નામનાં પહેલા અક્ષર પરથી જાણો કે તમારો પાર્ટનર કેટલો રોમેન્ટીક, કેયરિંગ અને ક્યુટ છે

માતા-પિતા બાળકોના નામ ખૂબ જ સમજી-વિચારીને રાખે છે. તેમાં તેઓ પોતાના ધાર્મિક ગ્રંથો, મહાન વ્યક્તિત્વ, પોતાના ઈશ્વર અને ઘણી વખત જ્યોતિષની પણ મદદ લેતા હોય છે. આપણા સમાજમાં એવી માન્યતા છે કે જેવું જેનું નામ હોય છે તેઓ જ તેમનો સ્વભાવ હોય છે. એસ્ટ્રોલોજી અનુસાર કોઈ પણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેમના વિશે ઘણું બધું કહી જાય છે. આજે અમે તમને નામના પહેલા અક્ષર વિશે ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે A થી Z સુધી નામ વાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.

Advertisement

A થી Z સુધીના નામવાળા લોકોનો સ્વભાવ

  • A અક્ષર વાળા લોકો દેખાવમાં આકર્ષક હોય છે. તેવામાં તેમની આસપાસ લોકોની ભીડ રહેતી હોય છે એટલે કે આવા લોકો સામેવાળા વ્યક્તિને મોહિત કરી લેતા હોય છે. A અક્ષર વાળા લોકો પ્રેમ અને સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે અને તેઓ સ્વભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે. તે સિવાય નિર્ણય લેવામાં તે સાચા હોય છે.
  • જેના નામની શરૂઆત B અક્ષર થાય છે તે મોટાભાગે લવ મેરેજ કરતા હોય છે. આવા લોકો સ્વભાવથી મૂડી અને હિંમતવાન હોય છે. B નામ વાળા લોકો પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને તેઓ ટીનેજ થી જ ફ્લર્ટ કરવાનું શરૂ કરી દેતા હોય છે.
  • C અક્ષર વાળા લોકોને દોસ્તી કરવી પસંદ હોય છે. આવા લોકો પોતાના પહેલા પ્રેમને યાદ રાખવાનું ઈચ્છે છે. આવા લોકોને ગોળગોળ ફેરવીને વાત કરવી પસંદ હોતી નથી, તેઓ પોતાની વાતને સ્પષ્ટ રીતે કહેવામાં માને છે. આવા લોકો ભાવુક હોવાને કારણે તેમને મોટાભાગે પ્રેમસંબંધોમાં દગો ખાવો પડે છે.

  • D અક્ષર વાળા લોકો પોતાના પર વિશ્વાસ રાખે છે. આવા લોકો હમેશા કંઈકને કંઈક નવું શીખવા માંગતા હોય છે. તે જે ચીજને મેળવવા ઈચ્છે છે તેને મેળવીને જ જંપે છે. આવા લોકો ખૂબ જ જિદ્દી સ્વભાવના હોય છે.
  • E અક્ષર વાળા લોકોનો સ્વભાવ ફ્લર્ટ કરવાનો હોય છે. જો કે તેમની નિયત ખરાબ હોય તે જરૂરી નથી. કારણ કે આવું તે પોતાના મજાકિયા સ્વભાવના કારણે કરે છે. પરંતુ ઘણી વખત તેઓ વધારે બોલી લેવાના કારણે પોતાના માટે ખતરો વધારે લેતા હોય છે. તેઓ જિંદગીને જિંદાદિલી સાથે જીવવાની ઇચ્છા રાખે છે.
  • જેમનું નામ F અક્ષર થી શરૂ થાય છે. તેઓ ખુબ જ રચનાત્મક છે. તે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અલગ અલગ રાખે છે. આવા લોકોને ખૂબ જ સારો લાઈફ પાર્ટનર મળે છે. તેમનું જીવન ખૂબ જ ખુશમય હોય છે.
  • જેમના નામ ની શરૂઆત G અક્ષર થી થતી હોય છે, તેઓ દિલના ખૂબ જ ચોખ્ખા હોય છે. તેઓ પોતાના મનમાં કોઈ રાખતા નથી અને કોઈના વિરુદ્ધ કોઈપણ પ્રકારનું ષડયંત્ર કરવામાં વિશ્વાસ રાખતા નથી. આવા લોકો સ્વભાવથી અંતર્મુખી હોય છે. તેઓ કારણ વગર કોઈને પરેશાન કરતા નથી.
  • જે લોકોના નામનો પહેલો અક્ષર H થી શરૂ થતો હોય છે તે લોકો પોતાની વાતો અન્ય વ્યક્તિ સાથે શેયર કરતા ડરે છે. તેમને સમજવા થોડા મુશ્કેલ હોય છે. જોકે તેઓ દિલથી ખૂબ જ સારા અને સાચા હોય છે. તમે તેમના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો.

