ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી પોતાનો વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ પરિવારનાં સભ્યો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાની એકપણ તક છોડતા નથી. તે ઉપરાંત જ્યારે તેઓ કોઈ મંદિરની મુલાકાત લે છે અને સર્વશક્તિમાનનાં આશીર્વાદ લે છે ત્યારે તેમની ડાઉન-ટુ-અર્થ પ્રકૃતિ ઘણીવાર જોવા મળે છે. ફરી એકવાર મુકેશ અંબાણીએ સાબિત કરી દીધું કે તે બેસ્ટ ફેમિલી મેન છે કારણ કે તેણે પૌત્ર પૃથ્વી અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને ગર્ભવતી વહુ શ્લોકા મહેતા સાથે પોતાનાં પરિવારની સુખાકારી માટે સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી હતી.
૧૦ મે ૨૦૨૩ ના રોજ મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી, પુત્રવધુ શ્લોકા મહેતા અને પૌત્ર પૃથ્વી સાથે જોવા મળ્યા હતાં. આ ચારેય એકસાથે સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા આવ્યા હતાં. નાનો રાજકુમાર પૃથ્વી તેના પિતા ના ખભા પર બેસેલો જોવા મળ્યો હતો અને તે સૌથી સુંદર દેખાતો હતો. મુકેશ અને આકાશ દર્શન માટે સફેદ ડ્રેસમાં જોવા મળ્યા હતાં અને શ્લોકા પ્રિન્ટેડ કો-ઓર્ડિનેડ સેટમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
આ પહેલા ૫ મે ૨૦૨૩ ના રોજ અંબાણી પરિવારનાં ફેન પેઇજ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં મુકેશ અંબાણી પોતાનાં પૌત્ર પૃથ્વીને તેડીને, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સાથે જોવા મળ્યા હતાં. આ વીડિયો ૪ મે ૨૦૨૩ ના રોજ “નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર” ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય કોન્સર્ટ “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” ઇવેન્ટનો હતો. શ્લોકા એ ઓલિવ-ગ્રીન સ્કેટર ડ્રેસમાં પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી ઝલકમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.
આકાશ અંબાણી ૧૦ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ બે વર્ષના થઈ ગયા હતાં. આ પ્રસંગે અંબાણી પરિવારે મુંબઈના “જિયો સેન્ટર” માં તેમના માટે વિન્ટર વન્ડરલેન્ડ થીમ આધારિત ભવ્ય બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. થોડા સમય પહેલા જ આપણને પૃથ્વીની બીજી બર્થ-ડે પાર્ટી કેકની ઝલક જોવા મળી હતી, જેની ડિઝાઇન પ્રખ્યાત “મોસ્ચિનો” બ્રાન્ડ પર આધારિત હતી.
View this post on Instagram
અંબાણીના એક ફેન પેઇજ પર પૃથ્વીનાં જન્મદિવસની કેક ની તસ્વીરો શેર કરી હતી, જેમાં “મોસિનો” ના ટેડી બિયર સાથે ભવ્ય ફોર લેયર વ્હાઇટ કેક જોવા મળી હતી. આ ઉપરાંત તેને પેસ્ટલ બોલ, ગિફ્ટ, દુધની બોટલ અને ઘણી સુંદર વસ્તુઓથી સજાવવામાં આવી હતી.
મુકેશ અંબાણી તેમનાં પુત્ર આકાશ અંબાણી અને તેમનાં દિકરાની પત્નિ શ્લોકા મહેતા અંબાણી સાથે એક સુંદર બોન્ડ શેર કરે છે. તેની ઝલક ઘણીવાર જાહેરમાં પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે “નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર” લોન્ચ ઇવેન્ટનાં બીજા દિવસે મુકેશ પોતાની ગર્ભવતી વહુ શ્લોકાને ભીડથી બચાવતો જોવા મળ્યો હતો.
View this post on Instagram
ફોટોગ્રાફર દ્વારા શેર કરેલા વિડિયોમાં મુકેશ અંબાણી પોતાની પુત્રવધુનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. તેણે ફોટા પડાવ્યા હતાં અને આકાશ તેની ગર્ભવતી પત્નિ શ્લોકાની બાજુમાં જ ઉભેલો જોવા મળ્યો હતો. આપણને મુકેશ અંબાણી પુત્રવધુ શ્લોકા અંબાણી સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતાં અને તેમની પુત્રવધુ શ્લોકા અંબાણી જોરજોરથી હસી રહી હતી.