પૈસાની બચત નથી થઈ શકતી તો જાણો તમારી રાશિ અનુસાર તેનો ઉપાય, ફટાફટ પૈસાની બચત થવા લાગશે

પૈસાની બચત કરવી પણ એક ટેલેન્ટ હોય છે, જે બધાની પાસે નથી હોતું. અમુક લોકો એવા હોય છે, જે પૈસા કમાવવામાં હોશિયાર હોય છે અને અમુક લોકો એવા પણ હોય છે, જે તેની બચત ખુબ જ સરળ રીતે કરી લે છે અને જે લોકો આ બંને કામ કરી લે છે, તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. પૈસા સાથે જોડાયેલી બાબતોને સંભાળવા માટે દરેક વ્યક્તિની રીત અલગ-અલગ હોય છે. એક વ્યક્તિ પૈસા બચાવવા માટે જે રીત અપનાવે છે, બની શકે છે કે તે ઉપાય બીજા વ્યક્તિ માટે કામ ના પણ કરે. જો તમે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો તમારી રાશિ અનુસાર તમે આ ઉપાય અપનાવી પણ શકો છો.

Advertisement

મેષ રાશિ

આર્થિક નિર્ણયની બાબતમાં મેષ રાશિ વાળા લોકો વધારે સારા નથી હોતા. તે લોકો શોપિંગ કરવું એક જરૂરી કામ સમજે છે અને શોપિંગ પહેલા કંઈ વધારે વિચારતા પણ નથી. તેના માટે સલાહ છે કે જો તે કોઈપણ વસ્તુની ખરીદી કરવા માંગે છે તો તેના માટે ૨૪ કલાક સુધી રાહ જોવી. જો મનમાં તે સામાન ખરીદવાની ઈચ્છા છે તો જ તેને ખરીદો. જો વળી તે સામાન તમારા મનથી ઉતરી ગયો છે તો મતલબ તેને ખરીદવું પૈસાની બરબાદી છે. આવી રીતે તમે થોડી બચત કરવાનું શરૂ કરી શકશો.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકો ખુબ જ જવાબદાર, ભરોસાપાત્ર અને પોતાની ઈચ્છાને લઈને તટસ્થ રહે છે. આ બધાની મદદથી તે એક સારી બચત કરી શકે છે અને ભવિષ્ય માટે પ્લાનિંગ પણ કરી લે છે પરંતુ તેમને શાહી અને મોંઘી વસ્તુઓનો શોખ હોય છે અને તેનાં કારણે જ તે બચત કરવામાં પાછળ રહી જાય છે. તમારે એ વાત યાદ રાખવી જોઈએ કે જે પૈસા તમે આજે એક જગ્યાએ ખર્ચ કરી રહ્યા છો, તે આવતીકાલે તમને કોઈ બીજી જરૂરી જગ્યાએ વધારે ખર્ચ કરવા માટે નહીં મળે. એટલા માટે લગ્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરતા પહેલા બે વાર વિચારી લેવું.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકો વિશે અનુમાન લગાવવુ મુશ્કેલ હોય છે અને આ જ કારણ છે કે તેમના ખર્ચાઓ પણ નિયંત્રિત નથી રહેતા. તે ઘણીવાર ખુબ જ જવાબદાર વ્યક્તિની જેમ વર્તન કરે છે પરંતુ બીજા જ સમયે તે કારણ વગરનાં ખર્ચાઓને નથી રોકી શકતા. તેના માટે બચતનો સૌથી સારો ઉપાય છે કે ભવિષ્ય માટે સેવિંગ અને રિટાયરમેન્ટ પ્લાન લે અને તેમાં ઓટોમેટીક ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરે.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા લોકો ખુબ જ મહેનતુ હોય છે અને તે બચત તથા રોકાણ સારી રીતે કરે છે. આ રાશિ વાળા લોકો ઘર-પરિવાર, સુરક્ષા અને સુરક્ષિત ભવિષ્ય વિશે વધારે વિચારે છે અને તેમના માટે બેંકમાં પર્યાપ્ત પૈસા જમા કરવા પર ફોકસ આપે છે. તેમને બચત કરવા માટે કોઈ ખાસ ટીપની જરૂર નથી હોતી. ઉલ્ટું તેમને પોતાના ઉપર ધ્યાન આપવું જોઈએ અને પોતાના પર થોડો ખર્ચ પણ કરવો જોઈએ.

