મુનમુન દત્તાએ “જુગનું” ગીત પર કર્યો કમાલનો ડાન્સ, વિડીયો જોઈને લોકો થયાં મદહોશ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીવીનાં સૌથી શ્રેષ્ઠ કોમેડી શો માંથી એક છે. આ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવી રહ્યો છે. તેમાં નજર આવનારા દરેક કિરદાર ઘર ઘરમાં ફેમસ થઇ ગયા છે. શો નો એક કિરદાર “બબીતા જી” લોકોનો ફેવરિટ છે. જેઠાલાલ અને બબીતાજી ને સાથે જોવામાં દર્શકોને ખુબ જ મજા આવે છે. બબીતાજી નો કિરદાર અભિનેત્રી મુનમુન દત્તા નિભાવી રહી છે.

Advertisement

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે બબીતાજી

બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેમને ૬૦ લાખથી વધારે લોકો ફોલ્લો કરે છે. અહીં તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બધી તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેમણે એક ડાન્સ વિડીયો શેર કર્યો છે, જે ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જુગનુ ગીત પર મુનમુન દત્તાએ કર્યો જબરસ્ત ડાન્સ

આ વીડિયોમાં મુનમુન દત્તા, બાદશાહનાં સુપરહિટ ગીત “જુગનુ” પર ડાન્સ કરતી નજર આવે છે. તે “જુગનુ” નો હુક સ્ટેપ ખુબ જ સરળતાથી અને સુંદરતાથી કરી લે છે. આ ડાન્સ દરમિયાન તેમણે ગ્રે ટી-શર્ટ અને બ્લુ ડેનિમ શોર્ટ્સ પહેર્યુ છે. આ લુક માં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

લોકોએ કર્યો પ્રેમ વ્યક્ત


મુનમુન ના ડાન્સને જોઈને ફેન્સ પોતાને રોકી શક્યા નહીં. તેઓ અભિનેત્રીને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લાગ્યા હતાં. કોઈકે લખ્યું કે, “આઇ લવ યુ બબીતા જી” તો કોઈકે લખ્યું, “તમે મારી સાથે લગ્ન કરશો ?”. વળી ફેન્સ તેમના લુક અને ડાન્સની ભરપુર પ્રસંશા કરતાં પણ નજર આવ્યા હતાં.

મુનમુન રાજ એ લીંક-અપ પર વ્યક્ત કરી હતી નારાજગી

થોડા દિવસો પહેલા મુનમુન દત્તા અને રાજ અનડકટનાં રિલેશનની ખબરો ખુબ જ વાયરલ થઇ રહી હતી. આ ખબર પર મુનમુન અને રાજ બંનેએ નારાજગી વ્યક્ત કરી હતી. મુનમુને પોતાની પોસ્ટ પર લખ્યું હતું કે, “મને તમારાથી (ફેન્સથી) ઘણી બધી આશા હતી. જો કે જે પ્રકારની ગંદકી તમે કોમેન્ટ સેક્શનમાં લખી છે. તે સાબિત કરે છે કે આપણે તથા કથિત ભણેલા-ગણેલા હોવા છતાં પણ એવી સોસાયટીનો પાર્ટ છીએ, જે સતત નીચે જઈ રહ્યો છે. તમારા હાસ્ય માટે મહિલાઓને સતત તેની ઉંમરનાં લીધે શર્મસાર કરવામાં આવી રહી છે. શું તમને ક્યારેય એ વાતની ચિંતા થઈ છે કે, તમારા આ મજાકથી કોઈના પર શું વીતે છે, કોઈકને પ્રેરિત કરે છે કે માનસિક રૂપથી તોડી નાખે છે.

હું છેલ્લા ૧૩ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છું પરંતુ લોકોને મારી ગરિમાને ઠેસ પહોંચાડવામાં ૧૩ મિનિટ પણ ના લાગી. બીજીવાર કોઈ એટલું ડિપ્રેસ થઈ જાય કે પોતાનું જીવન સમાપ્ત કરવા માંગે તો એકવાર અટકીને વિચાર જરૂર કરો કે તમારા શબ્દો તેને અંત તરફ લઇ જશે કે નહી… આજે મને પોતાને ભારતની દિકરી કહેવામાં પણ શરમ આવી રહી છે”.

વળી રાજ અનડકટ કે પોતાની ઇન્સ્ટા પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “મારા માટે જે પણ સતત લખાઈ રહ્યું છે. એકવાર જરા વિચારો તમારી આ મનઘડત ખબરોની મારા જીવન પર શું અસર થશે ?. તમે મારી સહમતી વગર મારા વિશે લખી રહ્યા છો. આવા રચનાત્મક લોકો મહેરબાની કરીને તમારી રચનાત્મકતાને ક્યાંક બીજે બતાવો. તેમાં જ તમારી ભલાઈ છે. ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે”.

Advertisement