મુંબઈના પોશ વિસ્તારમાં છે યામી ગૌતમનું આલિશાન ઘર, જુઓ તેમના સુંદર ઘરની તસ્વીરો

બોલિવૂડની સૌથી ગ્લેમરસ અને સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ યામી ગૌતમ એ હાલમાં પોતાનો ૩૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં યામીનો જન્મ ૨૮ નવેમ્બર ૧૯૮૮ના રોજ થયો હતો. આજે અમે તેમના સુંદર ઘરની અમુક ખાસ તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.

આમ તો યામી ગૌતમ હિમાચલ પ્રદેશની છે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સફળ એક્ટ્રેસ બની ચૂકી છે. તેવામાં તે મુંબઇના પોશ વિસ્તારમાં રહે છે, જ્યાં તેમનો શાનદાર ફ્લેટ છે. તેમના આ ઘરની તસ્વીરોને જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. જણાવી દઈએ કે યામી એક લગ્ઝરી લાઇફ જીવે છે અને ઘણીવાર પોતાના આલિશાન ઘરની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી નજર આવે છે.

જુઓ યામી ગૌતમના આલિશાન ઘરની તસ્વીરો

યામીનાં ઘરનાં લિવિંગ રૂમને જોવામાં આવે તો અહીંયાની દિવાલોમાં શાનદાર કામ કરવામાં આવ્યું છે, જે આ રૂમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. વળી યામીનાં ઘરની બાલ્કની પણ ખૂબ જ આલીશાન છે, અહીંયા અલગ-અલગ પ્રકારના છોડ રાખવામાં આવ્યા છે, જે બાલ્કનીને વધારે સુંદર બનાવે છે.

યામી ના ઘરના પડદા, દિવાલો અને ફર્નિચરમાં શાનદાર તાલમેલ જોવા મળે છે. વળી દિવાલોમાં મોટી મોટી વોલપેન્ટ પણ લગાવવામાં આવ્યા છે, જે તેમના ઘરને રિચ લુક આપી રહી છે. યામી ના ઘરની એક એક ચીજ ખૂબ જ મોંઘી છે. જણાવવામાં આવે છે કે ઘરની સજાવટમાં યામી ખૂબ જ વધારે રસ લે છે અને જ્યારે પણ ઘરની બહાર નીકળે છે તો કંઈક ને કંઈક સજાવટનો સામાન જરૂર લઈને આવે છે.

જાણો યામી ના કરિયર વિશે

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ યામી એ લો ઓનર્સમાં ગ્રેજ્યુએશન માટે કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ તેમણે વચ્ચે જ તે અભ્યાસ છોડી દીધો હતો. જણાવવામાં આવે છે કે ગ્રેજ્યુએશનમાં અભ્યાસ દરમિયાન તેમનું મન અભિનયમાં લાગી ગયું હતું અને એક્ટિંગની દુનિયામાં પોતાનું કરિયર બનાવવા માટે યામીએ અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો અને મુંબઈ પહોંચી ગઈ હતી.

આમ તો યામી ગૌતમનું લક્ષ્ય IAS બનવાનું હતું પરંતુ તેમના નસીબમાં કંઈક અલગ જ લખેલું હતું. ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં જ યામી અભિનય માટે મુંબઈની તરફ નીકળી પડી અને અત્યાર સુધીમાં તો તેમનો આ નિર્ણય સાચો સાબિત થતો જોવા મળી રહ્યો છે કારણ કે તેમનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તે અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે યામી એ ફિલ્મ “વિકી ડોનર” થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં યામીનાં ઓપોઝિટ અભિનેતા આયુષ્માન ખુરાના જોવા મળ્યા હતા. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારબાદ યામી એ ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી અને તેમણે ફક્ત હિન્દી ફિલ્મો જ નહી પરંતુ તેલુગુ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

યામી ગૌતમ “ઉરી : દ સર્જીકલ સ્ટ્રાઈક” માં નજર આવી હતી, જેમાં તેમની એક્ટિંગની ખુબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા, ત્યારબાદ આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ “બાલા” માં પણ યામી એ શાનદાર એક્ટિંગ કરી હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

યામી એ સનમ રે, બદલાપુર, બત્તી ગુલ મીટર ચાલુ, સરકાર-૩. ઝૂનુનીયત, એકસન જેકસન અને કાબીલ જેવી ફિલ્મોમાં પણ સુંદર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં આવતા પહેલા યામી દૂરદર્શનના શો “ચાંદ કે પાર ચલો” થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.