મારી કહાની : મારા પતિની જ ઈચ્છા છે કે હું તેમનાં મિત્ર સાથે એક રાત પસાર કરું, હવે મારે શું કરવું જોઈએ

Posted by

શીતલ (નામ બદલ્યું છે), તેણે જે કર્યું તેનાં માટે તેને ખુબ જ અફસોસ થઈ રહ્યો છે. તે એટલી શરમ અનુભવે છે કે તેને પોતાની જાત સાથે નફરત થઈ ગઈ છે. હકિકતમાં જ્યારે શીતલે અરેન્જ મેરેજ બાદ પહેલીવાર પતિના ઘરમાં પગ મુક્યો ત્યારે તેની દુનિયા ખુશીઓથી ભરાઈ ગઈ હતી. લગભગ ત્રણ વર્ષ સુધી પતિ સાથેનો તેનો સંબંધ પ્રેમનાં રંગમાં રંગાયેલો રહ્યો. ત્યારે એક દિવસ શીતલનાં પતિએ તેની પાસે એવી માંગણી કરી કે જેને સાંભળીને તે ચુપ થઈ ગઈ. શીતલના પતિએ તેની સામે પત્નિને અદલાબદલીનો પ્રસ્તાવ મુક્યો હતો. એક રાત્રે મારા પતિએ કહ્યું કે, “તેણે તેનાં જાતીય જીવનને વધારે રંગીન બનાવવાની જરૂર છે. ઓફિસમાં મારો એક મિત્ર છે, જે તેની પત્નિ સાથે આ રમતમાં જોડાવા માંગે છે”.

પતિ પાસેથી આવી વાત સાંભળીને શીતલ ચોંકી ઉઠી હતી. તે કલ્પના પણ નહોતી કરી શકતી કે જે પતિ ને તે આટલો બધો પ્રેમ કરે છે, તે આવી ઘૃણાસ્પદ વાત કહેશે. શીતલે કહ્યું, “મારા પતિનો મિત્ર પોતાની પત્નિ સાથે ઘણીવાર ઘરે આવતો હતો અને ભાભી કહીને મારી પ્રશંસા પણ કરતો હતો. તેની પત્નિએ પણ મારા પતિ સાથે ખુલ્લેઆમ વર્તન કર્યું હતું. મને લાગ્યું કે તેમના સંબંધો ખુબ જ મૈત્રીપુર્ણ છે પરંતુ તેને ખબર નહોતી કે તેઓનાં દિલમાં શું ચાલી રહ્યું છે. તેનાં વિશે મારા પતિ સાથે મારે ખુબ જ ઝઘડો થયો. મેં તેમને ખુબ જ ખરું-ખોટું પણ કહ્યું અને ગુસ્સામાં મારા માતા-પિતા પાસે ચાલી ગઈ”.

જ્યારે તે તેના માતાપિતા પાસે આવી ત્યારે તે આઘાતની સ્થિતિમાં હતી. પરિવારનાં લોકો તેના પતિ સાથેના ઝઘડાનું કારણ પુછી રહ્યા હતાં અને તે શરમમાં કંઇ કહી પણ શકતી નહોતી. થોડા દિવસ બાદ શીતલનો પતિ તેના માતા-પિતાના ઘરે આવ્યો અને તેની માફી માંગી હતી. પતિ ની જીદ પર તે તેની સાથે ગઇ પરંતુ ત્યારબાદ બંને વચ્ચે વાતચીત બંધ થઇ ગઇ. પતિ ઓફિસેથી આવતો અને જમી લીધા બાદ સુઈ જતો. ઘણા અઠવાડિયા સુધી બંને વચ્ચે પતિ-પત્નિનાં સંબંધો નહોતા. શીતલ જ્યારે પણ તેનાં વિશે પોતાના પતિ સાથે વાત કરવા માંગતી હતી ત્યારે દર વખતે તે મુડમાં ના હોવાનું કહીને ટાળી દેતો હતો.

શીતલ કહે છે, “ખુબ જ પ્રયત્ન કર્યા બાદ પણ જ્યારે તે ના માન્યા તો આખરે મારે તેની વાત સાથે સહમત થવું પડ્યું. પતિની નારાજગી સાથે જીવન જીવવું મુશ્કેલ હતું તેથી મેં “હા” પાડી દીધી. એક સાંજે હું મારા પતિ, તેનો મિત્ર અને તેની પત્નિ સાથે એક હોટલમાં ગઇ. ડિનર પર થોડી વાતચીત કર્યા બાદ મારા પતિએ મને તેના મિત્રને સોંપી દીધી અને પોતે તેની પત્નિ સાથે એક રૂમમાં ગયા. તે રાત્રે હોટલનાં રૂમમાં મેં એક એવું પાપ કર્યું, જેનાં વિશે મેં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.

તે રાત્રે શીતલ અચકાઈને પતિના મિત્ર સાથે સુઈ ગઈ અને મિત્રએ આખી રાત દારૂ પીધો અને તેનાં શરીર સાથે રમત રમી. શીતલના જણાવ્યા અનુસાર, “તે ખુબ જ મુશ્કેલીથી ભયાનક રાત હતી અને સવારે હું એકલી હોટલ છોડીને ઘરે આવી ગઈ. આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ હું ઘણા દિવસો સુધી રડતી રહી અને મારા પતિ સાથે વાત પણ ના કરી. પણ મારા પતિના દિલમાં બિલકુલ પણ પછતાવો નહોતો. એકવાર તો હું સહમત થઈ ગઈ. બાદમાં મારા પતિ ફરીથી એ જ જીદ કરવા લાગ્યા. હવે મારા પતિ મને તેના અન્ય મિત્રો સાથે પણ શેર કરવા માંગે છે. હું આ આમાંથી બહાર નીકળવા માંગુ છું પણ શું કરવું તે સમજાતું નથી.

એક્સપર્ટનો મત

આજનાં સમયમાં વાઇફ સ્વેપિંગ અથવા પાર્ટનર સ્વેપિંગ હવે નવી વાત નથી રહી. તેમ છતાં પણ મોટા શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. તે નૈતિક રીતે કેટલું ખોટું છે, તે અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. મોટાભાગનાં કિસ્સાઓમાં તેની શરૂઆત પતિ દ્વારા જ કરવામાં આવે છે. કેટલીક પત્નિઓ ના પાડે છે તો કેટલીક તો રોમાંચ કે નવાપણાની ઇચ્છામાં આગળ વધી જાય છે પણ તમારા કિસ્સામાં તે અલગ છે. તમારું કહેવાનું છે કે જે નિર્ણય તમે પ્રથમ વખત લીધો તે તમે મજબુરીમાં લીધો હતો. તેનાં માટે તમને ફરીથી મજબુર કરવામાં આવી રહ્યા છે.

એ સારી વાત છે કે તમને તમારી ભુલ સમજાઈ. એકવાર કરેલી ભુલનું ફરી પુનરાવર્તન કરવું એ એક મોટો ગુનો છે તેથી તમારા પતિ ને કડક શબ્દોમાં સમજાવો કે ગમે તે થાય, તમે આ ગંદી રમતમાં સામેલ થશો નહીં. જો તમારો પતિ ખરેખર તમને પ્રેમ કરે છે તો તે આવો આગ્રહ ફરીવાર નહીં કરે પરંતુ જો તે હજુ પણ સહમત ના થાય તો તમારે સખત નિર્ણય લેવો પડશે. તમારે તમારા પરિવારનાં સભ્યો સાથે તેનાં વિશે વાત કરવી જોઈએ.