મૃત્યુ બાદ પણ ૫ લોકોને નવું જીવન આપી ગઈ આ નાની પરી, દેશના લોકો માટે બની ગઈ મિશાલ

Posted by

બાળકો ભગવાનનું જ એક રૂપ હોય છે. તે દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવી શકે છે. દિલ્હીમાં રહેવાવાળી ૨૦ મહિનાની ધનિષ્ઠા મૃત્યુ બાદ પણ ૫ લોકોને નવું જીવન આપીને તેમના ચહેરા પર સ્મિત આપી ગઈ છે. હવે તે દુનિયાની સૌથી નાની ઉંમરની અંગદાન કરવાવાળી બાળકી બની ગઈ છે. હકીકતમાં ૮ જાન્યુઆરીનાં રોજ ધનિષ્ઠા રમતાં-રમતાં પહેલા માળ પરથી પડી ગઈ હતી. થોડા દિવસોની સારવાર બાદ ડોક્ટરોએ તેમને બ્રેન ડેડ જાહેર કરી હતી. તેવામાં તેમનાં માતા-પિતાએ પોતાના હૃદય પર પથ્થર રાખીને દિકરીનાં અંગદાન કરવાનો નિર્ણય લીધો.

દિલ્હીના રોહણી વિસ્તારમાં રહેવા વાળા અશિષકુમાર જણાવે છે કે, અમારા ઘરનાં પહેલા માળ પરથી પડી ગયા બાદ ધનિષ્ઠા બેભાન થઈ ગઈ હતી. તેને કોઈ ઈજા પહોંચી ના હતી અને ના તો લોહી નીકળી રહ્યું હતું. અમે તેમને તરત જ સર ગંગારામ હોસ્પિટલમાં લઈ ગયા. અહીંયા ડોક્ટરોએ તેમને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યા. તેમણે ૧૧ જાન્યુઆરીનાં રોજ મારી દિકરીને બ્રેડ ડેડ જાહેર કરી.

અશિષ જણાવે છે કે હોસ્પિટલમાં રહેતા તેમણે અને તેમની પત્નિ બબીતાએ ઘણા એવા દર્દીઓને તડપતા જોયા, જેમને હકીકતમાં અંગદાનની ખૂબ જ જરૂર હતી. તેવામાં જ્યારે તેમની દિકરીનું મૃત્યુ થયું તો તેમણે વિચાર્યું કે તેમના અંતિમ સંસ્કારની સાથે જ તેમના અંગ પણ ચાલ્યા જશે. તેનું કોઈ કામ રહેશે નહી. તેની જગ્યાએ જો અંગદાન કરવામાં આવે તો ઘણા નિર્દોષ લોકોની જિંદગી બચી જશે. આવું જ વિચારીને અમે અંગદાન કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય લેવા માટે અમારી કાઉન્સલીંગ પણ થઈ હતી પરંતુ અમે પણ હોસ્પિટલમાં રહીને દર્દીઓને જોઈને આ નિર્ણય કરી ચૂક્યા હતાં.

૨૦ મહિનાની દિવંગત ધનિષ્ઠા દુનિયાની સૌથી નાની ઓર્ગન ડોનર છે. તેમના શરીરમાંથી હૃદય, લીવર અને કિડની અને કોર્નિયા કાઢીને જરૂરિયાતમંદ દર્દીઓને ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ રીતે નાની બાળકી જતાં જતાં પણ ૫ લોકોનાં જીવનમાં રોશની આપતી ગઈ. તેમના દુઃખી પિતા અશિષ જણાવે છે કે પોતાની નાની દિકરીના અંગદાન કરવાનો નિર્ણય લેવો અમારા માટે ખૂબ જ મુશ્કેલ કામ હતું પરંતુ અમે એવું પણ ઈચ્છતા ના હતા કે જે રીતે અમે પોતાની દિકરી ગુમાવી છે, બસ તે રીતે જ અન્ય માતા-પિતા પણ અંગ ના મળવા પર પોતાના બાળકો ગુમાવી દે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારતમાં અંગદાનની ટકાવારી દુનિયામાં સૌથી ઓછી છે. અહીંયા ઓર્ગન ડોનેશનની કમીનાં લીધે પ્રત્યેક વર્ષ લગભગ ૫ લાખ ભારતીયોનું મૃત્યુ થાય છે, તેથી દેશના નાગરિકોને અંગદાનનું મહત્વ સમજીને તેમના માટે આગળ આવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *