મુકેશ અંબાણીનાં નોકરોનાં બાળકો પણ વિદેશોમાં કરે છે અભ્યાસ, જાણો તેમને કેટલો મળે છે પગાર

દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ મુકેશ અંબાણી વિશ્વનાં સૌથી આલિશાન અને અમીર ઘરમાં રહે છે. મુકેશ અંબાણીનાં ઘરનું નામ એન્ટિલિયા છે. જેમાં દુનિયાની બધી જ સુખ-સગવડતાઓની ચીજો રહેલી છે. આમ તો અંબાણી પરિવારની લાઈફસ્ટાઈલ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પરંતુ તમે અંબાણી ફેમિલીનાં દરેક સ્ટાફનાં વિશે લગભગ જ જાણતા હશો, તો આજે અમે આ આર્ટિકલમાં અંબાણી ફેમિલીનાં સ્ટાફની વિશે તમને જણાવીશું.

જણાવી દઈએ કે એન્ટિલિયામાં લગભગ ૬૦૦ નોકર કામ કરે છે અને રસપ્રદ વાત એ છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના ઘરના બધા જ નોકરો સાથે ફેમીલી મેમ્બર જેવો જ વ્યવહાર કરે છે. તમને એ વાત જાણીને પણ આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીનાં ઘરમાં કામ કરવાવાળા કુકનાં બે બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. તમે બરાબર જ સાંભળ્યું. અંબાણી ફેમિલીનાં કુક નાં બે બાળકો અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે.

પોતાના સ્ટાફનું રાખે છે ખૂબ જ ધ્યાન

મીડિયા રિપોર્ટના અનુસાર એન્ટિલિયામાં કામ કરનાર દરેક સ્ટાફની સેલેરી ૨ લાખ રૂપિયાથી વધારે છે. તેવામાં સ્પષ્ટ છે કે અંબાણીના કુક ને પણ ૨ લાખ રૂપિયા જેટલી સેલેરી મળે છે. ખાસ વાત એ છે કે દરેક સ્ટાફની સેલેરીમાં એજ્યુકેશન અને જીવન વીમા પણ સામેલ હોય છે.

જો તમે વિચારી રહ્યા હોય કે ૨ લાખ રૂપિયાની સેલરીમાં તો કુક દુનિયાભરની વાનગી બનાવતો હશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. જણાવી દઈએ કે મુકેશ અંબાણીને ચટ્ટપટ્ટુ નહી પરંતુ સાદું ભોજન જ પસંદ છે. જણાવવામાં આવે છે કે મુકેશ અંબાણીનું સૌથી મનપસંદ ભોજન પારંપારિક ગુજરાતી ડીશ છે. તેના સિવાય મુકેશ અંબાણીને ઈડલી-સાંભાર ખૂબ જ પસંદ છે.

ભોજન બનાવવાનું પસંદ કરે છે મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ઘણીવાર ભોજન પોતે જ બનાવવાનું પણ પસંદ કરે છે. તેના વિશે નીતા અંબાણી પણ ઘણીવાર જણાવી ચૂકી છે. નીતા અંબાણીનું કહેવું છે કે તેમની દિકરી ઇશા આખા ઘરમાં સૌથી સારું ભોજન બનાવે છે.