ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવાને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. આઈપીએલની પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે અહીં તેમને એમ.એસ.ધોની ફરી મેદાન પર જોવા મળશે. ફેન્સ 3 એપ્રિલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મહેન્દ્ર સિંહ ધોની લગભગ ૩ વર્ષ બાદ ચેન્નઈનાં ચેપોક સ્ટેડિયમમાં રમતા જોવા મળશે. ધોની પોતે ફેન્સ માટે સ્ટેડિયમ તૈયાર કરી રહ્યા છે.
ક્રિકેટનાં મેદાન પર મહેન્દ્ર સિંહ ધોનીને જોવા માટે તમામ ક્રિકેટ ફેન્સ આતુર છે. હવે ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટના મેદાનમાં પરત ફરવા જઇ રહ્યા છે અને આ વખતે ધોની પોતે પણ ફેન્સ માટે સ્ટેડિયમની સીટ પેઇન્ટ કરી રહ્યા છે. હકિકતમાં આઈપીએલ ૨૦૨૩ શરૂ થવાની તૈયારીમાં છે. આ સિઝનની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ૩૧ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ધોની લગભગ એક વર્ષ બાદ મેદાન પર જોવા મળશે પરંતુ ૩ એપ્રિલે રમાનારી ચેન્નઈ સુપર કિંગ્સની બીજી મેચ માટે ફેન્સ તેનાથી પણ વધારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
કોરોનાનાં લીધે છેલ્લા ત્રણ વર્ષથી ચેપોક સ્ટેડિયમમાં આઇપીએલની એકપણ મેચ રમાઈ નથી. દર્શકોની આ પ્રતિક્ષા આ વખતે પુરી થશે. 3 એપ્રિલે CSK ચેપોક સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેચ રમશે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમ ચેન્નાઈમાં તૈયારી કરી રહી છે. ધોની માત્ર મેચની જ તૈયારી નથી કરી રહ્યા પણ ચાહકોને આવકારવાની તૈયારી પણ કરી રહ્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે મહેન્દ્ર સિંહ ધોનીનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની કિટ પહેરીને સ્ટેડિયમની સીટ પર પેન્ટિંગ કરતા જોવા મળ્યા હતાં. તેના હાથમાં પેઇન્ટ કરવાનો સ્પ્રે હતો, જેથી તેણે શરૂઆતની કેટલીક ખુરશીઓ પીળા રંગથી રંગી હતી. પેઇન્ટિંગ કર્યા બાદ પીળા રંગમાં ચમકતી ખુરશીને જોઇને ધોની ખુબ જ ખુશ જોવા મળ્યાં હતાં. તેમણે કહ્યું કે તે કામ કરી રહ્યા છે. ધોનીએ બાલ્કનીમાં હાજર રહેલા લોકોને બતાવવા માટે ફરીથી ખુરશીઓને પેઈન્ટ કર્યું હતું. કરોડો રૂપિયાની કમાણી કરનાર ધોની પણ પેઇન્ટરનું આ કામ ખુબ જ રસપુર્વક કરી રહ્યા હતાં.
ગત સિઝન ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ખુબ જ નિરાશાજનક રહી હતી. લીગ રાઉન્ડમાં ટીમ ૧૪ માંથી માત્ર ૪ મેચ જ જીતી શકી હતી. ૮ પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે રહી હતી. ૪ વખતની આ ચેમ્પિયન ટીમને આ વખતે વધારે સારા પ્રદર્શનની આશા રહેશે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે પણ આ સિઝન છેલ્લી સિઝન બની શકે છે. આવી સ્થિતિમાં CSK ની ટીમ જીત સાથે તેમનાં કેપ્ટનને વિદાય આપવા માંગશે.
View this post on Instagram
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ : અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, ડેવોન કોન્વે, રુતુરાજ ગાયકવાડ, સહાયક રાશિદ, સુભ્રાંશુ સેનાપતિ, અજય મંડલ, બેન સ્ટોક્સ, કે.એસ.ભરત(વિકેટકિપર), ડ્વેન પ્રેટોરિયસ, મિચેલ સેન્ટનર, મોઈન અલી, નિશાંત સિંધુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમ.એસ.ધોની (કેપ્ટન), દિપક ચહર, મહેશ થિક્ષણા, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હૈંગરગેકર, સિમરનજીત સિંહ.