માસિક રાશિફળ મે ૨૦૨૩ : આ મહિનામાં સોનાની જેમ ચમકશે આ રાશિ વાળા લોકોનું નસીબ, તમારા જીવનને મળશે એક નવી દિશા

મેષ રાશિ
વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આર્થિક તંગીમાંથી છુટકારો મેળવી શકે છે. આળસ છોડીને સમયસર પોતાનું કામ કરવું પડશે નહિતર તક તમારા હાથમાંથી જતી રહેશે. કપડા, વાહન અને ભોજનમાં તમને સારો આનંદ મળશે. મકાન કે જમીન ખરીદવાની શક્યતા છે. બિઝનેસમેને નવું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારી લેવું જોઈએ નહિતર નુકસાન થઈ શકે છે. ઓફિસના કામમાં બેદરકારી જીવલેણ બની શકે છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ખુબ જ ધીમી રહેશે.

વૃષભ રાશિ
કામનાં ક્ષેત્રે આ મહિનો તમારા માટે થોડો સારો સાબિત થઈ શકે છે. મિત્રો અને શુભેચ્છકોની મદદથી તમારા અધુરા કામ પુરા થશે. આ સમય દરમિયાન વ્યવસાયની બાબતમાં કરવામાં આવેલી યાત્રા સુખદ અને સારી સાબિત થશે. કાયદાની વિરુદ્ધ કાર્યવાહી ના કરવી નહિતર તમારી પ્રતિષ્ઠામાં ડાઘ લાગી શકે છે. આ મહિને બિનજરૂરી ખર્ચાઓનાં કારણે તમારી આર્થિક સ્થિતિ પર અસર પડશે. નોકરીના સ્થાનમાં ફેરફાર થવાથી પરેશાન થઈ શકો છો. પાડોશીઓ સાથેના વિવાદો સમાપ્ત થશે.

મિથુન રાશિ
આ મહિને તમને પારિવારિક જીવનનાં તણાવમાંથી રાહત મળશે અને લોકો સાથે તમારા પરિવારની સારી વાતો કરશો. હવેથી સામાન્ય કરતા થોડી વધારે બચત કરવાનું શરૂ કરો. આ બચત ભવિષ્યમાં તમારા માટે કેટલીક કટોકટીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે નોકરી કરશો તો તમારા કોઈપણ મુશ્કેલ કામ સમયસર પુરા થશે, સાથે જ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ મળશે. માતા-પિતાનાં સહયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.

કર્ક રાશિ
કર્ક રાશિ વાળા લોકોની આર્થિક સ્થિતિમાં ઉછાળો આવી શકે છે. સંપત્તિને લગતો કોઈ લાભ થવાની સંભાવના છે. નકારાત્મક વૃત્તિ ધરાવતા લોકો સાથે તમારો સમય બગાડશો નહીં, તેનાથી તમારા વ્યક્તિત્વ પર પણ ખરાબ અસર પડી શકે છે. તમારામાં રહેલી સારી ઉર્જાનાં કારણે તમે કામમાં વધુ મહેનત કરી શકશો. બાળકોને લગતી સમસ્યાઓના નિરાકરણમાં થોડી અનિશ્ચિતતા રહેશે. ઉતાવળમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ જીવલેણ બની શકે છે.

સિંહ રાશિ
આ મહિને આવકનાં નવા સ્ત્રોત મળશે પરંતુ સાથે-સાથે બિનજરૂરી ખર્ચાઓ પણ થશે. વિચારોમાં સ્થિરતા અને દ્રઢતા મનમાં રાખીને તમે તમારું કામ ખુબ જ સારી રીતે કરી શકશો. બીજાની સલાહ ખોટી સાબિત થઈ શકે છે. તમે મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો. બિઝનેસમાં ગ્રાહકો સાથે સૌહાર્દપુર્ણ વર્તન રાખવાથી ફાયદો થશે. ધંધામાં બેદરકારીથી નુકસાન થઈ શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો.

કન્યા રાશિ
કન્યા રાશિ વાળા લોકોને આર્થિક બાબતમાં સફળતા મળશે. જમીનને લગતી કોઈ બાબતનો ઉકેલ લાવવાનો આજે યોગ્ય દિવસ છે. તમને પુજા કરવામાં ખુબ જ રસ હશે અને તમે જરૂરિયાતમંદની મદદ પણ કરી શકો છો. તમારે કેટલાક નાણાકીય રોકાણ કરવા જોઈએ, જે ભવિષ્યમાં તમારા માટે ફળદાયી રહેશે. યોગ્ય નિર્ણય લેવા માટે નાણાકીય નિષ્ણાતની મદદ લઈ શકાય છે. કોઈનું અપમાન ના કરો અને બિનજરૂરી ટુચકાઓથી દુર રહો.

