માસિક લવ રાશિફળ મે ૨૦૨૩ : મે મહિનામાં કઈ રાશિ વાળા લોકોનું થશે બ્રેકઅપ, કોને મળશે સાચો પ્રેમ, વાંચો તમારું માસિક રાશિફળ

Posted by

મેષ લવ રાશિફળ
આ મહિનો તમારા માટે રોમાન્સથી ભરપુર રહેશે. પાર્ટનરને મળવાની ઘણી બધી તક મળશે. જો તમે અપરિણીત છો તો આ મહિને તમને લવ પ્રપોઝલ પણ મળી શકે છે અને તમારી લવ લાઇફ શરૂ થઈ શકે છે. તમારી સકારાત્મકતા અને આકર્ષક વ્યક્તિત્વ કોઈ ખાસ વ્યક્તિને તમારી તરફ આકર્ષિત કરી શકે છે તો બીજી તરફ લવ મેરેજ કરવા ઇચ્છુક લોકોને સફળતા મળવાની પ્રબળ શક્યતા છે, તમે ઝડપથી લવ મેરેજ કરી શકો છો.

વૃષભ લવ રાશિફળ
આ મહિને તમારી લવ લાઈફમાં ઉતાર-ચઢાવ આવશે. તમારે તમારી વાણી અને વર્તન પર ધ્યાન આપવાની જરૂર છે. નાની-નાની વાતો પર પ્રતિક્રિયા આપવાનું ટાળો. તમારે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરવાની જરૂર છે. વાતચીત દ્વારા તમે તમારી વચ્ચેનું અંતર ઘટાડી શકો છો. આ સિવાય તમારા સંબંધોને સુધારવા માટે એકબીજા સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનો પ્રયાસ કરો. મહિનાના અંતે તમે તમારા સંબંધોને લઈને અસમંજસની સ્થિતિમાં રહેશો.

મિથુન લવ રાશિફળ
મિથુન રાશિ વાળા લોકો માટે એપ્રિલ મહિનો ખુબ જ ખાસ રહેવાનો છે. જો તમે તમારા સંબંધોને આગળ વધારવા માંગો છો તો આ મહિને તમે આ બાબત પર તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો. તમને સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ પણ મળી શકે છે. જો તમે સિંગલ છો અને તમે ઇચ્છિત જીવનસાથીની શોધમાં છો તો આ મહિને તમારી તે ઇચ્છા પુર્ણ થવાની સંભાવના છે.

કર્ક લવ રાશિફળ
તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સારા રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી નિકટતા વધશે તેમજ એકબીજા પ્રત્યેનો તમારો ભાવનાત્મક લગાવ પણ વધશે. આ મહિને તમે એકબીજા સાથે વધુ સમય પસાર કરી શકશો અને કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો પણ લેશો. તમે તમારા જીવનસાથીનો પ્રેમ અને ટેકો મેળવવા માટે પોતાને ખુબ જ ભાગ્યશાળી માનશો.

સિંહ લવ રાશિફળ
આ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે નહીં. આ સમય દરમિયાન તમારા સંબંધોમાં અંતર આવી શકે છે. તમારે એકબીજા પર વિશ્વાસ વધારવાની જરૂર છે. ત્યારપછીનો સમય તમારા માટે વધુ સારો સાબિત થશે. તમારી વચ્ચેની કડવાશ ઓછી થશે અને તમે ફરીથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરશો. જોકે તમારે તમારા જીવનસાથી પર કોઈપણ પ્રકારનું દબાણ કરવાની જરૂર નથી, તમારે તેમની ખુશીનું પણ ધ્યાન રાખવું પડશે.

કન્યા લવ રાશિફળ
આ મહિને તમને પ્રેમનો પ્રસ્તાવ મળી શકે છે પરંતુ તમે દ્વિધામાં રહેશો. નવો સંબંધ શરૂ કરતા પહેલા કોઈ અજાણ્યો ડર તમને પરેશાન કરી શકે છે. જો તમે પહેલાથી જ રિલેશનશિપમાં છો તો તમારે તમારા સંબંધોને મહત્વ આપવું પડશે. પાર્ટનરને કોઈ ખોટા વચન આપવા નહિ. સાથે જ તમારે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાથી બચવું પડશે. રિલેશનશિપમાં રહેવા માટે જરૂરી છે કે તમે એકબીજાનો આદર કરો.

