હિન્દુ ધર્મમાં સ્નાન એટલે કે નહાવાને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત સ્નાન કર્યા વગર કરતા નથી. અમુક લોકો તો મોક્ષ પ્રાપ્તિ માટે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ડૂબકી પણ લગાવે છે. જો કે ઘરમાં સ્નાન કરવાનું પણ એક અલગ મહત્વ હોય છે. તેનાથી તમારું શરીર તો સ્વચ્છ રહે જ છે પરંતુ સાથે સાથે તેનું ધાર્મિક મહત્વ પણ હોય છે. ધર્મગ્રંથોમાં સ્નાનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. મુનિ સ્નાન, દેવ સ્નાન, માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન. તો ચાલો આ બધાની વિશે થોડું વિસ્તારમાં જાણી લઈએ.
મુની સ્નાન
મુની સ્નાનનો સમય સવારે ૪ થી ૫ વાગ્યા સુધીનો હોય છે. જો કોઈ વ્યક્તિ આ સમયમાં સ્નાન કરી લે છે તો તેને મુનિ સ્નાનનો લાભ પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો સવારે ૪ થી ૫ વાગ્યા સુધીમાં મુનિ સ્નાન કરી લે છે તેમના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહે છે. તેમના ઘરમાં ક્યારેય પણ ધનની ખોટ પડતી નથી. તે ઘરના લોકો બિમાર પડતા નથી. તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
દેવ સ્નાન
દેવ સ્નાનનો સમય સવારે ૫ થી ૬ વાગ્યાની વચ્ચેનો હોય છે. આ સમયમાં સ્નાન કરવાવાળા લોકોને દેવ સ્નાનનો લાભ મળે છે. માનવામાં આવે છે કે દેવ સ્નાન કરવાથી જીવનમાં યશ, માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. ધનની પણ ક્યારેય ખોટ પડતી નથી. જીવન સુખમય રીતે પસાર થાય છે. ઘરમાં શાંતિ રહે છે. આત્મા સંતુષ્ટ રહે છે.
માનવ સ્નાન
માનવ સ્નાનનો સમય સવારે ૬ થી ૮ વાગ્યાની વચ્ચેનો હોય છે. આ સમયે સ્નાન કરવાને એક સામાન્ય ચીજ માનવામાં આવે છે. જોકે તેના પણ અમુક લાભ છે. જેમ કે ૬ થી ૮ વાગ્યાની વચ્ચે સ્નાન કરનાર લોકોને કામોમાં સફળતા મળે છે. ભાગ્ય તેમને સાથ આપે છે. પરિવારમાં એકતા બની રહે છે. તે હંમેશા સારા કામ કરે છે અને ખરાબ કામોથી દૂર રહે છે.
રાક્ષસ સ્નાન
રાક્ષસ સ્નાનને ધર્મગ્રંથમાં નિષેધ માનવામાં આવ્યું છે. મતલબ કે જો તમે ૮ વાગ્યા પછી સ્નાન કરો છો તો તેને રાક્ષસ સ્નાન કહેવામાં આવે છે. રાક્ષસ સ્નાન કરવાનો કોઈ લાભ હોતો નથી પરંતુ તેમના ઘણા નુકસાન હોય છે. જેમ કે રાક્ષસ સ્નાન કરનારના જીવનમાં હંમેશા ગરીબી જળવાઇ રહે છે. તેમને ઘણીવાર ધનની હાનિ થાય છે. પરિવારમાં લડાઈ-ઝઘડા થતા રહે છે. જીવનમાં ઘણા દુઃખ જોવા પડે છે. તેથી તમારે ભૂલમાં પણ રાક્ષસ સ્નાન (આઠ વાગ્યા પછી સ્નાન) કરવું ના જોઈએ.