  • I અક્ષર વાળા નામના લોકો મગજથી નહીં પરંતુ દિલ થી વધારે વિચારતા હોય છે. આવા લોકો ખૂબ જ ભાવુક હોય છે. આવા લોકોને તેમના મિત્રો ખૂબ જ સરળતાથી મૂર્ખ બનાવી દેતા હોય છે. તેમને સરળતાથી મૂર્ખ બનાવી શકાય છે. જોકે તેમનો પ્રેમ સાચો હોય છે. ભાવુક સ્વભાવને કારણે અવારનવાર તેમને નુકસાન ઊઠાવવું પડે છે.
  • J અક્ષર વાળા લોકો સ્વભાવથી ઈમાનદાર અને વફાદાર હોય છે. ખુશનુમાં જીંદગી જીવવાને કારણે ઘણી વખત લોકો તેમના દુશ્મન બની જતા હોય છે અને તેમનાથી ઈર્ષા કરવા લાગે છે. જો તમારા પાર્ટનરનું નામ J અક્ષર થી શરૂ થાય છે, તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો.
  • K અક્ષર વાળા લોકો મુંહફાટ હોય છે. કંઈ પણ વિચાર્યા વગર તે કોઈપણ ને બોલી દેતા હોય છે. તે પોતાના ફાયદા માટે કંઈ પણ કરે છે. તેમને પોતાની ઇજ્જત થી વધારે પૈસા સાથે પ્રેમ હોય છે.
  • જેમના નામની શરૂઆત L અક્ષરની થતી હોય છે તેમની અંદર કરુણાનો ભાવ હોય છે. આવા લોકો બીજાને દુઃખી જોઇ શકતાં નથી. તેમનામાં જીવનને લઈને ઘણી બધી ઈચ્છા હોય છે. પરંતુ પોતાને મળનારા દરેક વ્યક્તિને ખુશ રાખવા તેમની આદત હોય છે.
  • M અક્ષર વાળા લોકો સ્વભાવથી થોડાં ભાવુક, જિદ્દી અને સંકોચી હોય છે. આવા લોકો નાની વાતોને પોતાના દિલ પર લઈ લેતા હોય છે. તેમની સાથે દિલ લગાવવું ખૂબ જ ખતરનાક બની શકે છે. તેઓ ક્યારે કઈ ચીજ પર ગુસ્સો કરી બેસે અને ક્યારે પ્રેમ દર્શાવવા લાગે તેની જાણ થતી નથી.