સિંહ રાશિ

આ રાશિ વાળા લોકો કલાત્મક હોય છે. તેનાં કારણે તેમને પૈસા કમાવવામાં મુશ્કેલી નથી થતી. તેમની પરેશાની તે પૈસાને બચાવીને રાખવામાં હોય છે કારણ કે તે નવી સ્ટાઈલ અને ટ્રેન્ડની સાથે અપડેટ રહેવા માંગે છે. તમે એટલું જરૂર કરી શકો છો કે તે વસ્તુઓ પર ખર્ચ કરો, જેનાથી તમને ખુશી મળે છે. તેનાથી તમે ૧૦ જગ્યાએ પૈસા ખર્ચ કરવાથી બચી શકો છો.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકો મહેનતું અને પ્રેક્ટીકલ હોય છે અને તે પોતાની આ ખુબીનો ઉપયોગ પોતાના આર્થિક નિર્ણયમાં કરે છે. તેમને પોતાના જીવનને સરળ બનાવવા માટે અમુક વસ્તુઓ પર ખર્ચ કરવો જોઈએ. તે બીજાની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે, તેમાં પણ તેમણે થોડી સાવધાની રાખવી જોઈએ.

તુલા રાશિ

આ રાશિની ખુબી વસ્તુઓને લઈને સંતુલન જાળવી રાખવાની હોય છે અને તે પોતાની બચત અને ખર્ચાઓને લઈને પણ ખુબ જ સંતુલિત રહે છે. આ રાશિ વાળા લોકોને એકલા રહેવું પસંદ હોતું નથી અને તેનાં કારણે તે મિત્રની સાથે બહાર ફરવા અને ખાવા-પીવામાં વધારે ખર્ચ કરી દે છે. તેમણે એ વિચારવાની જરૂર હોય છે કે તેમના માટે શું વધારે જરૂરી છે, મિત્રો સાથે કવોલેટી ટાઈમ પસાર કરવો કે પછી પોતાનાં પર ખર્ચાઓ કરવા. જો બધા કામ માટે એક બજેટ તૈયાર કરવામાં આવે તો ખોટા ખર્ચાઓથી બચી શકાય છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકો અનુશાસિત હોય છે અને તે વધારે ખર્ચાઓ કરવા પર વિશ્વાસ નથી કરતા. તે ખુબ જ ગોપનીય પ્રકારનાં વ્યક્તિ હોય છે અને તેનાં કારણે પૈસા સાથે જોડાયેલી વાત કરવી તેમના માટે ચેલેન્જ સમાન હોય છે. તેવામાં પરિવાર અને ભવિષ્ય માટે કોઈ પ્રકારની યોજના બનાવવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકો આઝાદીને પોતાના જીવનમાં ખુબ જ મહત્વ આપે છે અને તેમને મુસાફરી કરવી ખુબ જ પસંદ હોય છે. તેમનામાં ધીરજની કમી હોય છે, તેનાં કારણે તે આર્થિક નિર્ણય સારી રીતે નથી લઈ શકતા. તેમણે ખોટા ખર્ચાઓથી બચવા માટે થોડો સમય રિસર્ચ પર લગાવવઓ પડે છે. તમારે ઉપલબ્ધ સંસાધનોનો સારો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમે તમારા ખર્ચાઓ ના વધારો.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકો પોતાના જીવનમાં ખુબ જ અનુસાસિત તથા નિયમબદ્ધ રીતે રહે છે અને આ પ્રકારે પોતાના ધન ને પણ મેનેજ કરે છે પરંતુ જ્યારે કોઈ તેમના અનુસાર નથી ચાલતું તો તે તેને જજ કરવા લાગે છે. આવું કરવાથી તમારે બચવું. સાથે જ તે ઘણા અવસરમાં ગુસ્સામાં આવીને શોપિંગ કરી લે છે. તેમણે પોતાની આદતમાં થોડો સુધારો લાવવાની જરૂર હોય છે.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકો ખુબ જ ક્રિએટિવ હોય છે પરંતુ તે સપનાની દુનિયામાં રહે છે. તે ખુબ જ દયાળુ પણ હોય છે. જ્યારે પૈસાની વાત આવે છે તો તેમણે પોતાની ઉદારતા પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર હોય છે. જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો તમે તમારી ઈચ્છા અનુસાર દાન પણ કરી શકો છો.

મીન રાશિ

આ રાશિ વાળા લોકો પૈસાની વધારે ચિંતા નથી કરતા. તેમના જીવનમાં પૈસાથી વધારે બીજી ઘણી બધી વસ્તુઓ હોય છે. ધનમાં રુચિ ના હોવાનાં કારણે તે પોતાના માટે સાચો આર્થિક નિર્ણય નથી લઈ શકતા. તેમણે સમજવું પડશે કે એક સારું જીવન જીવવા માટે ધનની મહત્તાને નકારી નથી શકાતી. તેમણે ધનનો ઉપયોગ એવી જગ્યાએ કરવો જોઈએ, જે તેમનાં માટે મહત્વપુર્ણ હોય. જો તેમને એકવાર પૈસાની ઉપયોગીતા સમજમાં આવી જશે તો તે ના માત્ર સારા પૈસા બનાવી શકશે પરંતુ તેનો પરફેક્ટ ઉપયોગ પણ કરી શકશે.

Advertisement