માસિક આર્થિક રાશિફળ ડિસેમ્બર ૨૦૨૨ : ડિસેમ્બર મહિનામાં આ ૬ રાશિ વાળા લોકોનાં વધશે ખર્ચાઓ, આર્થિક તંગીનો કરવો પડશે સામનો

Posted by

વર્ષ ૨૦૨૨ નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થઈ ચુક્યો છે. આર્થિક મોરચે ડિસેમ્બર મહિનો ઘણી રાશિ વાળા લોકો માટે શુભ રહેશે જ્યારે કેટલાક રાશિ વાળા લોકોને આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્રના મતે આ મહિને મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા અને મકર રાશિ વાળા લોકો ખર્ચાઓથી પરેશાન થઈ શકે છે. તો ચાલો આજે આપણે જાણી લઈએ કે આર્થિક દ્રષ્ટિથી તમામ રાશિઓ માટે ડિસેમ્બર મહિનો કેવો રહેશે.

મેષ રાશિ

વર્ષનાં છેલ્લા મહિના ડિસેમ્બરમાં તમારા ખર્ચાઓ તમારી આર્થિક સ્થિતિની કમર તોડી શકે છે. તમારે એક સારો બજેટ પ્લાન કરીને ચાલવું પડશે જેથી કરીને તમારે કોઈપણ પ્રકારનાં આર્થિક પડકારોનો સામનો ના કરવો પડે. ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું તમારા માટે વધારે પરેશાનીજનક રહી શકે છે ત્યારબાદ ધીરે-ધીરે સુધારો થતો જશે.

વૃષભ રાશિ

તમારા ખર્ચાઓમાં અચાનકથી તેજી આવશે. ડિસેમ્બર મહિનામાં તમારે અચાનકથી આર્થિક તંગીનો સામનો કરવો પડશે એટલા માટે તમારા પૈસાનું રોકાણ ખુબ જ સમજી-વિચારીને કરવું પડશે. સારું તો એ જ રહી શકે છે કે આ મહિને કોઈ મોટું રોકાણ કરવાથી બચવું કારણકે પૈસાનું નુકશાન થવાની સંભાવના વધારે રહેલી છે.

મિથુન રાશિ

એક તરફથી તો તમારી પાસે આવકનાં માધ્યમ પ્રાપ્ત થશે પરંતુ બીજી તરફ ખર્ચાઓ પણ ઘણા થશે. શનિદેવનું અષ્ટમ ભાવમાં આવવું ખર્ચાઓમાં વધારો મુખ્ય કારણ બનશે. તેના કારણે તમારી માનસિક ચિંતા પણ વધશે અને તમને તમારી આર્થિક સ્થિતિની ચિંતા થવા લાગશે.

કર્ક રાશિ

આ મહિને તમારા માટે સારી આર્થિક સ્થિતિનાં યોગ બની રહ્યાં છે. તમારી પાસે પ્રચુર માત્રામાં ધન આવવા લાગશે. બીજા ભાવમાં સ્વામી સુર્યનાં પંચમ ભાવમાં બેસવાથી ધનની સ્થિતિ પ્રબળ થશે. સરકારી ક્ષેત્રમાંથી પણ લાભ થશે. જો તમે સારી રીતે તમારા પૈસાનું રોકાણ કરશો તો બેંક બેલેન્સ પણ સરળતાથી વધી શકે છે.

સિંહ રાશિ

તમારા ખર્ચાઓ વધારે રહેશે અને મહિનાની શરૂઆતથી જ ખર્ચાઓ વધી શકે છે. તેનાં કારણે તમારે થોડું ધ્યાન આપવું પડશે કારણ કે આવક ભલે કેટલી પણ કેમ ના હોય પરંતુ જો ખર્ચાઓ વધારે હશે તો તમે પૈસાની બચત કરવામાં સક્ષમ નહીં થઈ શકો. તેનાં પરિણામ સ્વરૂપે તમારી આર્થિક સ્થિતિ નબળી થવા લાગશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી વધારે અનુકુળ નહિ રહે. પૈસાની બચત કરવામાં આજે તમને સફળતા નહીં મળે. તમારે ખર્ચાઓ વધારે થશે. અસ્ટમ ભાવમાં રાહુ બિનજરૂરી ખર્ચાઓ કરાવવામાં પણ સક્ષમ હશે એટલા માટે તમારે થોડું સમજી-વિચારીને ચાલવું પડશે. આ મહિને બજેટ બનાવીને પ્લાનિંગથી ખર્ચાઓ કરવા.

તુલા રાશિ

આજે તમારા ખર્ચાઓમાં તેજી આવશે અને વધારે પડતા ખર્ચાઓનાં કારણે તમે થોડા પરેશાન રહી શકો છો. કેટલાક ધાર્મિક કાર્યો અને કેટલાક મહત્વપુર્ણ કામ પાછળ પણ તમારા પૈસા ખર્ચ થશે પરંતુ કેટલાક નકામા ખર્ચાઓ પણ તમને પરેશાન કરશે. તેનાં કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.

વૃશ્ચિક રાશિ

તમારી આવકમાં વધારો થશે અને પૈસા મેળવવા માટે તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. પૈસાનાં અભાવે તમારું કોઈપણ કામ અટકશે નહીં. જો તમે વેપાર કરો છો તો તમને બિઝનેસમાં સારા પૈસા મળશે. તમારા પ્રયત્નો સફળ થશે, જે તમારી આર્થિક સ્થિતિમાં વધારો કરશે.

ધન રાશિ

દિવસની શરૂઆતમાં ખર્ચાઓ વધતા જ રહેશે પરંતુ બુધ અને શુક્રનું ગોચર થયા બાદ ખર્ચાઓ ઓછા થવા લાગશે અને ૧૬ ડિસેમ્બરે જ્યારે સુર્યદેવ પ્રથમ ભાવમાં આવશે ત્યારે ખર્ચાઓ લગભગ સાવ ઓછા થઈ જશે અને તમારી ભલાઈનાં કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.

મકર રાશિ

તમારી આવકમાં આશ્ચર્યજનક વધારો થશે, જે તમારી આર્થિક પરિસ્થિતિને મજબુત બનાવશે પરંતુ શુક્ર બારમાં ભાવમાં ગોચર કરતા ખર્ચાઓ વધવા લાગશે અને આવકમાં થોડો ઘટાડો થશે. જોકે સુર્ય ધન રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.

કુંભ રાશિ

તમારી આવકમાં વધારો થવાના યોગ છે. ધીરે-ધીરે તમારી આવકમાં વધારો થવા લાગશે. ખર્ચાઓ થોડા રહી શકે છે પરંતુ આવક વધવાથી તમને આરામ મળશે. ૧૬ મી તારીખે જ્યારે સુર્ય પણ અગિયારમાં ભાવમાં આવશે ત્યારે તમારી આર્થિક પરિસ્થિતિ ઝડપથી કુદકો મારશે. તમારી આર્થિક મજબુતી મેળવી શકશો. મંગળ અગિયારમાં ભાવ પર હોવાનાં કારણે તમને સંપત્તિમાંથી પણ સારા પૈસા કમાઈ શકશો.

મીન રાશિ

ડિસેમ્બરમાં તમારા બધા કામ થઈ જશે અને ધનની કમી પણ નહી રહે. નિયમિત આવક રહેવાથી તમારા હાથ પૈસાથી ભરેલા રહેશે અને હવે આર્થિક પડકારો તમને પરેશાન કરશે નહી. ખર્ચાઓ અને દેવું પણ નિયંત્રિત થશે. તમે ધન એકઠું કરી શકશો.