તુલા લવ રાશિફળ
પ્રેમ જીવન હોય કે લગ્નજીવન, આ મહિનો તમારા માટે સારો રહેશે. જો તમે પરણિત છો તો ખરાબ સંજોગોમાં તમે એકબીજાનો સાથ આપશો. તમને એકબીજા સાથે પુરતો સમય પસાર કરવાની તક પણ મળશે. રોમેન્ટિક લાઇફની વાત કરીએ તો તમારા પાર્ટનર સાથે તમારો પ્રેમ ગાઢ બનશે. આ રાશિ વાળા કુંવારા લોકોને લગ્નનાં કેટલાક સારા પ્રસ્તાવ મળી શકે છે.

વૃશ્ચિક લવ રાશિફળ
એપ્રિલ મહિનો તમારા માટે ખુબ જ રોમેન્ટિક રહેવાનો છે. આ મહિને તમે તમારા પાર્ટનર તરફથી ઘણા સુંદર સરપ્રાઇઝ મેળવી શકો છો. તમારી વચ્ચે તાલમેલ સારો રહેશે. તમે એકબીજાની સામે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત પણ કરશો. જો તમે અપરિણીત છો તો તમારા લગ્નની વાત ઘરમાં થઈ શકે છે. ટુંક સમયમાં જ તમને ઇચ્છિત જીવનસાથી પણ મળી શકે છે.

ધન લવ રાશિફળ
તમારી રોમેન્ટિક લાઇફમાં અમુક વસ્તુઓ ટેન્શન લાવી શકે છે. તમારામાં અવિશ્વાસની ભાવના રહેશે અને દરેક વાત પર તમારી વચ્ચે મતભેદ થવાની શક્યતા છે. આ મહિને કેટલાક બહારના લોકોની દખલગીરીનાં કારણથી તમારા સંબંધોમાં કડવાશ વધી શકે છે. સારું રહેશે કે તમે એવી બાબતોમાં સમજી વિચારીને નિર્ણયો લો. તમે ભાવનાત્મક રૂપે પોતાને કમજોર મહેસુસ કરશો. તમને તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.

મકર લવ રાશિફળ
જો તમે કોઈને પસંદ કરો છો અને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે પુરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા દિલની વાત ખુલીને કહો. બીજી તરફ જો તમે તમારા સંબંધોને આગળ વધારવા માંગતા હોવ અને તમારા પરિવારને તે મંજુર ના હોય તો આવી સ્થિતિમાં તમે ખુબ જ ચિંતિત અને અસ્વસ્થ થશો.

કુંભ લવ રાશિફળ
આ મહિને તમને ડેટ પર જવાની ઘણી બધી તક મળશે. જો તમારું મન ઇચ્છવા છતાં પણ પણ તમે અમુક વાત તમારા જીવનસાથી સાથે શેર કરી શકશો નહીં. જો તમે તમારા સંબંધોને મજબુત કરવા માંગો છો તો તમારે તમારા પાર્ટનરને સારી રીતે સમજવાની જરૂર છે. જો તમારી પોતાના માટે એક સારા જીવનસાથીની શોધમાં છો તો આ મહિને તમને સારા સમાચાર મળી શકે છે.

મીન લવ રાશિફળ
જો તમને તમારા પાર્ટનર સાથે તકરાર ચાલી રહ્યો છે તો આ દરમિયાન બધુ જ સામાન્ય થઇ શકે છે. આગળ વધો અને થોડું જતું પણ કરો. ભવિષ્યમાં કોઈપણ પ્રકારનાં વિવાદથી બચવા માટે તમારે પહેલા તમારા વર્તનને બદલવાની જરૂર છે. બિનજરૂરી શંકાઓ અથવા અવિશ્વાસની લાગણીથી બચો. આ મહિનાના અંતમાં તમે પોતાના સંબંધને લઈને કોઈ મહત્વપુર્ણ નિર્ણય પણ લઈ શકો છો.