર રવિવારના દિવસે વાળ કપાવવાને અશુભ માનવામાં આવે છે.

અન્ય ચીજો

રવિવારના દિવસે તમારે સરસોનાં તેલની માલીશ કરવી જોઈએ નહી. સાથે જ રવિવારના દિવસે તાંબામાંથી બનાવેલી ચીજો ખરીદવા અને વેચવાથી બચવું જોઈએ.

જો તમે આ બધા જ નિયમોનું પાલન કરશો તો સૂર્ય ગ્રહનો ખરાબ પ્રભાવ તમારી કુંડળીમાં થશે નહી. તમારે કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે નહી. સૂર્યદેવ તમારી ઉપર તેમની કૃપા દૃષ્ટિ બનાવી રાખશે. ભાગ્ય તમને સાથ આપવા લાગશે. જોકે રવિવારના દિવસે સૂર્યદેવને સવારે જળ અર્પિત કરવું જોઈએ. એનાથી તમારી ભૂલ-ચૂક માફ થઈ જાય છે.