તુલા રાશિ
આ મહિનાની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે અને આખો મહિનો શાંતિથી પસાર થશે. નિયમિત સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે. જમીન-મકાનનો વિવાદ ચાલતો હોય તો તેને કોર્ટમાં લઈ જવા કરતાં કોર્ટની બહાર સમાધાન કરવું સારું રહેશે. મોટાભાગનો સમય અંગત અને પારિવારિક કાર્યો પુરા કરવામાં પસાર થશે.

વૃશ્ચિક રાશિ
આ મહિને તમને ધન સંબંધિત બાબતોમાં સફળતા નહીં મળે પરંતુ નુકસાન થવાની શક્યતા છે. યાત્રા પર જવું પડી શકે છે. ધાર્મિક રુચિનો વિકાસ થશે. કોઈની બુરાઈથી તમારું મન પરેશાન રહેશે. ગુરૂના આશીર્વાદ ફળશે. તમારા બાળકો કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે, જેનાથી તમને ગર્વનો અનુભવ થશે. વ્યાવસાયિક ગતિવિધિઓમાં સુધારો થશે. કોઈપણ સરકારી કામ કરતા પહેલા તેના વિશે સાચી જાણકારી મેળવી લેવી જોઈએ.

ધન રાશિ
ધાર્મિક કાર્યો તરફ રુચિ રહેશે. પ્રોપર્ટી કે બિઝનેસમાં રોકાણ કરવાથી તમને ભવિષ્યમાં લાભ થશે. પરિવારના સભ્યોના પરસ્પર મતભેદનાં કારણે માનસિક તણાવ રહેશે. પ્રમોશનની તુટેલી આશાથી તમારું મન ઉદાસ રહેશે. ખોટી આશાઓ પર વિશ્વાસ ના કરવો અને વ્યાવહારિક બનવું. ઘરમાં મહેમાન આવવાથી ખર્ચાઓ વધી શકે છે. તમે એકલતા અનુભવી શકો છો, આ એકલતામાંથી બહાર નીકળવા માટે તમે કંઈક રચનાત્મક કરી શકો છો. આ સમયમાં ભાઈઓનો સાથ તમારા કાર્યમાં વિકાસ કરશે.

મકર રાશિ
આ મહિને તમારા ગ્રહોની સ્થિતિ સારી છે. કામ સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે. તમને સરપ્રાઇઝ મળી શકે છે. લાગણીઓમાં વહી જવાને બદલે વિવેકથી વર્તવું નહીંતર પાછળથી પસ્તાવું પડી શકે છે. કમિશન સંબંધિત કામ કરનારા લોકોને પડકારોનો સામનો કરવો પડશે. નોકરિયાત લોકોને તેમના કામમાં મહેનતનાં કારણે સકારાત્મક પરિણામ મળશે. પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરવો.

કુંભ રાશિ
આ મહિને લાભના સાધનોમાં ઘટાડો થઈ શકે છે. કાયદાકીય વિવાદ થઈ શકે છે પરંતુ ટુંક સમયમાં જ સમાધાનનું માળખું પણ કોઈની મદદથી બનાવવામાં આવશે. કોઈના સંબંધિત નકારાત્મક સમાચારથી તમારું મન પરેશાન રહેશે. નકારાત્મક વાતોને તમારા પર હાવી ના થવા દો. આત્મનિરીક્ષણમાં થોડો સમય પસાર કરો. માતા-પિતાનો સહયોગ મળવાની શક્યતા છે. ધંધાકીય લેવડ-દેવડ કરતી વખતે ખુબ જ કાળજી રાખવી.

મીન રાશિ
આ મહિને તમારી મહેનત ફળી શકે છે. પ્રિયજનનો સહકાર ના મળવાના લીધે ઓછા મુશ્કેલ કાર્યો પણ વધારે મુશ્કેલ લાગશે. સૌંદર્ય પ્રસાધનો, લાકડા, પ્લાસ્ટિક વગેરેમાં કામ કરતા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળો નહિતર પૈસા અને સન્માન બંનેની દ્રષ્ટિએ તમને લાંબી ઈજા થઈ શકે છે. તમારી કોઈપણ યોજનાનો અમલ કરતા પહેલા પુન:વીચારણા કરવી જરૂરી છે, તેનાથી તમે તમારી ખામીઓને સુધારી શકો છો.