નાગ પાંચમના દિવસે કરી લો આ સરળ ઉપાય, કુંડળીમાથી રાહુ, કાલસર્પ અને નાગ દોષ થશે દુર

આ વર્ષે ૨૫ જુલાઇના રોજ નાગ પંચમી આવી રહી છે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે આ દિવસે અમુક ઉપાયો કરીને તમે નાગદોષ કાલસર્પ દોષ અને રાહુ સાથે જોડાયેલ દોષોમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમારી જિંદગીમાં સતત સમસ્યાઓ આવી રહી છે તો તમારી કુંડળીમાં આમાંથી કોઈ એક દોષ જરૂર હશે. આ દોષ તમારા જીવનમાં આર્થિક તંગી દુર્ભાગ્ય દુઃખ રોગ અને અશાંતિ જેવી સમસ્યા ઓ લાવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દેશોમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ.

નાગદોષ

નાગદોષ એવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે જ્યારે તમારી જન્મકુંડળીમાં રાહુ અને કેતુ, ચંદ્ર અથવા શુક્ર સાથે પહેલા ઘરમાં જ બેસેલ હોય. ઘણા લોકો અને સર્પ દોષ પણ કહે છે. જો તમારી કુંડળીમાં આ દોષ છે તો તમારે સતત કોઈ ને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દોષ વાળા વ્યક્તિના લગ્ન જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવતી હોય છે. પ્રગતિ પણ થતી નથી. આ બધી જ સમસ્યાઓ ત્યાં સુધી આવતી રહે છે જ્યાં સુધી તે વ્યક્તિ આ દોષ માંથી છુટકારો ના મેળવી લે.

નાગદોષ ને તમારી કુંડળીમાથી છુટકારો મેળવવા માટે નાગપંચમીના દિવસે પાંચ ધાતુ માથી બનેલ વીંટી ધારણ કરી લો અથવા તો તમે ચાંદી ની વીંટી હાથની વચ્ચેની આંગળીમાં ગોમેદ પણ પહેરી શકો છો. આ સિવાય પણ નાગ પંચમી પછી દરેક સોમવારના દિવસે મહાદેવ અને સાપને કાચા દૂધથી અભિષેક કરો. આ ઉપાય કરવાથી તમારી કુંડળી માથી નાગ દોષ માથી મુક્તિ મળી જશે.

કાલસર્પ દોષ

કાલસર્પ દોષ ત્યારે બને છે જ્યારે તમારી જન્મ કુંડળીમાં રાહુ અને કેતુ ના મધ્યમાં બીજા બધા ગ્રહ આવી જાય છે. જો આ દોષ તમારી કુંડળીમાં છે તો તમને ખૂબ જ મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. તમારા જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવતી રહે છે. જીવનમાં દોડાદોડી વધી જાય છે. લગ્નમાં પણ સમસ્યાઓ આવે છે.

કાલસર્પ દોષ માથી મુક્તિ મેળવવા માટે તમારે શાંતિ પુજા કરાવી પડે છે. નાગ પંચમી ના દિવસે ચાંદીથી બનેલ નાગની જોડીને પાણીમાં પ્રવાહિત કરવી પડશે. તમારે એક એવું શિવલિંગ શોધવું પડશે જેના પર પહેલેથી જ કોઈ નાગ ના હોય. ત્યારબાદ તેના પર તમારી તરફથી પંચ ધાતુનો નાગ લગાવી દો. તેની સાથે જ કાળા તલનો અભિષેક કરો. કાલસર્પ દોષ તમારી કુંડળીમાથી નીકળી જશે.

રાહુ સંબંધિત દોષ

જો તમારી કુંડળીમાં રાહુ ની સ્થિતિ બરાબર નથી તો તેમની સીધી અસર તમારા નસીબ પર પડે છે. તમે કઇપણ કામ પૂરું કરવા જશો તો તમે તેમા નિષ્ફળ જશો. પ્રગતિ તો એકદમ અટકી જશે. આ સમસ્યા માથી છુટકારો મેળવવા માટે નાગ પંચમીના દિવસે ઘરમાં મોરપીંછ લઈ આવો. શેષનાગની વિધિવત પુજા પાઠ કરો. ચાંદીની સર્પના આકાર વાળી વીંટી હાથની વચ્ચેની આંગળીમાં પહેરો. ૪૨ બુધવાર સુધી કોઈપણ ગરીબને દાળનું દાન કરો. આ ઉપાય તમારી કુંડળીમાથી રાહુનો પ્રકોપ દૂર કરી દેશે.