  • જે લોકોના નામનો પહેલો અક્ષર N થી શરૂ થતો હોય તેઓ ખૂબ જલ્દી કંટાળી જતા હોય છે. તેઓ દેખાવમાં ખૂબ જ શાંત હોય છે પરંતુ તેઓ ખુબ જ આક્રમક હોય છે. તેઓને પોતાની આલોચના જરા પણ પસંદ આવતી નથી.
  • O અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો ખૂબ જ આકર્ષક, ઉર્જાવાન તથા પ્રતિભાશાળી હોય છે. આવા લોકો મોટાભાગે પ્રેમ વિવાહ કરવાનું પસંદ કરે છે અને પોતાના પરિવારને સાથે લઈને ચાલે છે. વળી O અક્ષર વાળા લોકો શરમાળ દેખાય છે, પરંતુ હોતા નથી.
  • P અક્ષર વાળા લોકો ઘર, દેશ અને દુનિયાને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે. તે પોતાના સિદ્ધાંતોનાં પાક્કા હોય છે. પોતાનાં માન સન્માનની રક્ષા કરવા માટે તેઓ કંઈપણ કરી શકે છે. તેમનામાં તાનાશાહી વિચારધારા હોય છે.
  • Q અક્ષર વાળા લોકો સ્વભાવથી ક્રિયેટીવ હોય છે. તેઓ દરેક કામને ચોકસાઈ પૂર્વક કરે છે. Q અક્ષર વાળા લોકો પોતાના વિચારોમાં ખોવાયેલા રહે છે અને તેમને અન્ય વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા હોતા નથી. તેમને ગુસ્સો પણ ખૂબ જ ઓછો આવે છે.
  • R અક્ષર વાળા લોકો મનમોજી હોય છે. તેમને દુનિયાદારી સાથે કોઈ મતલબ હોતો નથી. તેઓ ખૂબ જ ઓછું બોલે છે. તે પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે. સ્વભાવથી તેઓ દાર્શનિક હોય છે. તેમની મિત્રતા લેખકો, દોસ્તો અને પોતાની જેવા લોકો સાથે રહેતી હોય છે.
  • જે લોકોના નામની શરૂઆત S અક્ષર થી થતી હોય છે તે બહુમુખી પ્રતિભા વાળા હોય છે. તેમનો સ્વભાવ સરળતાથી સમજ માં આવતો નથી. તેઓ પોતાનામાં ખોવાયેલા રહે છે અને તેઓ પોતાની ચારે તરફ એક રહસ્યમય વાતાવરણ બનાવીને રાખે છે.
  • T અક્ષર વાળા લોકો મહેનતુ અને બુદ્ધિમાન હોય છે. સામાન્ય રીતે આ લોકો મીડિયા અને પ્રશાસનિક ક્ષેત્રમાં જવાનું વધારે પસંદ કરે છે. આવા લોકો સંબંધો અને ભાવનાઓને લઈને ખૂબ જ ભાવુક હોય છે.

  • U અક્ષરવાળા લોકો ઉર્જાવાન, હોશિયાર અને હ્રદયના ચોખ્ખા હોય છે. તે નાની-નાની ચીજોમાં ખુશીઓ શોધવાની કોશિશ કરે છે. અન્ય વ્યક્તિઓ સાથે પણ તેઓ ખુશીઓ વહેંચવામાં વિશ્વાસ રાખે છે. તેઓ કિસ્મતના પણ ધની હોય છે.
  • V અક્ષર વાળા લોકો આઝાદ વિચારસરણી વાળા હોય છે. તેઓ કોઈપણ વ્યક્તિનું સાંભળતા નથી અને કોઈ પણ વ્યક્તિના કહ્યામાં રહેતા નથી. પરંતુ જો કોઈ વાત તેમના મનમાં આવી જાય તો તેને કરવાથી પણ ચૂકતા નથી.
  • જે લોકોના નામની શરૂઆત W અક્ષર થી થતી હોય છે તેમને અન્ય વ્યક્તિ પર રોફ જમવાની આદત હોય છે. તેમની આ આદતને કારણે લોકો તેમનાથી દૂર થઈ જાય છે. તેઓ ખૂબ જ અભિમાની હોય છે.
  • X અક્ષર વાળા લોકો સ્વભાવથી ખૂબ જ અસ્થિર હોય છે અને દરેક ચીજ તેમના મનમાં ખૂબ જલ્દી બેસી જતી હોય છે. તેમને પોતાને જાણ નથી હોતી એ તેઓ આવનારા સમયમાં શું કરશે.
  • Y અક્ષર વાળા સ્વભાવથી ઈમાનદાર, સ્પષ્ટવાદી અને મહેનતુ હોય છે. પરંતુ લોકોની સાથે હળવું-મળવું તેમને પસંદ હોતું નથી. જેમનું નામ Y અક્ષર થી શરૂ થતું હોય છે તેઓ સમાધાન પણ પસંદ કરતા નથી.
  • જેમના નામનો પહેલો અક્ષર Z થી શરૂ થતો હોય છે તેઓ ખૂબ જ ગંભીર પ્રવૃત્તિના હોય છે. સ્વભાવથી તેઓ ખૂબ જ સીધા અને ભાવુક હોય છે. તે મોટામાં મોટી પરેશાનીને પણ હસતા-હસતા સહન કરી લેતા હોય છે.

Advertisement