આપણે આપણા જીવનની ભાગદોડમાં ઘણા લોકોને મળીએ છીએ. તેમાંથી અમુક લોકોને આપણે જીવનભર સાથે રાખતા હોઈએ છીએ તો અમુક લોકો થોડા સમય માટે જ આપણી સાથે જોડાઈને અલગ થઈ જાય છે. દરેક લોકોના જીવનમાં વ્યક્તિના નામનું ખૂબ જ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેમના જીવનમાં ખૂબ જ પ્રભાવ પાડે છે.
એસ્ટ્રોલોજી તો ત્યાં સુધી કહે છે કે નામના પહેલા અક્ષર પરથી વ્યક્તિ વિશે ઘણું બધુ જાણી શકાય છે. તેના નામના પહેલા અક્ષર પરથી તેમનો સ્વભાવ, અંગત જીવન, વ્યવહાર વગેરે જાણી શકાય છે. જેમકે રાશિ પરથી કોઈ પણ પોતાનું ભાગ્ય જાણી શકે છે. બસ એ જ રીતે નામના પહેલા અક્ષર પરથી કોઈપણ વ્યક્તિના જીવનનું ભાગ્ય જાણી શકાય છે. આજે અમે વાત કરશું “N” અક્ષર વાળા નામના લોકો વિશે.
દુનિયામાં એવા ઘણા લોકો છે જેનું નામ અંગ્રેજીના “N” અક્ષર પરથી હોય છે અને તેમણે દુનિયામાં ખૂબ જ નામ કમાવ્યુ છે. જેમ કે નેપોલિયન, નરેન્દ્ર મોદી, નસરુદ્દીન શાહ વગેરેના નામ મુખ્ય છે. નામના પહેલા અક્ષર પરથી વ્યક્તિ પોતાના વિશે ઘણું જાણી શકે છે. જો તમે પણ તમારા નામના પહેલા અક્ષર પરથી જાણવા માંગતા હોય તો આજે અમે અહીંયા “N” અક્ષર વાળા લોકો વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ પ્રેમની બાબતોથી લઈને સ્વભાવથી કેવા હોય છે “N” નામ ના અક્ષર વાળા લોકો.
હોશિયાર હોય છે
મગજથી લઈને શારીરિક સંરચના સુધી “N” અક્ષરથી શરૂ થવા વાળા લોકો ખૂબ જ વધારે હોશિયાર હોય છે. પોતાના કામને લઈને પણ તે વધારે હોશિયાર હોય છે. આવા લોકો લેબર વર્ક ની જગ્યાએ સ્માર્ટ વર્ક કરવાનું પસંદ કરે છે.
જવાબદારી વાળા હોય છે
“N” અક્ષર પરથી શરૂ થવા વાળા લોકો પોતાના સિદ્ધાંતો પર ચાલતા હોય છે અને પોતાના કર્તવ્ય પ્રત્યે વધારે જવાબદાર હોય છે. જિંદગી જીવવા માટે થોડો સંઘર્ષ જરૂર કરવો પડે છે પરંતુ આ લોકો સખત મહેનત કરીને પોતાના જીવનને સરળ બનાવી દેતા હોય છે.
નિસ્વાર્થ ભાવ
આ લોકો નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા હોય છે. તેમના જીવનનો એક જ ઉદ્દેશ્ય હોય છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર. બીજા લોકોની સેવા કરવાની સાથે શુદ્ધ અને સરળ જીવન જીવવું પસંદ હોય છે.
મિત્રતામાં પાક્કા હોય છે
જો આવા લોકો કોઈની સાથે મિત્રતા કરી લે તો તેમનો સાથ જીવનભર નિભાવે છે. પોતાના મિત્રો પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત આ લોકો મનના સાફ અને સરળ હોય છે. આવા લોકોના જીવનમાં ઘણા સારા મિત્રો બને છે.
પોતાના મનની વાત કરે છે
“N” નામ વાળા લોકો પોતાના મનનું જ કરવાનું પસંદ કરતા હોય છે. બીજા લોકોનું ઓછું સાંભળે છે. આ લોકોને પોતાના મન પ્રમાણે જીવન જીવવું ગમે છે. એક જ કામ ને વારંવાર કરીને તે કંટાળી જાય છે. પરંતુ જો કોઈ કામને હાથમાં લઈ લે છે તો તેમને પૂરી ઈમાનદારી સાથે પૂરું કરે છે.
શાંત પણ અંદરથી આક્રમક
એવું કહેવામાં આવે છે કે હાથી ના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હોય છે. એવી જ રીતે આ લોકો પણ બહારથી તો ખૂબ જ શાંત સ્વભાવના દેખાય છે. પરંતુ જરૂર પડવા પર અંદરથી ખૂબ જ આક્રમક પણ હોય છે. તેમને પોતાની આલોચના જરાપણ સહન થતી નથી. “N” અક્ષર વાળા લોકો હૃદયથી ખૂબ જ સાફ હોય છે. તેથી કોઈને પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું પસંદ કરે છે.